આ વસ્તુઓની ગંધથી દૂર ભાગે છે કીડીઓ, ઘરમાં વધી ગઇ છે કીડીઓ તો આ ઘરેલું ઉપાય ટ્રાય કરો

ઉનાળાની આ ઋતુમાં કીડીઓ ઘણી વધી જાય છે. અહીં કેટલીક ઘરેલું ટિપ્સ આપવામાં આવી છે જે કીડીઓથી છૂટકારો મેળવવામાં મદદરૂપ થઇ શકે છે

ઉનાળાની આ ઋતુમાં કીડીઓ ઘણી વધી જાય છે. અહીં કેટલીક ઘરેલું ટિપ્સ આપવામાં આવી છે જે કીડીઓથી છૂટકારો મેળવવામાં મદદરૂપ થઇ શકે છે

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
ant repellent home remedy, lifestyle

ઉનાળાની ઋતુમાં કીડીઓ ઘણી વધી જાય છે (P.C. pixabay)

lifestyle : ઉનાળો આવતાની સાથે જ ઘણી ગરમી પડવાની શરૂ થઇ જાય છે. આ સાથે ઘણી સમસ્યાઓ પણ લાવે છે. પ્રથમ એ છે કે ઉનાળાની આ ઋતુમાં કીડીઓ ઘણી વધી જાય છે. એટલે સુધી કે ઘણી વખત કીડીઓ ભાત અને રોટલી પણ છોડતા નથી. આ સિવાય ઘણી જગ્યાએ કીડીઓ જોવા મળે છે. આવી સ્થિતિમાં ઘણી વખત એવું લાગે છે કે કીડીઓથી છૂટકારો મળે તે માટે શું કરવું જોઈએ. આ પરિસ્થિતિમાં તમે આ ટીપ્સની મદદ લઈ શકો છો જે આ કામમાં ઝડપથી કામ કરે છે અને કીડીઓથી છૂટકારો મેળવવામાં મદદરૂપ છે.

Advertisment

ખાટા ફળોની ગંધ

કીડીઓ ખાટા ફળોની ગંધથી નફરત કરે છે. આ કારણે જો તમે નારંગી અને લીંબુમાંથી સ્પ્રે તૈયાર કરી લો અને તેને કીડીઓ માટે છંટકાવ કરો છો તો તે ઝડપથી કામમાં આવે છે. આ માટે તમારે ફક્ત લીંબુ અથવા નારંગીનો રસ લેવાનો છે અને તેને સ્પ્રે બોટલમાં ભરવાનો છે. પછી જ્યાં કીડીઓ હોય ત્યાં તેનો છંટકાવ કરો. તેથી તે તેની ગંધથી દૂર ભાગશે.

કાળું મરચું અને લાલ મરચું

કાળા અને લાલ મરચાની ગંધથી કીડીઓ દૂર ભાગી જાય છે. તે બંને એન્ટીબેક્ટેરિયલ ગુણોથી ભરપૂર છે અને બંને જંતુનાશકોની જેમ કામ કરે છે. તમે સૌ પ્રથમ 1 કપ પાણી લો અને તેમાં કાળા મરચા અને લાલ મરચા મિલાવી લો. તેને સારી રીતે મિક્સ કરો અને સ્પ્રે બોટલમાં ભરો. જ્યાં કીડીઓ હોય ત્યાં બધે જ તેનો છંટકાવ કરો. જેના કારણે કીડીઓ ભાગી જાય છે.

આ પણ વાંચો - વાસી રોટલી કે તાજી રોટલી કઈ બ્લડ સુગરને કંટ્રોલ કરવામાં મદદ કરી શકે?

Advertisment

ફુદીનો અને લસણ

ફુદીના અને લસણની ગંધ પણ ઘણીવાર કીડીઓને દૂર ભગાડે છે. આ બંને એન્ટીબેક્ટેરિયલ ગુણોથી ભરપુર છે અને તેમની તીવ્ર ગંધ કીડીઓને દૂર ભગાડે છે. આ બનાવવા માટે તમારે ફુદીનાના પાન લો અને તેનો ભુક્કો કરી દો. બીજું લસણ લો અને તેની છાલ કાઢો. પછી બંનેને પીસીને તેનો રસ ગાળી લો. ત્યારબાદ આ રસને સ્પ્રે બોટલમાં નાખો અને પછી કીડીઓ પર સ્પ્રે કરો. આમ કરવાથી કીડીઓ ભાગી જશે, સાથે જ અનેક સમસ્યાઓથી પણ છુટકારો મળશે.

જીવનશૈલી