Beauty Tips In Gujarati | વ્યસ્ત દિવસોમાં પણ, તમારે સ્કિનકેર માટે થોડો સમય ફાળવવો જોઈએ. ડાયટ, હોર્મોનલ ફેરફારો, હવામાન અને લાઇફસ્ટાઇલએ બધા પરિબળો છે જે સ્કિનના સ્વાસ્થ્યને અસર કરે છે. વ્યસ્ત સમયમાં, મોટાભાગના લોકો સ્કિનકેર (skincare) માટે બ્યુટી પાર્લર પર આધાર રાખે છે. પરંતુ કેમિકલ યુક્ત સારવાર ત્વચાના સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર કરી શકે છે. તેના બદલે, ઘરે પણ કરી શકાય તેવી ખૂબ જ સરળ તકનીકો છે.
પ્રદુષણ અને વાતાવરણની ધૂળ અને ગંદકીના લીધે સ્કિનને પણ અસર થાય છે. ત્યારે ત્વચાને તાજગી આપવા માટે તમે જાતે તૈયાર કરી શકો છો તેવા ફેસ પેક છે. જે તમે રસોડાની સામગ્રીનો ઉપયોગ કરીને બનાવી શકો છો.
સ્કિનકેર માટે હર્બલ ફેસપેક
ચોખાનો લોટ અને દહીં સ્કિનકેર માટે ઉત્તમ ઘટકો છે. ચોખાનો લોટ એક કુદરતી સ્ક્રબર છે. ચોખાનો પાવડર મૃત ત્વચાના કોષોને દૂર કરવા અને ત્વચાને નરમ બનાવવા માટે સારો છે. દહીં ત્વચાને હાઇડ્રેટ કરે છે અને ટેન અને ડાર્ક સ્પોટ્સ હળવા કરવામાં મદદ કરે છે. હળદર પાવડર એક ઉત્તમ બ્લીચિંગ એજન્ટ છે. તે ટેન અટકાવવા માટે ઉત્તમ છે.
હોમમેડ હર્બલ ફેસપેક
સામગ્રી
- ચોખાનો લોટ
 - હળદર પાવડર
 - દહીં
 
થોડી જ વારમાં કરચલીઓ અને ડાઘ મુક્ત થઇ જશે, મીઠા લીમડાનો આ રીતે કરો ઉપયોગ
હોમમેડ હર્બલ ફેસપેક બનાવાની રીત
- એક ચમચી ચોખાના લોટમાં એક ચમચી દહીં ઉમેરો. તેમાં એક ચપટી હળદર પાવડર ઉમેરો અને સારી રીતે મિક્સ કરો.
 - આ મિશ્રણને સ્વચ્છ ચહેરા પર લગાવો અને 20 મિનિટ માટે રહેવા દો. પછી તેને ઠંડા પાણીથી ધોઈ લો.
 - અઠવાડિયામાં બે વાર અથવા ઓછામાં ઓછું એક વાર આ કરવાની આદત બનાવો.
 





