Homemade Herbal Hair Pack | સ્કિન અને વાળની સંભાળ માટે ઘણી ટિપ્સ હંમેશા સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરતી રહે છે. પરંતુ તમે તે ઘરે પણ બનાવી શકો છો, હા, તે બધા કુદરતી પ્રોડક્ટસ છે જે ઘરે તૈયાર કરી શકાય છે. વાળ મજબૂત કરવા માત્ર થોડી સામગ્રીનો ઉપયોગ કરીને તમે તમારા વાળની સુંદરતા લાવી શકો છો.
નાળિયેર તેલ (coconut oil) અને મધથી બનેલું આ કુદરતી શેમ્પૂ સૌથી નોંધપાત્ર છે. પેરાબેન્સ અને કેમિકલથી ભરેલા સ્ટોરમાંથી મોંઘા શેમ્પૂ ખરીદવાને બદલે, આ હેરપેક અજમાવી જુઓ.
સામગ્રી
- ચણાનો લોટ
- મધ
- નાળિયેર તેલ
- પાણી
કેવી રીતે તૈયાર કરવું?
એક બાઉલમાં થોડો ચણાનો લોટ લો. તેમાં મધ, થોડું નારિયેળ તેલ અને પાણી ઉમેરો અને સારી રીતે મિક્સ કરો.આ મિશ્રણને ભીના વાળમાં લગાવો અને સારી રીતે માલિશ કરો.પછી તેને ઠંડા પાણીથી ધોઈ લો.
રાત્રે સૂતા પહેલા પગમાં ઘીથી માલિશ કરો, સવારે ઉઠતા જ થશે ચમકત્કારી ફાયદા
ફાયદા
- ચણાનો લોટ એક કુદરતી ક્લીન્ઝર છે જે માથાની ચામડીમાંથી વધારાની ગંદકી અને તેલ દૂર કરે છે, જેનાથી તે તાજગી અનુભવે છે.
- મધ એક ઉત્તમ હ્યુમેક્ટન્ટ છે જે તમારા વાળમાં ભેજ જાળવી રાખશે.
- નાળિયેર તેલ વાળને પોષણ આપશે અને પ્રોટીનના નુકશાનથી બચાવશે.
- આ વાળની મજબૂતાઈ સુધારવામાં મદદ કરશે.