Homemade Herbal Keratin Treatment | નિસ્તેજ, ડ્રાય, નીચેથી વાળ ફાટી જવા જેવી અનેક વાળને લગતી સમસ્યા ઉંમરની સાથે વધે છે. આજે ઘણા લોકો ખોડો, શુષ્કતા, બે મોઢા વાળા વાળ, વાળ ખરવા વગેરે જેવી મુશ્કેલીઓનો સામનો કરે છે. હેલ્ધી હેર માટે, નિયમિત સંભાળ રાખવી જરૂરી છે. આ માટે તમારે કેમિકલયુક્ત પ્રોડક્ટસ ખરીદવાની અને ઉપયોગ કરવાની જરૂર નથી, તેના બદલે તમે કેટલાક ઘરેલું ઉપચાર કરી શકો છો.
રેશમ જેવા ચળકતા, મજબૂત વાળ માટે અળસીના બીજ એક ઉત્તમ ઉપાય છે. અળસી ઓમેગા-3 ફેટી એસિડનો સમૃદ્ધ સ્ત્રોત છે. તમે તેનો ઉપયોગ કેવી રીતે કરવો તે અહીં જાણો
અળસીના બીજનો ઉપયોગ કરી ઘરે હર્બલ કેરાટિન ટ્રીટમેન્ટ કરવાની ટિપ્સ
સામગ્રી :
- 1/2 કપ ચોખા
- 1/2 કપ અળસીના બીજ
- 1 એલોવેરા
- 1 ગ્લાસ પાણી
કેવી રીતે બનાવવું?
સૌ પ્રથમ ગેસ પર એક તપેલી મૂકો અને તેમાં અડધો કપ ચોખા અને અડધો કપ અળસીના બીજ ઉમેરો. તેમાં એક ગ્લાસ પાણી રેડો અને તેને ઉકાળો. જ્યારે પાણી ઉકળવા લાગે, ત્યારે ધીમો તાપ કરો. 10 થી 15 મિનિટ સુધી થવા દો. જ્યારે પાણી બળી જાય, ત્યારે બેસ બંધ કરો અને તેને ઠંડુ થવા દો. ઠંડુ થયા બાદ તેને ગાળી લો. તેમાં એલોવેરા જેલ ઉમેરો અને તેને મિક્સ કરો.
કેવી રીતે ઉપયોગ કરવો?
આ મિશ્રણને તમારા વાળ અને માથાની ચામડી પર લગાવો, એક કલાક માટે રહેવા દો. તેને હૂંફાળા પાણીથી ધોઈ લો. તમારા વાળની પ્રકૃતિના આધારે તમે હળવા શેમ્પૂથી પણ તમારા વાળ ધોઈ શકો છો.