Homemade Orange Cleanser | દુકાનમાં અને લારીમાં નારંગી (Orange) વેચાઈ છે. જો તમે તેને ખાવા માટે ખરીદો છો, તો તેને સ્કિનકેર માટે પણ ખુબજ ફાયદાકારક છે. જ્યુસ બનાવતી વખતે કે ખાતી વખતે બચેલી નારંગીની છાલને ફેંકી ન દો. તેનો ઉપયોગ તમારી સ્કિન પર કરવાનો પ્રયાસ કરો. તમે સમજી શકશો કે નારંગી માત્ર સ્વાદમાં જ નહીં પણ તમારી સ્કિનની ગુણવત્તા સુધારવામાં પણ મદદરૂપ થઇ શકે છે.
નારંગીમાંથી હર્બલ ક્લીંઝર કેવી રીતે બનાવવું?
નારંગીની છાલને છીણી લો. તેમાં ઓલિવ ઓઇલ, દહીં અથવા મધ ઉમેરો અને સારી રીતે મિક્સ કરો. તેને ચહેરા પર લગાવો અને દસથી પંદર મિનિટ માટે રહેવા દો. પછી તેને હૂંફાળા પાણીથી ધોઈ લો, આ હર્બલ ક્લીંઝરનો ઉપયોગ અઠવાડિયામાં એક કે બે વાર કરી શકાય છે. બાકી રહેલ વસ્તુને ફ્રીજમાં સ્ટોર કરી શકાય છે.
નારંગીના હર્બલ ક્લીંઝરના ફાયદા
- વિટામિન સી : નારંગીમાં રહેલ વિટામિન સી ભરપૂર સ્કિન માટે ખુબજ ફાયદાકારક માનવામાં આવે છે. વિટામિન સી એક મહાન એન્ટીઑકિસડન્ટ છે. તે સ્કિન પરના કાળા ડાઘ દૂર કરે છે. તે કોલેજનના પ્રોડકશનમાં મદદ કરીને સ્કિનની સ્થિતિસ્થાપકતા વધારે છે. આ કરચલીઓ ઘટાડે છે અને સ્કિનને યુવાન બનાવે છે.
- એક્સ્ફોલિયન્ટ: નારંગીમાં સાઇટ્રિક એસિડ હોય છે, જે એક કુદરતી એક્સ્ફોલિયન્ટ છે જે ડેડ સ્કિનના કોષોને દૂર કરે છે, જેનાથી સ્કિનને નરમ અને ચમકતી બને છે.
- ભેજ: નારંગીમાં ઘણી બધી ભેજ હોય છે, જે સ્કિનને વધુ પડતી ડ્રાય થતી અટકાવે છે.





