Ragi Cookies Recipe: બાળકોને બિસ્કિટ ઘણા પસંદ હોય છે. ફેક્ટરીઓમાં બનેલા મોટાભાગના બિસ્કિટમાં પામ ઓઈલ અને ઘણા હાનિકારક પદાર્થોનો ઉપયોગ કરવામાં આવે છે. તે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. વૃદ્ધ લોકો પણ ચા સાથે બિસ્કિટ ખાવાનું પસંદ કરે છે. તેમણે પણ મેંદા, ખાંડ અને પામ તેલથી બનેલા બિસ્કિટનું સેવન કરવાનું ટાળવું જોઈએ. ઘરે અનાજમાંથી બનેલા બિસ્કિટ હેલ્ધી હોય છે. તેમાંથી એક રાગી કૂકીઝ છે.
રાગીને સુપરફૂડ કહેવામાં આવે છે. તેમાં કેલ્શિયમ અને પ્રોટીન ભરપૂર પ્રમાણમાં હોય છે. શિયાળામાં રાગી ખાવાથી શરીર કુદરતી રીતે ગરમ રહે છે. તે તમને બીમાર થવાથી પણ બચાવે છે. ચાલો રાગીના કુકીઝ બનાવવાની રેસીપી જાણીએ.
આ વસ્તુઓની જરૂર પડશે
- 500 ગ્રામ રાગીનો લોટ
- 500 ગ્રામ ઓટ્સ
- 25 ગ્રામ ગ્લુકોઝ
- 2 ચમચી બેકિંગ સોડા
- 200 મિલી પાણી
- 20 મિલી વેનીલા એસેન્સ
- 70 ગ્રામ મકાઈનો લોટ
- 2 ચમચી બેકિંગ પાવડર
- 25 ગ્રામ દૂધ પાવડર
- 300 ગ્રામ છીણેલું નાળિયેર
- 750 ગ્રામ ખાંડ
- 50 ગ્રામ મધ
- 450 ગ્રામ માખણ
રાગી કૂકીઝ રેસીપી
ઘરે રાગીની કૂકીઝ બનાવવા માટે પહેલા એક બાઉલ લો. તેમાં માખણ ઉમેરો. ત્યારબાદ તેમાં રાગીનો લોટ ઉમેરો. હવે તેમા ખાંડ, વેનીલા એસેન્સ અને મધ ઉમેરો. આ પછી તેમાં પાણી ઉમેરો અને બધું સારી રીતે મિક્સ કરી લો. પછી તેમાં બાકીની સામગ્રી ઉમેરો. જ્યાં સુધી ચીકણો લોટ બનીને તૈયાર ન થાય ત્યાં સુધી મિશ્રણને મસળી લો. ત્યારબાદ તેને એક કલાક માટે ફ્રીજમાં રાખી દો.
આ પણ વાંચો – મૂળા-લસણની તીખી ચટણી રેસીપી, રોટલીથી લઇને પરાઠા સુધી બધા સાથે પરફેક્ટ સ્વાદ આવશે
હવે કૂકીના લોટને સપાટ સપાટી પર મૂકી તેને વણી લો. પછી તેમાંથી નાની કૂકીઝ કાપી નાખો. હવે તમારે બેકિંગ ટ્રે લેવાની જરૂર છે. તેમાં બટર પેપર મૂકો. તે પછી તેની ઉપર કૂકીઝ મૂકી 180 ડિગ્રી સેલ્સિયસ પર ઓવનમાંર બેક કરી લો. તેને લગભગ 15 મિનિટ સુધી રાખો. આ પછી તેને ઠંડુ કરો અને સ્ટોર કરો.





