હની સિંહે 30 દિવસમાં ઘટાડયું 18 કિગ્રા વજન, તમે પણ આ રીતે ઝડપથી કરી શકો છો Weight Loss

Honey Singh Weight Loss Diet : મિસ્ટર એશિયા 2022 અને હનીના ફિટનેસ કોચ અરુણ કુમારે તેની ફિટનેસ અને આટલું ઝડપથી વજન ઘટાડવા વિશે ખુલાસો કર્યો હતો. જો તમે પણ ઝડપથી તમારું વજન ઓછું કરવા માંગો છો, તો તમે હની સિંહના ડાયેટ પ્લાનને પણ ફોલો કરી શકો છો

Honey Singh Weight Loss Diet : મિસ્ટર એશિયા 2022 અને હનીના ફિટનેસ કોચ અરુણ કુમારે તેની ફિટનેસ અને આટલું ઝડપથી વજન ઘટાડવા વિશે ખુલાસો કર્યો હતો. જો તમે પણ ઝડપથી તમારું વજન ઓછું કરવા માંગો છો, તો તમે હની સિંહના ડાયેટ પ્લાનને પણ ફોલો કરી શકો છો

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
Honey Singh Weight Loss Diet, Honey Singh

હની સિંહે પોતાનું વજન 95 કિલોથી ઘટાડીને 77 કિલો કરી દીધું છે (તસવીર - ઇન્સ્ટાગ્રામ)

Honey Singh Weight Loss Diet : સિંગર અને રેપર હની સિંહ ફરી એકવાર ચર્ચામાં છે. આ વખતે તે તે પોતાની લાઇફ સ્ટાઇલ અને વજન ઘટાડવા માટે સમાચારમાં છે. હની સિંહે કેટલીક ટ્રેનિંગ અને ગ્રીન જ્યૂસની મદદથી પોતાનું વજન 18 કિલો ઓછું કરી દીધું છે. હની સિંહે પોતાનું વજન 95 કિલોથી ઘટાડીને 77 કિલો કરી દીધું છે.

Advertisment

મિસ્ટર એશિયા 2022 અને હનીના ફિટનેસ કોચ અરુણ કુમારે તેની ફિટનેસ અને આટલું ઝડપથી વજન ઘટાડવા વિશે ખુલાસો કર્યો હતો. જો તમે પણ ઝડપથી તમારું વજન ઓછું કરવા માંગો છો, તો તમે હની સિંહના ડાયેટ પ્લાનને પણ ફોલો કરી શકો છો.

હની સિંહે કેવી રીતે ઘટાડ્યું વજન?

હની સિંહે પોતાનું વજન ઓછું કરવા માટે જિમની સાથે ગ્રીન જ્યુસની મદદ લીધી હતી. અરુણ કુમારના જણાવ્યા અનુસાર હની સિંહે કેલરી ઘટાડતા રસનું સેવન કર્યું હતું. તેણે ખાલી પેટે તે પીધું. હની સિંહે બીટ, આમળા, કાકડી, ગાજર અને કોથમીરના પાનનો રસ પીધો હતો. તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ વજન ઘટાડવાનું પીણું ખૂબ જ કાળજીપૂર્વક અને દરેક માત્રાને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો - પેટમાં ગેસ અને એસિડિટીથી છુટકારો મેળવવાનો રામબાણ ઈલાજ, બાબા રામદેવ પાસેથી જાણો

Advertisment

હની સિંહની ડાયેટ કેવી હતી?

વજન ઘટાડવા દરમિયાન હની સિંહ સવારે લીલા શાકભાજીનો જ્યૂસ લેતો હતો, જેમાં ફાઇબરની માત્રા હોય છે. સાથે જ બપોરે તે પોતાના આહારમાં પ્રોટીન અને કાર્બોહાઈડ્રેટ ફૂડ ખાતો હતો. આમાં તે ચોખા સાથે બાફેલું ચિકન પણ ખાતો હતો. જોકે સાંજે મેટાબોલિઝમ જળવાઈ રહે તે માટે તે શાકભાજીનો સૂપ કે ઉકાળેલું ચિકન ખાતો હતો.

રાત્રે તે ફાઇબરયુક્ત ખોરાક લે છે, જેથી વિટામિન અને મિનરલ્સની જાળવણી માટે લીલા શાકભાજી કે સૂપનું સેવન કરવામાં આવતું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે હની સિંહે આ સમયગાળા દરમિયાન ખાંડ અને આલ્કોહોલનું સેવન બિલકુલ કર્યું ન હતું.

હેલ્થ જીવનશૈલી health tips celebrities મનોરંજન ન્યૂઝ