Dragon Potato Recipe: ચાઇનીઝ સ્ટાઇલમાં બનાવો ડ્રેગન બટાકાનું શાક, ઘરવાળા આંગળીઓ ચાટતા રહી જશે

Restaurant Style Crispy And Spicy Dragon Potato Recipe : ડ્રેગન પોટેટો રેસીપી એક ઇન્ડો ચાઈનીઝ વાનગી છે, જેમા ચાઈનીઝ સોશ અને ભારતીય મસાલાનો અદભુત સ્વાદ હોય છે. શિયાળાની ઠંડીમાં ક્રિસ્પી અને સ્પાયસી ડ્રેગન પોટેટો ખાવાની મજા પડશે.

Restaurant Style Crispy And Spicy Dragon Potato Recipe : ડ્રેગન પોટેટો રેસીપી એક ઇન્ડો ચાઈનીઝ વાનગી છે, જેમા ચાઈનીઝ સોશ અને ભારતીય મસાલાનો અદભુત સ્વાદ હોય છે. શિયાળાની ઠંડીમાં ક્રિસ્પી અને સ્પાયસી ડ્રેગન પોટેટો ખાવાની મજા પડશે.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
Dragon Potato Recipe In Gujarati | Dragon Potato

Hotel Style Crispy And Spicy Dragon Potato Recipe : ડ્રેગન પોટેટો રેસીપી. (Photo: @NehasCookBookGujarati)

Dragon Potato Recipe In Gujarati : બટાકા માંથી ઘણી વાનગી બને છે. તો અમુક લોકો ચાઇનીઝ ફુડ ખાવાના શોખીન હોય છે. અહીં ઇન્ડો ચાઇનીઝ સ્ટાઇલ ક્રિસ્પી ડ્રેગન પોટેટો રેસીપી બનાવવાની રીત આપી છે. બટાકા અને વિવિધ શાકભાજી માંથી બનતા ક્રિસ્પી ડ્રેગન પોટેટો ખાવામાં ક્રિસ્પી અને ક્રંચ હોય છે. વિવિધ પ્રકારના ચાઇનીઝ સોશ સાથે ભારતીય મસાલાના સ્વાદ અદભુત લાગે છે. જો તમને ચાઇનીઝ ફૂડ પસંદ છે તો હોટેલ સ્ટાઇલ ક્રિસ્પી ડ્રેગન પોટેટો રેસીપી ઘરે જરૂર ટ્રાય કરવી જોઇએ.

Advertisment

ડ્રેગન પોટેટો બનાવવા માટે સામગ્રી

બટાકા : 500 ગ્રામ

કોર્નફ્લોર લોટ : 2 ચમચી

ચોખાનો લોટ : 4 ચમચી

મેંદાનો લોટ : 1/4 વાટકી

તેલ : જરૂર મુજબ

દેશી ચાઇનીઝ સોશ બનાવવાની રીત

  • ડુંગળી : 3 નંગ
  • કેપ્સિકમ : 1 કપ
  • લીલી ડુંગળી : 1 કપ
  • તેલ : 2 ચમચી
  • આદું : 2 ચમચી
  • લસણ : 2 ચમચી
  • લીલા મરચા : 2 નંગ
  • સોયા સોશ : 1 ચમચી
  • રેડ ચીલી સોશ : 1 ચમચી
  • ટામેટા સોશ : 2 ચમચી
  • વિનેગર : 1 ચમચી
  • મરી પાઉડર : 1/4 ચમચી
  • મીઠું : સ્વાદ અનુસાર
  • ખાંડ : 1/4 ચમચી
  • કાશ્મીરી લાલ મરચું પાઉડર : 1 ચમચી
  • કોર્નફ્લોર લોટ : 1 ચમચી
  • સફેદ તલ : 1 ચમચી

ડ્રેગન પોટેટો બનાવવાની રીત

ઇન્ડો ચાઇનીઝ ડ્રેગન પોટેટો બનાવવા માટે સૌથી પહેલા 4 થી 5 નંગ બટાકાની છાલ ઉતારો. હવે બટાકાને વચ્ચેથી બે ભાગમાં કાપો, પછી તેને લાંબા લાંબા ટુકડામાં કાપી લો. હવે આ બટાકાને પાણીમાં સારી રીતે ધોઇ લો.

ગેસ ચાલુ કરી એક વાસણમાં પાણી ગરમ કરો, તેમા કાપેલા બટાકાને 3 થી 5 મિનિટ સુધી હાઇ બોઇલ કરો. હવે ગરમ માંથી બટાકાને એક વાસણમાં અલગ કાઢી લો અને તેને ઠંડા થવા દો.

Advertisment

હવે બટાકા પર 1 ચમચી કોર્નફ્લોર લોટ અને 1 ચમચી ચોખાનો લોટ છાંટો. બટાકા પર લોટનું કોટિંગ થવું જોઇએ. એક બાઉલમાં 2 ચમચી મેંદાનો લોટ અને 2 ચમચી ચોખાનો લોટ લો. પછી તેમા થોડુંક પાણી ઉમેરી સહેજ પાતળું ખીરું બનાવો. તેમા બટાકાને ડુબાડો. બટાકા પર આ મિશ્રણનો કોટિંગ થાય એટલું ખીરું પાતળવું રાખવું.

ગેસ પર એક કઢાઇમાં તેલ કરો. ફુલ તાપે તેલમાં 5 થી 7 મિનિટ સુધી બટાકાને તળો. બટાકા બંને બાજુથી ગોલ્ડન કલરના થાય ત્યાં સુધી તળવાના છે. આમ બટાકા એકદમ ક્રિસ્પી અને ક્રંચી બનશે.

દેશી ચાઇનીઝ સોશ બનાવવાની રીત

એક કઢાઇમાં 1 કે 2 ચમચી તેલ ગરમ કરો. તેમા ઝીણી સમારેલી ડુંગળી, આદુ, લસણ અને લીલા મરચાને ગોલ્ડન બ્રાઉન ફ્લાય કરો. પછી તેમા 1 કપ ગરમ પાણી ઉમેરો.

ત્યારબાદ 1-1 ચમચી સોયા સોશ, રેડ ચીલી સોશ, વિનેગર અને 2 ચમચી ટામેટા સોશ, 1 ચમચી મરી પાઉડર અને ખાંડ અને 1 ચમચી કાશ્મીરી લાલ મરચું પાઉડર ઉમેરી બધી સામગ્રી બરાબર મિક્સ કરો.

આ મિશ્રણને 1 થી 2 મિનિટ સુધી ઉકાળો. હવે તેમા મોટા કદમાં સમારેલા કેપ્સિકમઅને અને ડુંગળી તેમજ ઝીણી સમારેલી લીલી ડુંગળી ઉમેરો.

આ પણ વાંચો | બાજરી કટલેટ ચટપટી અને પૌષ્ટિક વાનગી, ઘરે ઓછી સામગ્રીમાં ફટાફટ બની જશે

હવે એક વાટકીમાં 1 ચમચી કોર્નફ્લોર અને ચોખાનો લોટ લો. પછી તેમા થોડુંક પાણી નાંખી હલાવી લો. આ મિશ્રણને દેશી ચાઇનીઝ સોશમાં નાંખો. આ ગ્રેવીને 2 થી 3 મિનિટ સુધી ઉકાળો, જેથી તે ઘટ્ટ થાય.

હવે આ ગ્રેવીમાં તેલમાં ફ્રાય કરેલા બટાકા નાંખી બધી સામગ્રી સારી રીતે મિક્સ કરો. આ દરમિયાન તેલની આંચ ધીમી રાખો. આ ઈન્ડો ચાઇનીઝ ક્રિસ્પી ડ્રેગન પોટેટો પર છેલ્લે સફેદ તેલ અને લીલું કોથમીર ભભરાવો. શિયાળાની ઠંડીમાં ગરમાગરમ ક્રિસ્પી ડ્રેગન પોટેટો ખાવાની મજા પડશે.

ભોજન રેસીપી જીવનશૈલી