/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/05/children-calorie-chart.jpg)
Children Calorie Chart: બાળકોની ઉંમર વધવાની સાથે સાથે તેમની કેલેરીનું જરૂરીયાત પણ વધતી જાય છે. (Photo - Freepik)
Calorie Chart For Children According Age: બાળકોના શારીરિક અને માનસિક વિકાસ માટે જરૂરી છે કે બાળકો એવા સ્વસ્થ આહારનું સેવન કરે કે જેનાથી શરીરને પૂરતા પ્રમાણમાં પોષક તત્વો મળી રહે અને શરીર ઊર્જાવાન રહે. ખરાબ કે નબળો આહાર અને બગડતી લાઇફસ્ટાઇલના કારણે બાળકો નાની ઉંમરે જ ઓબેસિટી, કિડની અને ડાયાબિટીસનો શિકાર બની રહ્યા છે. બાળક જન્મ બાદ જ્યારથી ખાવાનું શરૂ કરે છે ત્યારે વધારે ધ્યાન બિન આરોગ્યપ્રદ ભોજન પર વધુ જોવા મળે છે.
બાળકો માટે હેલ્થ ટીપ્સ (Health Tips For Children)
હાલના બાળકો 3 કે 4 વર્ષની ઉંમરે જ બજારમાં વેચાતા બિનઆરોગ્યપ્રદ પેકેટ સ્નેક્સનું સેવન કરે છે અને ધીમે ધીમે તેની ઉંમર વધવાની સાથે તે ચાઇનીઝ, બર્ગર અને તેના જેવા ફેટ થી ભરપૂલ ફુડનું સેવન કરવા લાગે છે. આવી સ્થિતિમાં બાળકના શરીરમાં ચરબીનું પ્રમાણ વધવા લાગે છે. માતાપિતાએ તેમના બાળકને એવો આહાર આપવો જોઈએ તેનાથી તેમને ઉંમર પ્રમાણે પૂરતી કેલરી મળી રહે.
બાળકે દરરોજ કેટલી કેલેરીનું સેવન કરવું જોઇએ? (How Many Calories Should Child Daily According Age)
નેશનલ લાયબ્રેરી ઓફ મેડિસિન અનુસાર બાળકના શારીરિક અને માનસિક વિકાસ માટે કેલ્શિયમ, આયર્ન અને કેલેરીનું પૂરતું સેવન કરવું જરૂરી છે. બાળકોના ડાયટમાં કેલરીની વધતી માત્રા તેમને મેદસ્વીપણા અને ઘણા લાંબે ગંભીર બીમારીઓનો શિકાર બનાવી રહી છે.
અમેરિકન એકેડેમી ઓફ પેડિયાટ્રિક્સ ભલામણ કરે છે કે બાળકો 2 વર્ષની ઉંમરે ઓછી ચરબીવાળા અથવા ઓછી ચરબીવાળા દૂધનું સેવન કરવાનું શરૂ કરે. નાસ્તાના સમયે બાળકને પાણી પીવડાવો. બાળકમાં દૈનિક કેલરીની જરૂરિયાત બાળકની ઉંમર, તેના લિંગ અને શારીરિક એક્ટિવિટીના આધારે કરવામાં આવે છે.
બાળકોનો કેલેરી ચાર્ટ (Children Calorie Chart)
| બાળકની ઉંમર | દૈનિક કેલરીનું સેવન |
| 2 થી 3 વર્ષ | 2 થી 3 વર્ષના બાળકે દરરોજ 1000 થી 1400 કિલો કેલરીનું સેવન કરવું જોઇએ. |
| 4 થી 6 વર્ષ | 4 થી 7 વર્ષના બાળકને દરરોજ 14000 કિલો કેલરીની જરૂર પડે છે. |
| 7 થી 9 વર્ષ | 7 વર્ષના બાળકને સામાન્ય રીતે દરરોજ 1530 થી 1650 કિલો કેલરીની જરૂર હોય છે. |
| 10 વર્ષ | 10 વર્ષના બાળકને દૈનિક 1900 થી 2000 કિલો કેલરીની જરૂર પડી શકે છે, જે પુખ્ત વયના લોકોની જેમ જ હોય છે. |
| 11 થી 12 વર્ષ | 11 થી 12 વર્ષના બાળકોએ દૈનિક 1800 અને 2200 કિલો કેલરીનું સેવન કરવું જોઇએ. |
આ પણ વાંચો | આઇસ્ક્રીમ ખાવાની મજા ન બની જાય સજા ? Ice Creamમાં ભેળસેળ છે કે નહીં આવી રીતે ચેક કરો
ચાલો જાણીએ કે બાળકે ઉંમર પ્રમાણે રોજ કેટલી કેલરી લેવી જોઈએ. બાળકની ઉંમર સાથે કેલરીની જરૂરિયાત વધતી જાય છે. પુરતા પ્રમાણમાં કેલેરીનું સેવન કરવાથી હેલ્થ સારી રહે છે. બાળકના વિકાસની ગતિ દરમિયાન બાળકોના શરીરને જાળવી રાખવા માટે વધુ પ્રમાણમાં કેલરીની જરૂર પડે છે. ચાલો જાણીએ બાળકને ઉંમર પ્રમાણે કેટલી કેલરીની જરૂર હોય છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us