અઠવાડિયામાં કેટલી કસરત કરવી જરૂરી છે?

ફિટનેસ ટિપ્સ | શું લાંબા સમય સુધી જીમમાં રહેવું જરૂરી છે કે પછી ફિટ રહેવા માટે થોડી કસરત પૂરતી છે? અહીં જાણો નિષ્ણાતો શું કહે છે?

Written by shivani chauhan
September 03, 2025 09:44 IST
અઠવાડિયામાં કેટલી કસરત કરવી જરૂરી છે?
how many hours of exercise is right every day

Fitness Tips In Gujarati | આજકાલ ફિટનેસ (fitness) નો ક્રેઝ દરેક વ્યક્તિમાં જોવા મળે છે. કેટલાક દરરોજ જીમમાં કલાકો સુધી પરસેવો પાડે છે, જ્યારે કેટલાક દોડીને કે સાયકલ ચલાવીને પોતાની ફિટનેસ જાળવી રાખે છે. પરંતુ ઘણીવાર લોકોના મનમાં આ પ્રશ્ન આવે છે કે દરરોજ કેટલા કલાક વર્કઆઉટ કરવું યોગ્ય છે?

શું લાંબા સમય સુધી જીમમાં રહેવું જરૂરી છે કે પછી ફિટ રહેવા માટે થોડી કસરત પૂરતી છે? અહીં જાણો નિષ્ણાતો શું કહે છે?

અઠવાડિયામાં કેટલી કસરત કરવી જરૂરી છે?

વિશ્વ આરોગ્ય સંગઠન (WHO) અને CDC અનુસાર, ફિટ રહેવા માટે અઠવાડિયામાં ઓછામાં ઓછી 150 મિનિટ શારીરિક પ્રવૃત્તિ જરૂરી છે.એનો અર્થ એ કે જો તમે અઠવાડિયામાં 5 દિવસ જીમમાં જાઓ છો, તો તમારા માટે દરરોજ 30 મિનિટની કસરત પૂરતી છે.

આ તમને ફક્ત ફિટ જ રાખશે સાથે ક્રોનિક રોગોથી બચવામાં, મૂડ સુધારવામાં, સ્નાયુઓને મજબૂત બનાવવામાં અને સારી ઊંઘ મેળવવામાં પણ મદદ કરશે.

હાઇ-ઇન્ટેન્સિટી વર્કઆઉટ્સ કરતા લોકો માટે

જો તમે દોડવું, સાયકલિંગ અથવા હાઇ-ઇન્ટેન્સિટી વર્કઆઉટ્સ કરો છો, તો તમારે દરરોજ લાંબો સમય ફાળવવાની જરૂર નથી. અઠવાડિયામાં ફક્ત 75 મિનિટ વર્કઆઉટ પૂરતું છે. એટલે કે, 3 થી 4 દિવસ સુધી દરરોજ 20-25 મિનિટ હાઇ-ઇન્ટેન્સિટી કસરત કરીને, તમે ઉત્તમ ફિટનેસ પરિણામો મેળવી શકો છો.

સમય ઓછો હોય, તો આ રીતે ફિટ રહો

​​આજના ભાગદોડભર્યા જીવનમાં, દરેક પાસે જીમમાં જવાનો કે લાંબી કસરત કરવાનો સમય નથી હોતો. આવી સ્થિતિમાં, તમે દિવસભર નાના ભાગોમાં કસરત કરી શકો છો. સંશોધન મુજબ, સવારે 10 મિનિટ, બપોરના ભોજન પછી 10 મિનિટ અને રાત્રે રાત્રિભોજન પછી 10 મિનિટ ચાલવાથી તમે ફિટ રહી શકો છો.

Running on an Empty Stomach | ખાલી પેટ દોડવાથી શરીર પર શું અસર પડે છે? ફાયદા અને ગેરફાયદા જાણો

વજન ઘટાડવા માટે

જો તમારો ધ્યેય ફક્ત ફિટ રહેવાનો નથી, પરંતુ વજન ઘટાડવાનો અથવા સ્નાયુઓ બનાવવાનો છે, તો તમારે આ માટે વધુ મહેનત કરવી પડશે. આરોગ્ય નિષ્ણાતો વજન ઘટાડવા માટે દરરોજ 45-60 મિનિટ કસરત કરવાની ભલામણ કરે છે. આ સાથે, સંતુલિત આહાર અને હેલ્ધી લાઇફસ્ટાઇલ અપનાવવી પણ મહત્વપૂર્ણ છે.

ઓવરટ્રેનિંગ ટાળો

ઘણા લોકો જીમમાં કલાકો વિતાવે છે અને વિચારે છે કે સખત મહેનત કરવાથી ઝડપી પરિણામો મળશે. પરંતુ આ સાચું નથી. વધુ પડતી વર્કઆઉટ કરવાથી ઓવરટ્રેનિંગ થઈ શકે છે, જેના કારણે થાક, ચીડિયાપણું અને ઊંઘની સમસ્યાઓ થાય છે. તેથી, કસરતની સાથે આરામ અને સ્વસ્થતાનું પણ ધ્યાન રાખવું મહત્વપૂર્ણ છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ