Hair Tips: 1 દિવસમાં કેટલી વખત વાળ ઓળવા જોઈએ? રાત્રે સૂતા પહેલા માથામાં કાંસકો કરવાથી ફાયદો થાય છે? જાણો

Benefits Of Combing Hair Daily: વાળ સંબંધિત સમસ્યા વધી ગઇ છે. જેમ કે વાળ ખરવા, નાની ઉંમરમાં જ વાળ સફેદ થવા, વારંવાર ખોડો અને પછી માથાની ત્વચામાં ઇન્ફેક્શન. આવી સ્થિતિમાં, આ સમસ્યાઓને ધ્યાનમાં રાખીને માથાના વાળ ઓળવા કેમ જરૂરી છે ચાલો જાણીએ.

Written by Ajay Saroya
September 11, 2024 22:01 IST
Hair Tips: 1 દિવસમાં કેટલી વખત વાળ ઓળવા જોઈએ? રાત્રે સૂતા પહેલા માથામાં કાંસકો કરવાથી ફાયદો થાય છે? જાણો
Benefits Of Combing Hair Daily: વાળને સુંદર અને સ્વસ્થ રાખવા માટે દિવસમાં 2 વખત વાળ ઓળવા જોઇએ. (Photo: Freepik)

Benefits Of Combing Hair Daily: વાળી સ્ત્રી હોય કે પુરુષ દરેક વ્યક્તિની સુંદરતાનું મહત્વનું પાસું છે. વાળને સુંદર અને વ્યવસ્થિત રાખવા ખાસ કરીને મહિલાઓ ઘણા પ્રયત્ન કરતી હોય છે. તમારામાંથી મોટાભાગના લોકો દિવસમાં ફક્ત એક જ વાર અથવા ક્યાંક બહાર જવાનું હોય ત્યારે વાળ ઓળતા હોય છે. પરંતુ શું આ પ્રકારની આદત વાળ માટે યોગ્ય છે. તમારે તેના વિશે વિચારવું જોઈએ.

હકીકતમાં વાળ માટે કાંસકો કરવો એ માત્ર વાળને ઠીક કરવાનો જ એક માર્ગ નથી, પરંતુ તે વાળના સ્વાસ્થ્ય સાથે પણ સંબંધિત છે. આ એક આદત વાળના વિકાસને અસર કરી શકે છે અને કાંસકો ન કરવાથી પણ તમારા વાળના દેખાવને અસર થઈ શકે છે. આ ઉપરાંત વાળ ઓળવા વિશે પણ ઘણી વાતો છે, પરંતુ સૌથી પહેલા તો જાણી લો કે 1 દિવસમાં કેટલી વાર વાળ ઓળવા એટલે કે માથામાં કાંસકો કરવો જોઇએ.

1 દિવસમા કેટલીવાર વાળ ઓળવા જોઇએ?

વાળને દિવસમાં બે વાર ઓળવા જોઈએ – એક વાર સવારે અને એક વાર સાંજે. તે તેલ ગ્રંથીઓને ઉત્તેજીત કર્યા વિના ખોપરી ઉપરની ચામડીને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. જો કે, જો તમારા વાળ ખૂબ લાંબા, શુષ્ક અથવા ગૂંચવાયેલા હોય, તો તમારા વાળને દિવસમાં ત્રણ વખત કાંસકો કરો જેથી તમારા માથાની ચામડી કુદરતી તેલ ઉત્પન્ન કરવામાં મદદ મળે. જો તમારા વાળ ઓઈલી અને વાંકડિયા હોય તો દિવસમાં એક વખત કાંસકો કરો.

રાત્રે વાળ ઓળવાથી ફાયદો થાય છે?

રાત્રે વાળ ઓળવાથી કેટલાક ખાસ ફાયદા થાય છે. સૌ પ્રથમ તો તમે જ્યારે ઉંઘો છો ત્યારે અમુક વાળ ઢીલા થઇ જાય છે અને તૂંટી જાય છે, તેથી બધા ઢીલા વાળને દૂર કરવા માટે સવાર અને રાત્રે સૂતા પહેલા વાળ ઓળવા જરૂરી છે. તેથી, ઢીલા અને મૃત વાળને દૂર કરવા માટે દિવસમાં બે વાર માથામાં કાંસકો કરવો એ એક સરસ આદાત છે. આ ઉપરાંત રાત્રે વાળ ઓળવાથી વાળનું બ્લડ સર્કુલેશન સારું રહે છે અને ઓઇલ ગ્રંથિઓ સક્રિય હોય છે, જેનાથી વાળનું ટેક્સચર સુધરે છે.

આ પણ વાંચો |  ઘી તેલ કરતા વધુ ફાયદાકારક, દરરોજ સેવન કરવાથી શરીરને થશે આ 7 લાભ, જાણો

એટલે કે રાત્રે વાળમાં કાંસકો કરવાથી વાળનું ટેક્સચર સારું રહે છે અને વાળ ખરતા અટકે છે. તેથી રાત્રે વાળ ઓળી લો અને પછી ઢીલી ચોટલી બાંધી આરામથી સૂઈ જાઓ. આમ કરવાથી વાળનો વિકાસ થાય છે અને તેનો દેખાવ સુધરે છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ