/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/02/exercise-.jpg)
સતત ઘણા કલાકો સુધી બેસી રહેવાથી સ્થૂળતા સહિત ઘણી સમસ્યાઓ સામે આવે છે (તસવીર - ફ્રીપિક)
Health Tips : આજના સમયમાં મોટાભાગના લોકો ઓફિસમાં સિટિંગ જોબ (બેઠા બેઠા) કરતા હોય છે. જેમાં તેઓ 8થી 9 કલાક એક જગ્યાએ બેસીને પસાર કરતા હોય છે. આઈટી સેક્ટર, કોલ સેન્ટર, બેન્કિંગ જેવા બીજા ઘણા પ્રોફેશનમાં લોકો દિવસભર ખુરશી પર બેસી રહે છે, જેના કારણે તેમનો શારીરિક ગતિવિધિઓ સાથેનો સંપર્ક ઓછો થઇ જાય છે.
સતત ઘણા કલાકો સુધી બેસી રહેવાથી સ્થૂળતાની સમસ્યા તો વધે જ છે સાથે સાથે કમરનો દુખાવો, ડાયાબિટીસ, હૃદય રોગ અને બીજી ઘણી બીમારીઓનો ખતરો પણ વધી જાય છે. આવી સ્થિતિમાં આ જોખમને ઘટાડવા અને પોતાને ફીટ રાખવા માટે કસરત કરવી ખૂબ જ મહત્વપૂર્ણ બની જાય છે.
આવી સ્થિતિમાં પ્રશ્ન એ ઉભો થાય છે કે આ તમામ નુકસાનના જોખમને ઘટાડવા માટે કેટલો સમય કસરત કરવી જરૂરી છે? જો તમે પણ ઓફિસમાં બેસીને જોબ કરો છો તો જાણો કે તમારે કેટલી કસરત કરવી જોઈએ.
શું કહે છે એક્સપર્ટ્સ?
આ બાબતે બ્રિટિશ જર્નલ ઓફ સ્પોર્ટ્સ મેડિસિનમાં પ્રકાશિત થયેલા એક રિસર્ચના પરિણામો દર્શાવે છે કે જેમ શારીરિક પ્રવૃત્તિનો અભાવ તમને સમયની સાથે રોગોથી ઘેરી શકે છે, તેમ નિયમિત કસરત તમારી જાતને ફિટ રાખી શકે છે. આ માટે એક રિસર્ચ કરવામાં આવ્યું હતું.
જેમાં વૈજ્ઞાનિકોએ ચાર દેશોના 40,000 સહભાગીઓના ફિટનેસ ટ્રેકર ડેટા પર નજર કરી હતી. સંશોધકોને જણાવ્યું હતું કે દરરોજ માત્ર 30થી 40 મિનિટની મધ્યમ પ્રવૃત્તિ કરવાથી તમે આખો દિવસ બેસી રહેવાથી તમારા સ્વાસ્થ્ય પર થતી નકારાત્મક અસરોને દૂર કરી શકો છો.
એટલું જ નહીં આ માટે તમારી ક્ષમતા અનુસાર તમે 30થી 40 મિનિટ લાઇટ વોક અથવા હાઇ ઇન્ટેસિટી ઇંટરવલ ટ્રેનિંગ પણ કરી શકો છો.
આ પણ વાંચો - ઘરે દાળની નમકીન કેવી રીતે બનાવવી? શેફ પાસેથી જાણો આસાન રેસીપી
જર્નલ ઓફ ધ અમેરિકન હાર્ટ એસોસિએશન (એએચએ) ના અહેવાલ મુજબ જે લોકો 10 કલાક અથવા તેથી વધુ સમય માટે બેસે છે, તેઓએ આરોગ્ય પરની નકારાત્મક અસરોને ઘટાડવા માટે ઓછામાં ઓછા 1 કલાકની શારીરિક પ્રવૃત્તિ કરવી જોઈએ. આવા લોકો સ્ટ્રેચિંગ, બ્રિસ્ક વોકિંગ, સ્ક્વોટ્સ, જોગિંગ કે રનિંગ, સાઇકલિંગ જેવી એક્સરસાઇઝ કરી શકે છે.
આ સિવાય તમે કામની વચ્ચે 10થી 15 મિનિટનો બ્રેક લઈને ચાલી શકો છો. તમે દર અડધા કલાકે 2-3 મિનિટ ઊભા રહીને શરીરને સ્ટ્રેચ કરી શકો છો, લિફ્ટને બદલે સીડીનો ઉપયોગ કરી શકો છો અથવા ડેસ્ક પર બેસીને ગરદન, ખભા અને હાથની હળવી કસરત કરી શકો છો.
યાદ રાખો કે થોડી કસરત પણ તમારા શરીર માટે ફાયદાકારક છે. આવી સ્થિતિમાં, તમારા શરીરને શક્ય તેટલું સક્રિય રાખો અને તંદુરસ્ત જીવનશૈલી અપનાવો, તમારા સ્વાસ્થ્યને પ્રાધાન્ય આપો અને દૈનિક કસરતને તમારી ટેવ બનાવો.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us