/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/04/shower-1.jpg)
shower Tips For Summer : પ્રતિકાત્મક તસવીર. (Photo: Freepik)
Summer health Tips: ઉનાળામાં ગરમી દિવસેને દિવસે વધી રહી છે. રાજ્યમાં તીવ્ર ગરમીના પ્રકોપથી જનજીવન ખોરવાઈ ગયું છે. ઉનાળામાં પરસેવાથી લોકો પરેશાન છે. આવી સ્થિતિમાં, તડકા માંથી ઘરે પાછા ફર્યા પછી ઠંડા પાણીથી નહાવાનું મન થાય છે. ઘણા લોકોને લાગે છે કે નહાવાથી તેમના શરીરનું તાપમાન સામાન્ય થઈ જશે અને તેઓ રાહત અનુભવશે. પરંતુ શું તમે જાણો છો કે આ ભૂલ તમારા સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે. તડકા માંથી ઘરે પરત ફર્યા બાદ તરત જ સ્નાન કરવું યોગ્ય નથી. આવો જાણીએ તડકા માંથી આવ્યા બાદ કેટલા સમય બાદ સ્નાન કરવું જોઈએ.
તડકા માંથી પાછા આવ્યા બાદ સ્નાન કરવાથી શું થાય છે?
જ્યારે પણ કોઈ વ્યક્તિ ઉનાળાના તડકા માંથી ઘરે આવે છે ત્યારે તેના શરીરનું તાપમાન ખુબ જ વધારે હોય છે. આવી સ્થિતિમાં સ્નાન કરતી વખતે જ્યારે શરીર પર ઠંડુ પાણી રેડવામાં આવે છે ત્યારે અચાનક શરીરનું તાપમાન ઘટી જાય છે. તાપમાનમાં આ તાત્કાલિક ફેરફાર તમારા સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે. શરીરમાં ગરમી અને શરદી થવાને કારણે તાવ, ઉધરસ, ગળામાં દુખાવો, શરદી જેવી સમસ્યાઓ થઈ શકે છે.
તડકા માંથી પાછા આવ્યા બાદ માથા પર ઠંડુ પાણી ન રેડવું
ઘણી વખત તડકા માંથી આવ્યા બાદ લોકો સીધા જ બાથરૂમમાં પહોંચી જાય છે અને માથા પર ઠંડુ પાણી રેડી દે છે. આ ટેવ તમારા મગજના સ્વાસ્થ્ય માટે સારી નથી. જેનાથી બ્રેન ફ્રીઝ થઈ શકે છે. ગરમ માથામાં ઠંડુ પાણી રેડવાથી તમે અસ્વસ્થતા અનુભવી શકો છો.
તડકા માંથી પાછા આવ્યાના કેટલા સમય બાદ સ્નાન કરવું?
જ્યારે પણ તમે તડકા કે ગરમી માંથી ઘરે પાછા આવો ત્યારે સૌથી પહેલા પંખાની હવામાં તમારા પરસેવાને સુકાવા દો. આ પછી, 20-30 મિનિટનું અંતર રાખ્યા પછી જ સ્નાન માટે જાઓ. આ સમય દરમિયાન ઠંડા પાણીનો વધુ પડતો ઉપયોગ ન કરવો. ઉનાળામાં, સામાન્ય નવશેકા પાણીનો ઉપયોગ કરવાનો પ્રયાસ કરો. આમ કરવાથી શરીરનું તાપમાન સામાન્ય રહે છે. સાથે જ શરીરને નુકસાન પણ નથી થતું.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us