How To Check Egg Fresh Or Not : ઇંડા એક એવી ચીજ છે, જેનું શાકાહારી અને નોનવેજીટેરિયન લોકો સેવન કરે છે. ખાસ કરીને જીમ વર્કઆઉટ કરનાર લોકો પ્રોટીન માટે ઇંડા ખાય છે. શિયાળામાં ઘણા લોકો ઇંડા થાય છે. ઇંડાનું સેવન વિવિધ રીતે કરી શકાય છે, જેમ કે- કાચા, બાફીને, ઓમલેટ, ઇંડા કરી બને છે. જો કે બજારમાં વેચાતા ઇંડાનું સેવન કરતા પહેલા તે ફ્રેશ છે કે નહીં તે જાણવું જરૂરી છે. અહીં ઇંડા તાજા છે કે વાસી ચકાસવાની સરળ રીત આપી છે.
વાસી ઇંડા ખાવાના ગેરલાભ
બગડેલા, વાસી કે બહુ જુના ઇંડા ખાવા સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઇ શકે છે. આવા ઇંડા ખાવાથી પેટમાં દુખાવો, ઉલટી કે ફૂડ પોઇનિંગ થઇ શકે છે. ખાસ કરીને નાના બાળકો અને વૃદ્ધો માટે બગડેલા ઇંડાનું સેવન શરીરને નકસાન પહોંચાડે છે.
ઇંડા તાજા છે કે વાસી ચકાસવાની રીત : Egg Freshness Test
ઇંડા પાણીમાં ડુબાડો – સૌથી સરળ અને વિશ્વાસપાત્ર રીત
- એક ગ્લાસમાં પાણી ભરો, પછી તેમાં ઇંડું નાંખો
- પાણીમાં ડુબી જાય – ઇંડુ તાજું છે
- પાણીમાં ઉભું રહે – ઇંડુ થોડુંક જુનું છે, પણ ખાવા યોગ્ય છે
- પાણીમાં તરે – ઇંડુ ખરાબ થઇ ગયું છે, ખાવા યોગ્ય નથી
ઇંડાની જરદીનો રંગ
- ઇંડુ ફોડવાથી તેની ગુણવત્તા જાણી શકાય છે
- ઇંડાની જરદી સામાન્ય, ગોળ, ઘટ્ટ અને સ્વચ્છ હોય તો તે તાજું છે
- લાલ ડાઘ, કાળા કે લીલા નિશાન દેખાય તો ઇંડુ ખરાબ છે, તે ખાવું નહીં
ઇંડાની ગંઘ
- તાજા ઇંડાની ગંઘ આવતી નથી
- ઇંડા માંથી તીવ્ર ગંઘ આવતી હોય તો સમજવું કે તે બગડી ગયું છે અને ખાવા લાયક નથી
- ઇંડુ હાથમાં લઇ સહેજ હલાવો, જો તેમાથી પાણી જેવો અવાજ આવે તો તે બગડેલું છે
- જો ઇંડા માંથી કોઇ અવાજ ન આવે તો તે તાજું ઇંડુ છે, કારણ કે તેની જરદી અને સફેદી કઠણ હોય છે
ઇંડા કેવી રીતે સ્ટોર કરવા : How Store Egg At Home
- ઇંડા હંમેશા ફ્રિજમાં રાખો
- ઘરની અંદર સામાન્ય રૂમ તાપમાન પર વધારે સમય સુધી રાખવા નહી
- ઇંડાના પેકેટ પર એક્સપાયરી તારીખ જરૂર ચેક કરવી





