Ripe Pomegranates : પાકેલા દાડમની પસંદગી આ રીતે કરો, જાણો એક્સપર્ટ પાસેથી ટિપ્સ

Ripe Pomegranates : જ્યારે દાડમ ખરીદવાની વાત આવે છે, ત્યારે એ જાણવું ખૂબ જ જરૂરી છે કે તે પાકેલું છે કે નહિ, કારણ કે માત્ર પાકેલા દાડમનો સ્વાદ જ સારો હોય છે

Written by shivani chauhan
March 28, 2024 11:01 IST
Ripe Pomegranates : પાકેલા દાડમની પસંદગી આ રીતે કરો, જાણો એક્સપર્ટ પાસેથી ટિપ્સ
how to choose ripe pomegranates : પાકેલા દાડમ ફાયદા પાકેલા દાડમ કેવી રીતે પસંદ કરવા (Canva)

Ripe Pomegranates : માર્કેટમાં આપણે ક્યારે ફળ ખરીદવા જઇયે છીએ ત્યારે આપણામાંથી ઘણાને ફળ ખરીદતી વખતર ખબર હોતી નથી કે ફળ પાક્યું છે કે નહીં. પાકેલા ફળોનો સ્વાદ વધુ સારો હોય છે અને તે વધુ પૌષ્ટિક અને ફાઈબરથી ભરપૂર હોઈ શકે છે. ઘણા ફળો પૈકીનું આવું જ એક ફળ છે દાડમ.

હેલ્થ એપક્સર્ટએ જણાવ્યું કે, “જ્યારે દાડમ ખરીદવાની વાત આવે છે, ત્યારે એ જાણવું ખૂબ જ જરૂરી છે કે તે પાકેલું છે કે નહિ, કારણ કે માત્ર પાકેલા દાડમ (Ripe Pomegranates) નો સ્વાદ જ સારો હોય છે.”

how to choose ripe pomegranates health benefits summer diet health tips
how to choose ripe pomegranates : પાકેલા દાડમ ફાયદા પાકેલા દાડમ કેવી રીતે પસંદ કરવા (Canva)

આ પણ વાંચો: Summer Fruits : ગરમીમાં કરો આ ફ્રૂટ્સનું સેવન, હાઈડ્રેટેડ રહેશો

ઉનાળામાં દાડમ શા માટે ખાવું જોઈએ?

  • ઉનાળામાં કાળઝાળ ગરમી પડે છે ત્યારે આ સીઝનમાં દાડમ ખાવાના ઘણા ફાયદા છે.
  • તે પોષક તત્વો અને વિટામીન C, E, K તેમજ ફોલેટ અને પોટેશિયમથી ભરપૂર છે. દાડમ પોલીફેનોલ્સ શક્તિશાળી એન્ટીઑકિસડન્ટ તરીકે કામ કરે છે.
  • તે બળતરા અથવા સોજો ઘટાડે છે અને કોષોને નુકસાનથી બચાવે છે.
  • દાડમમાં રહેલું ફાઈબર બળતરા ઘટાડીને પાચનમાં મદદ કરે છે અને આંતરડાની તંદુરસ્તી જાળવવામાં મદદ કરે છે. જે IBS (ઇન્ફ્લેમેટરી બોવેલ સિન્ડ્રોમ) અને ક્રોહન રોગ જેવી પરિસ્થિતિઓ માટે ફાયદાકારક છે.
  • કેટલાક સંશોધન અહેવાલો સૂચવે છે કે ‘દાડમ યાદશક્તિ સુધારી શકે છે.’
  • આ ઉપરાંત,એક અભ્યાસ મુજબ જાણવા મળ્યું કે ‘દાડમના રસનો દૈનિક વપરાશ પ્રોસ્ટેટ કેન્સરના કોષોની વૃદ્ધિને ઘટાડી શકે છે.

દાડમનો ડાયટમાં આ રીતે કરો સમાવેશ

સમર ડાયટમાં સલાડ, સ્મૂધી અથવા વિવિધ વાનગીઓમાં ગાર્નિશ તરીકે પાકેલા દાડમના દાણાનો ઉપયોગ કરો. તમે આ તાજા રસદાર દાડમનો સ્વાદ માણી શકો છો અને તેના અસંખ્ય સ્વાસ્થ્ય ફાયદા મેળવી શકો છો.

ઇન્સ્ટાગ્રામ પર એક વિડિયો શેર કરતા શેફ દિવ્યા બુટાનીએ કેટલીક ટિપ્સ શેર કરી છે જે તમને યોગ્ય દાડમ પસંદ કરવામાં મદદ કરી શકે છે.

આ પણ વાંચો: Okra Water : શું ભીંડાનું પાણી ખરેખર સ્વાસ્થ્ય પર હકારાત્મક અસર કરી શકે? જાણો

પાકેલા દાડમને કેવી રીતે ઓળખવું?

  • દાડમનો શેપ તપાસો – પાકેલા દાડમને પસંદ કરતી વખતે, તેનો શેપ ષટ્કોણ હોવો જોઈએ, જેમાં તેની કિનારીઓ સ્પષ્ટ દેખાય છે. જે પાક્યું નથી તે સરળ અને ગોળાકાર હશે, તેમાં કોઈ કિનારીઓ સ્પષ્ટ દેખાશે નહીં.
  • દાડમનું વજન તપાસવું જોઈએ. જો દાડમમાં બધા જ રસદાર દાણા હોય તો તે ભારે છે અને જો ન હોય તો તે પાકેલા નથી. દાડમ પસંદ કરતી વખતે, તેના વજન અને શેલની સ્થિતિ પર ધ્યાન આપો.
  • દાડમ તેની સાઈઝમાં ભારે લાગવું જોઈએ. આવા દાડમ અંદર રસદાર દાણા દર્શાવે છે. આ ઉપરાંત, તેનું બહારનું આવરણ સરળ હોવું જોઈએ.
  • દાડમનો અવાજ ચેક કરવો જોઈએ. જ્યારે તમે દાડમને ટેપ કરો છો, જો તે દાણાથી ભરેલું હોય, જો તે ગાઢ અને ઓછા બીજ હોય ​​તો તે ખોખલું લાગશે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ