Ironing Tips: ઇસ્ત્રી પર દાઝેલા કપડાની કાળાશ જામી ગઇ છે? આ 3 સરળ રીતે જિદ્દી ડાઘ સાફ કરો

How To Remove Burnt From Pressing Iron Plate : ઇસ્ત્રી કરતી વખતે કપડું બળી જાય તો તેની કાળાશ સાફ કરવી જરૂરી છે, જેથી અન્ય કપડાં પર કાળો ડાઘ ન પડે. અહીં 3 સ્માર્ટ ટીપ્સ આપી છે, જેને અનુસરી દાઝેલી ઇસ્ત્રીની સપાટી ચકચકીત કરી શકાય છે.

How To Remove Burnt From Pressing Iron Plate : ઇસ્ત્રી કરતી વખતે કપડું બળી જાય તો તેની કાળાશ સાફ કરવી જરૂરી છે, જેથી અન્ય કપડાં પર કાળો ડાઘ ન પડે. અહીં 3 સ્માર્ટ ટીપ્સ આપી છે, જેને અનુસરી દાઝેલી ઇસ્ત્રીની સપાટી ચકચકીત કરી શકાય છે.

author-image
Ajay Saroya
New Update
iron bottom stains clean tips

Ironing Tips: ઇસ્ત્રી પર દાઝેલા કપડાની કાળાશ જામી ગઇ છે? આ 3 સરળ રીતે સાફ કરો Photograph: (AI Generated Images)

How To Remove Burnt From Pressing Iron Plate : કપડાં ધોયા બાદ કરચલી પડી જાય છે, તે દૂર કરવા માટે ઇસ્ત્રી કરવામાં આવે છે. ઇસ્ત્રી કરવાથી કપડા એકદમ સુઘડ અને કડક થઇ જાય છે. જો કે ઘણી વખત પ્રેસ વધારે ગરમ થતા કપડા બળી જાય છે. કપડા પર પ્રેસ ચોંટી થવાથી પર કાળો ડાઘ પડી જાય છે. અથવા જો ઇસ્ત્રી વધારે જૂની અને કાટ વાળી હોય તો પણ પ્રેસ કરતી વખતે કપડા પર કાળા ડાઘ પડી જાય છે. ઇસ્ત્રીની સપાટી પર કાળાશ હોય તો પણ કપડા પર ચોંટી જાય છે. 

Advertisment

આવી ઇસ્ત્રી વારંવાર કપડાં બાળે છે. આ કિસ્સામાં, પ્રેસની નીચીની સપાટી એટલે કે લોખંડની પ્લેટને સાફ કરવી પડે છે. આ કામ સાવધાનીપૂર્વક કરવાની જરૂર છે. તેને ધારદાર ચીજ વડે સાફ કરવાથી ખરબચડી થઇ શકે છે. જો તમે કપડું બળી જવાથી બચાવવા માંગતા હોવ તો અહીં અમે તમને કેટલીક રીતો જણાવવા જઈ રહ્યા છીએ જેના દ્વારા તમે પ્રેસની પ્લેટ પરની કાળાશ સાફ કરી શકો છો.

લીંબુનો રસ લગાવો

જો ઇસ્ત્રી કરતી વખતે કપડું બળીને ચોંટી જાય અથવા કાળાશ જામી જાય તો તેને દૂર કરવા માટે, પહેલા તમારે લોખંડની પ્લેટમાં લીંબુનો રસ લગાવવો જોઈએ. આમ કરવાથી આ ડાઘ આછા થવા લાગે છે. ડાઘની પકડ નબળી પડવા લાગે છે, જેથી તે સાફ કરવું સરળ બની જાય છે.

બેકિંગ સોડાનો ઉપયોગ કરો

ડાઘ સાફ કરવામાં બેકિંગ સોડા મદદરૂપ થશે. બેકિંગ સોડામાં થોડુંક પાણી ઉમેરો અને દ્રાવણ બનાવો. તેને પ્રેસની બળી ગયેલી સપાટી પર લગાવો. તેને સ્પોન્જ વડે લગાવો. તેના થોડા સમય પછી તેને સ્પોન્જ વડે હળવા હાથે ઘસો. તેને થોડી વાર માટે આ રીતે છોડી દો અને પછી તેને ભીના કપડાથી સાફ કરો. કાળા ડાઘ દૂર થશે.

Advertisment

ટૂથપેસ્ટ થી સાફ કરો

જો આ ઉપાય કર્યા બાદ પણ ડાઘ રહી જાય તો તે જગ્યા પર ટૂથપેસ્ટ લગાવો. ત્યારબાદ જૂના ટૂથબ્રશ થી પ્રેસની પ્લેટને ઘસો અને સુકા કપડા વડે સાફ કરી લો. આ તમામ પગલાં લેતા પહેલા ઇસ્ત્રી ઠંડી થવા દો અને તેનો પ્લસ સ્વિચ બોર્ડ માંથી કાઢી લો. 

જીવનશૈલી