Sadhguru Health Tips For Colon Cleanse : પેટને શરીરનું સૌથી મહત્વપૂર્ણ અંગ માનવામાં આવે છે, કારણ કે જે વ્યક્તિને પેટ સાફ રહે છે સ્વસ્થ્ય રહે છે. પેટનું સ્વાસ્થ્ય આપણા સંપૂર્ણ સ્વાસ્થ્યને અસર કરે છે, પરંતુ આજકાલ લોકો પેટના સ્વાસ્થ્યની સતત અવગણના કરી રહ્યા છે. લોકોની ખાણીપીણી અને જીવનશૈલી એટલી ખરાબ થઈ રહી છે કે ખાવાના નામે તેઓ કંઈ પણ ગળી જાય છે. લોકોને પેટ ભરવાથી મતલબ છે, ભૂખ ન હોય તો પણ લોકો ઘણુ બધુ ખાઇ લે છે, જેની સીધી અસર તેમના આંતરડાના સ્વાસ્થ્ય અને સંપૂર્મ શરીરના આરોગ્ય પર પડે છે.
વધારે તેલવાળા અને જંક ફૂડનું વધુ પડતું સેવન પાચનક્રિયાને બગાડે છે. લોકો કબજિયાત, અપચો અને ગેસ જેવી સમસ્યાઓનો ભોગ બની રહ્યા છે. શરીરમાં આંતરડામાં ગંદકી જમા થવા લાગી છે જેના કારણે અનેક બીમારીઓ થાય છે.
સદગુરુ જગ્ગી વાસુદેવના મતે, જો તમે પેટ સાફ નથી રાખતા તો મનને સંતુલિત રાખવું મુશ્કેલ છે. પેટ સાફ કરવાથી તમારું મન સ્વસ્થ રહે છે અને તમે હળવાશ અનુભવો છો. આયુર્વેદમાં કોઈપણ રોગની સારવાર પેટથી જ શરૂ થાય છે.
જ્યારે આંતરડાની તંદુરસ્તી બગડે છે, ત્યારે પેટમાં ખેંચાણ, પેટ ફૂલવું, ભૂખ ન લાગવી, ઉલટી અને ઉબકા, મળ અને ગેસ પસાર કરવામાં મુશ્કેલી જેવા લક્ષણો દેખાય છે. પેટના આંતરડા સાફ કરવા માટે, તમે અમુક ઘરગથ્થુ ઉપચાર કરીને તમારા પેટના આંતરડાના સ્વાસ્થ્યને સુધારી શકો છો. ચાલો આપણે સદગુરુ પાસેથી જાણીએ કે પેટના આંતરડાને સાફ રાખવા માટે કયા ઉપાય અપનાવી શકીએ છીએ.
ખાલી પેટ લીમડાનું સેવન કરો
ઔષધીય ગુણોથી ભરપૂર એવા લીમડાનું સેવન સ્વાસ્થ્ય પર ચમત્કારી અસર કરે છે. ઠંડો પ્રકૃતિનો લીમડો પાચનક્રિયાને યોગ્ય રીતે કરવામાં અને આંતરડાને સાફ કરવામાં ખૂબ જ અસરકારક સાબિત થાય છે. જો લીમડાના પાનમાંથી બનેલી ગોળી દરરોજ સવારે લેવામાં આવે તો તે આંતરડાને સંપૂર્ણ રીતે સાફ કરવામાં મદદ કરે છે. તેનું સેવન કરવાથી આંતરડામાં જમા થયેલી ગંદકી સ્ટૂલના રૂપમાં બહાર આવે છે. લીમડાનું સેવન પેટમાંથી ઝેરી તત્વોને દૂર કરવામાં ખૂબ જ અસરકારક સાબિત થાય છે. લીમડાના સેવનથી આંતરડામાં રહેલા કીટાણુઓનો નાશ થાય છે.
હળદરથી આંતરડાને સાફ કરો
હળદર પાચનક્રિયાને સ્વસ્થ રાખવા માટે દવાની જેમ કામ કરે છે. વિવિધ સમસ્યાઓના નિવારણ માટે લગભગ ચાર હજાર વર્ષથી હળદરનું સેવન કરવામાં આવે છે. હળદર ચેપ અટકાવે છે, બળતરા ઘટાડે છે અને પેટની પાચનક્રિયાની સમસ્યાઓની સારવાર કરે છે. જો હળદરવાળા દૂધનું સેવન કરવામાં આવે તો તેનાથી સ્વાસ્થ્ય માટે અગણિત ફાયદા થાય છે.
આ પણ વાંચો | ડાયટમાં કેટલા ફળનો સમાવેશ કરવો, સિઝનલ ફળના સેવનથી શરીરને શું ફાયદો થશે? જાણો સદગુરુની હેલ્થ ટીપ્સ
ત્રિફળાના સેવનથી આંતરડાનું સ્વાસ્થ્ય સુધારો
ત્રિફળા પાવડર એક શક્તિશાળી દવા છે જે આંતરડામાં સડી રહેલા મળને બહાર કાઢવામાં અસરકારક સાબિત થાય છે. તે પાચનતંત્રમાં સ્નાયુઓને ઉત્તેજીત કરીને અને આંતરડામાંથી સ્ટૂલને બહાર કાઢવામાં મદદ કરે છે. ત્રિફળાનું સેવન કરવાથી તમે આંતરડાની ગંદકી દૂર કરી શકો છો.