પાણીની બોટલ ક્યારે અને કેવી રીતે સાફ કરવી જોઈએ, એકદમ સરળ રીત

Water Bottles Cleaning Tips : લોકો સ્ટીલની બોટલથી લઈને પ્લાસ્ટિક અને કાચની બોટલોમાં પાણી પીવે છે. જેટલું પાણીને ક્લિન હોવું જરૂરી છે, તેટલી જ બોટલની નિયમિત સફાઈ પણ જરૂરી છે. ચાલો જાણીએ દરરોજ ઉપયોગમાં લેવાતી પાણીની બોટલને કેટલા દિવસો પછી સાફ કરવી જોઈએ.

Water Bottles Cleaning Tips : લોકો સ્ટીલની બોટલથી લઈને પ્લાસ્ટિક અને કાચની બોટલોમાં પાણી પીવે છે. જેટલું પાણીને ક્લિન હોવું જરૂરી છે, તેટલી જ બોટલની નિયમિત સફાઈ પણ જરૂરી છે. ચાલો જાણીએ દરરોજ ઉપયોગમાં લેવાતી પાણીની બોટલને કેટલા દિવસો પછી સાફ કરવી જોઈએ.

author-image
Ashish Goyal
New Update
Water Bottles Cleaning Tips

જેટલું પાણીને ક્લિન હોવું જરૂરી છે, તેટલી જ બોટલની નિયમિત સફાઈ પણ જરૂરી છે

Water Bottles Cleaning Tips : પાણીની બોટલનો ઉપયોગ લગભગ દરેક ઓફિસ અને જિમમાં જતા લોકો દ્વારા કરવામાં આવે છે. આ સાથે શાળાના બાળકો પણ બોટલમાંથી પાણી પીવે છે. લોકો સ્ટીલની બોટલથી લઈને પ્લાસ્ટિક અને કાચની બોટલોમાં પાણી પીવે છે. જેટલું પાણીને ક્લિન હોવું જરૂરી છે, તેટલી જ બોટલની નિયમિત સફાઈ પણ જરૂરી છે. ચાલો જાણીએ દરરોજ ઉપયોગમાં લેવાતી પાણીની બોટલને કેટલા દિવસો પછી સાફ કરવી જોઈએ.

Advertisment

ઘણા લોકો પાણીની બોટલને સાફ કરવાની જરૂર માનતા નથી. પરંતુ આ આદત હાનિકારક સાબિત થઈ શકે છે. બોટલને લાંબા સમય સુધી ન ધોવાથી તેમાં બેક્ટેરિયા વધી શકે છે. સાથે જ પાણીનો સ્વાદ પણ બગડી શકે છે અને તેનાથી તમારા સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડી શકે છે. પાણીની બોટલને નિયમિતપણે સાફ કરવી વધુ સારું છે. જો તે શક્ય ન હોય તો તેને લગભગ 2-3 દિવસમાં ધોઈ નાખવી જોઈએ.

પાણીની બોટલ કેવી રીતે સાફ કરવી

બોટલની બહારની બાજુમાં સ્પંજ અને ગરમ પાણીમાં ડિશવોશ લિક્વિડ મિક્સ કરીને સાફ કરો. જ્યારે તમે અંદરની બાજુને સાફ કરવા માટે બ્રશનો ઉપયોગ કરી શકો છો. બોટલની અંદર હાથ પહોંચી શકતો નથી. જેથી તમે બોટલ ક્લીનિંગ બ્રશને રાખો. જેથી અંદરથી સાફ કરવી સરળ બનશે.

આ ભાગોની સફાઇ જરૂરી

બોટલની ઉપરનો ભાગ, સ્ટ્રો અને ખૂણાને સારી રીતે સાફ કરવું આવશ્યક છે. તેને બ્રશની મદદથી ઘસીને સાફ કરી શકો છો. સાફ કર્યા પછી બોટલને તડકામાં સૂકવવા દો. સિલિકોન ભાગની નીચે ભેજ રહે છે તો ફંફુદી લાગવાનું જોખમ વધારે છે.

Advertisment

આ પણ વાંચો - ઉનાળામાં કેટલું પાણી પીવું જોઈએ? શારીરિક પ્રવૃત્તિ પ્રમાણે પાણીનું સેવન કેવી રીતે નક્કી કરવું? જાણો

સફાઈને સરળ બનાવવા માટે

  • સિંકની નજીક એક અલગ બોટલ બ્રશ રાખો, જેથી તમારે વારંવાર શોધવાની જરૂર ના પડે.
  • જો તમે વધુ ટ્રાવેલ વધારે કરો છો તો તમે આ માટે નાના અને પોર્ટેબલ બ્રશનો ઉપયોગ કરી શકો છો.
  • બોટલ સાફ કરવાની ટેબ્લેટ્સ પણ આવે છે. ખાસ કરીને જ્યારે તમે બહાર હોવ ત્યારે તમે તેનો ઉપયોગ કરી શકો છો.

દુર્ગંધ દૂર કરવા અપનાવો આ રીત

જો બોટલમાંથી દુર્ગંધ આવે છે તો તમે તેને દૂર કરવા માટે બેકિંગ સોડા અને લીંબુનો ઉપયોગ કરી શકો છો. આ બંનેમાં કુદરતી સફાઈ ગુણો હોય છે, જે સફાઈની સાથે દુર્ગંધ પણ દૂર કરી શકે છે. આ માટે બોટલમાં એક ચમચી બેકિંગ સોડા અને લીંબુનો રસ મિલાવી લો. હવે તેમાં નવશેકું પાણી મેળવી સારી રીતે હલાવો. તેને 15-20 મિનિટ પછી ધોઈ લો. દુર્ગંધ સરળતાથી દૂર કરી શકાશે.

health tips જીવનશૈલી