How To Connect Phone With TV : તમારું સ્માર્ટ ટીવી હવે માત્ર શો અને મૂવીઝ જોવા માટે એક સ્ક્રીન નથી, પરંતુ તે એક મલ્ટિ ફંક્શનલ હબ છે જે તમારા સ્માર્ટફોન સાથે કનેક્ટ થાય ત્યારે ઘણી બાબતો કરી શકે છે. તમારી પાસે નવું સ્માર્ટ ટીવી હોય કે જૂનું મોડેલ, તમારા ફોનને સ્માર્ટ ટીવી સાથે કનેક્ટ કરવાથી તમે મોટી સ્ક્રીન પર વિવિધ પ્રકારના કન્ટેન્ટ જોઈ શકો છો. તેમા વીડિયો કે ફિલ્મ જોવા, મોબાઇલ ગેમ રમવી, ગૂગલ મીટ પર મીટિંગ અથવા મિત્રો અને પરિવાર સાથે ફોટા શેર કરવા જેવી બાબતો શામેલ છે.
હવે સ્માર્ટ ટીવીનો ઉપયોગ પ્રેઝન્ટેશન કાસ્ટ કરવા માટે થઈ શકે છે. સૌથી મહત્વની વાત એ છે કે સ્માર્ટ ટીવીની મદદથી તમે ઓટીટી પ્લેટફોર્મ કન્ટેન્ટને સ્ટ્રીમ કરી શકો છો. તમારા ફોનને મીડિયા સેન્ટરમાં ફેરવીને, તમે વધારાના સ્ટ્રીમિંગ ડિવાઇસની જરૂરિયાતને પણ ઘટાડી શકો છો.
તમે તમારા ફોનને સ્માર્ટ ટીવી સાથે બે રીતે કનેક્ટ કરી શકો છો – વાયરલેસ (વાયર વિના) અથવા વાયર્ડ (કેબલ સાથે). તમે તમારી જરૂરિયાત અનુસાર વિકલ્પ પસંદ કરી શકો છો. વાયરલેસ કનેક્શન માટે, યુઝર્સ ગૂગલ કાસ્ટ અને એરપ્લે જેવા સ્ક્રીન મિરરિંગ ફીચર્સનો ઉપયોગ કરી શકે છે. બંને રીતે, તમે ટીવી પર તમારા ફોનની સ્ક્રીન જોઈ શકો છો, જે વિડિયો જોવા, ફોટા બતાવવા અથવા ગેમ રમવા માટે યોગ્ય છે.
એન્ડ્રોઇડ ફોનને સ્માર્ટ ટીવી સાથે કેવી રીતે કનેક્ટ કરવો?
નોંધનિય છે કે, એન્ડ્રોઇડ ફોનને સ્માર્ટ ટીવી સાથે કનેક્ટ કરવું ખૂબ જ સરળ છે. ફક્ત ખાતરી કરો કે તમારા બંને ડિવાઇસ એક જ વાઇ-ફાઇ નેટવર્ક પર છે. જાણો કનેક્ટ કરવાની રીત :
- સૌ પ્રથમ, તમારા ફોનની Quick Settings પર જાઓ
- પછી Smart View, Cast કે Screen Mirroring વિકલ્પ પસંદ કરો
- હવે ફોનને કનેક્ટ કરવા માટે ટીવી પર દેખાતા Prompts કન્ફર્મ કરો
સ્માર્ટ ટીવીને આઇફોન સાથે કેવી રીતે કનેક્ટ કરવું?
AirPlay નો ઉપયોગ કરીને તમારા ડિવાઇસને કનેક્ટ કરવા માટે, ખાતરી કરો કે તમારું આઇફોન અને એરપ્લે સપોર્ટેડ સ્માર્ટ ટીવી એક જ વાઇ ફાઇ નેટવર્ક પર છે.
- ત્યાર પછી Control Centre કે સપોર્ટેડ એપ દ્વારા AirPlay આઈકન પર ટેપ કરો
- ઉપલબ્ધ ડિવાઇસમાંથી સ્ક્રીન મિરરિંગ માટે તમારા એપલ ટીવી, એરપ્લે સપોર્ટેડ સ્માર્ટ ટીવી અથવા મેક પસંદ કરો
Chromecast દ્વારા ટીવીને કેવી રીતે કનેક્ટ કરવું?
- YouTube, Netflix કે Prime જેવી કોઇ પણ એપ્લિકેશન ખોલો
- ત્યાર પછી Cast આઈકન પર ટેપકરો
- હવે તમારી સ્ક્રીન પર દેખાતી યાદીમાંથી ટીવીનો મોડેલ નંબર પસંદ કરો
વાયર સાથે જિયો ફોનને સ્માર્ટ ટીવી સાથે કેવી રીતે કનેક્ટ કરવો?
વાયર્ડ સેટઅપ માટે તમારા ફોનની સાથે સપોર્ટ કરતો HDMI એડેપ્ટરનો ઉપયોગ કરો. એન્ડ્રોઇડ ફોન ઉપરાંત હવે આઇફોન મોડલમાં પણ યુએસબી ટાઇપ સી પોર્ટ આવે છે.
તમારા ફોનમાં એડેપ્ટરને પ્લગ કરો
- HDMI કેબલનો બીજો છેડો તમારી ટીવીના HDMI પોર્ટમાં લગાવો
- ત્યારબાદ ટીવીને કેબલ સાથે કનેક્ટ કરો
- ટીવી ચાલુ કરો અને યોગ્ય HDMI ઇનપુટ પસંદ કરો
તમને જણાવી દઈએ કે વાયર્ડ સેટઅપ એવા સ્થળો માટે સારું છે જ્યાં વાઇફાઇ નબળું છે અને તમે બફરિંગ વગર કન્ટેન્ટ જોવા માંગો છો.





