Peanuts : શું તમને વારંવાર ભુખ લાગે છે અને તમે ક્રેવિંગ સંતોષવા નાસ્તમાં મગફળી (Peanuts) ખાઓ છો? તો અન્ય ખાદ્યચીજ જેમ મગફળીનું વધુ પડતું સેવન તમારા સ્વાસ્થ્ય માટે સારું ન હોઈ શકે. હેલ્થ એક્સપર્ટ અનુસાર, મગફળીનું વધુ પડતું સેવન અફલાટોક્સિનને કારણે યકૃતને નુકસાન પહોંચાડી શકે છે. અફલાટોક્સિનએ ચોક્કસ મોલ્ડ દ્વારા ઉત્પાદિત ઝેર છે જે મગફળીને બગાડી શકે છે.
અફલાટોક્સિન એક્સપોઝરને લીવર ડેમેજ અને લીવર કેન્સર સાથે પણ જોડવામાં આવ્યું છે. મગફળીનું પ્રમાણસર સેવન કરવું જોઈએ અને એફલાટોક્સિન દૂષણના જોખમને ઘટાડવા માટે તેનું સેવન પ્રમાણસર કરવું જરૂરી છે.

આ પણ વાંચો: International Womens Day 2024 : મહિલાઓએ વધતી ગંભીર બીમારીઓથી બચવું જરૂરી
મગફળી ખાવાના ફાયદા
- મગફળી સ્વાસ્થ્ય માટે ગુણકારી માનવામાં આવે છે તે ઘણા હેલ્થ બેનેફિટ્સ ધરાવે છે.
- તે ભૂખ લાગે ત્યારે અનુકૂળ નાસ્તો છે જેમાં પ્રોટીન, ફાઇબર અને એન્ટીઑકિસડન્ટો વધુ હોય છે જેથી તે ભૂખને કંટ્રોલ કરવામાં મદદ કરે છે.
- કેલરી વધુ હોવા છતાં તે વેઇટ લોસને કંટ્રોલ કરવા માટે ફાયદાકારક હોઈ શકે છે. પ્રોટીન, ફાઇબરનું મિશ્રણ અને હેલ્થી ફેટ્સ તમારું પેટ ભરેલું રાખે છે જે બિનજરૂરી ક્રેવિંગ ઘટાડવામાં મદદ કરી શકે છે.
- તેમાં આવશ્યક એમિનો એસિડ, વિટામિન્સ જેવા કે E, રિબોફ્લેવિન, B9 અને ઘણા બધા એન્ટીઑકિસડન્ટો અને ફિનોલ્સ હોય છે.
- ફાઇબર ઉપરાંત તેમાં મોનો અને પોલી-અસંતૃપ્ત ફેટી એસિડ્સ, ઓમેગા -3 ફેટી એસિડ્સ, ખનિજો અને આવશ્યક એમિનો એસિડ્સ પણ છે.
- આ ઘટકો યકૃતને સ્વસ્થ રાખવામાં અને ક્રોનિક લિવર રોગને રોકવામાં મદદ કરે છે.
આ પણ વાંચો: Water Cooking : શું તેલ વિના રસોઈ કરવી શક્ય છે? ‘વોટર કુકિંગ’નો ટ્રેન્ડ વધ્યો,જાણો આ ટેક્નિક વિષે
મગફળીનું વધુ પડતું સેવન યકૃતને અસર કરે?
જો મગફળીને યોગ્ય જગ્યાએ મુકવામાં ન આવે તો તેના પર ફૂગ કે મોલ્ડ વધી શકે છે જે અફલાટોક્સિન પેદા કરી શકે છે જે યકૃતને ખુબજ નુકસાન પહોંચાડે શકે છે. ડૉ. ગુડેએ જણાવ્યું હતું કે ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ (ICMR) લખનૌ મુજબ, ભારતમાં 21 ટકા મગફળીમાં અફલાટોક્સિન હોઈ શકે છે અને તેથી તે માનવ વપરાશ માટે યોગ્ય નથી. ICRISAT એ પણ સૂચવ્યું છે કે ભારતીય મગફળીમાં અફલાટોક્સિનનું લેવલ મર્યાદા કરતાં 40 ગણું વધારે છે.
તેથી મગફળી ખરીદથી વખતે અમુક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે. છૂટક/પેકેજ વગરની મગફળી ખરીદી કરવી જોઈએ, અને અફલાટોક્સિન એક્સપોઝર ટાળવા માટે જે સુકાઈ ગયેલી કે ફૂગ વાળી મગફળી ખરીદવાનું ટાળવું જોઈએ. જેથી યુકૃત અથવા લીવરને લગતી ગંભીર બીમારીથી બચી શકાય છે. મગફળીને શેકવાથી અને ઉકાળવાથી અફલાટોક્સિનનું એક્સપોઝર 95 ટકા સુધી નાશ પામે છે.





