High Blood Pressure Causes: હાઇ બ્લડ પ્રેશર એક ગંભીર સમસ્યા છે. ધુમ્રપાન, હાઇ કોલેસ્ટ્રોલ, ટેન્શન, ફાસ્ટ લાઇફ સ્ટાઇલ જેવા ઘણા કારણો આ થવા પાછળ જવાબદાર છે. હાઇ બ્લડ પ્રેશર થવાથી હ્રદય રોગ હુમલો, બ્રેઇન સ્ટ્રોક સહિતનો ખતરો વધી જાય છે. આ સંજોગોમાં હાઇ બ્લડ પ્રેશર કંટ્રોલમાં રાખવું ઘણું જરુરી છે.
ભાગદોડ વાળી આજની જીંદગીમાં હાઇ બ્લડ પ્રેશર ઘણા લોકોમાં જોવા મળતી સમસ્યા છે. સાવચેતી અને સજાગતા આ બિમારીમાં અકસીર ઈલાજનું કામ કરે છે. કારણ વગરની ચિંતાઓ છોડી ઘરગથ્થું ઈલાજ આ બિમારીમાં અસરકારક કામ આવી શકે છે. હાઇ બીપી કંટ્રોલ કરવા માટે ઘરગથ્થુ કહી શકાય એવું એક ડ્રિંક્સ છે જે રોજ પીવાથી રાહત થઇ શકે છે.
હાઇ બીપી કંટ્રોલ કરવા માટે સવારે ભૂખ્યા પેટ ધાણા, નાની ઈલાયચી, હળદર, લસણ અને લીંબુનો જ્યૂસ બનાવી પી શકાય છે. મોટા ભાગના રસોડામાં ઉપલબ્ધ એવી આ સામગ્રી આમ તો સામાન્ય લાગે છે પરંતુ જો નિયત સમયે નિયત માત્રામાં દરરોજ સવારે લેવામાં આવે તો ગંભીર બિમારી સમાન હાઇ બ્લડ પ્રેશર કંટ્રોલ કરવામાં મદદરુપ થઇ શકે છે.
ડ્રિંક્સ કેવી રીતે બનાવી શકાય
5 થી 6 ગ્રામ જેટલા આખા ધાણા અને એક બે નાની ઇલાયચીને આખી રાત પાણીમાં પલાળી રાખો. સવારે એક બાઉલ કે પેનમાં થોડું પાણી લઇ એમાં ધાણા, ઇલાયચી, એક ચપટી હળદર, એક બે ટુકડા લસણ ઉમેરી બરોબર ઉકાળો. પછી એને ગરળીથી ગાળી લો અને એમાં લીંબુ રસ ઉમેરો. રોજ સવારે ખાલી પેટ આ ડ્રિંક્સ ગરમ ગરમ પીવામાં આવે તો બ્લડ પ્રેશરની બિમારીને કંટ્રોલ કરી શકાય એમ છે.





