/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/03/Room-Cooling-Tips-In-Summer.jpg)
Room Cooling Tips In Summer: ઉનાળામાં ઘર અને ઓરડો ઠંડુ રાખવાના ઉપાય. પ્રતિકાત્મક તસવીર. (Photo: Freepik)
Room Cooling Tips In Summer: ઉનાળાની ગરમી વધી રહી છે. એપ્રિલ થી જૂન મહિનામાં ભયંકર ગરમીથી બચવા લોકો પંખા, કૂલર અને એસી જેવા ઉપકરણોનો ઉપયોગ કરે છે. આથી ઉનાળામાં લાઇટ બિલ જોઇ ઘણા લોકોને પરસેવો છુટી જાય છે. અહીં ઉનાળામાં ઘર અને ઓરડો ઠંડુ રાખવાના 7 સરળ ઉપાય આપ્યા છે, તેનાથી કમરતોડ લાઇટ બિલની ઝંઝટ પણ રહેશે નહીં.
કોટનની ચાદરનો ઉપયોગ કરો
પંગલ પર હંમેશા કોટનની ચાદરનો ઉપયોગ કરવો જોઇએ. જેમ કોટન માંથી બનેલા કપડા પહેરવાથી ગરમી ઓછી લાગે છે. તેવી જ રીતે પંગલ પર કોટનની ચાદર પાથરી સુવાથી ગરમી ઓછી લાગે છે. ઉપરાંત ઘરમાં પડદા પણ કોટનના લગાવવા જોઇએ.
ઓરડામાં બિનજરૂરી સામાન ન રાખો
રૂમમાં જરૂરી હોય તેટલો જ સામાન રાખવો. બિનજરૂરી માલસામાન સ્ટોર રૂમમાં રાખો. રૂમ જેટલો ખુલ્લો હશે તેટલી હવાની અવરજવર સારી રીતે થશે. બિનજરૂરી સામાનથી રૂમમાં એર સર્ક્યુલેશન સારી રીત થતું નથી.
રૂમમાં એલઇડી લાઇટ લગાવો
ઓરડામાં લાગેલી લાઇટ પણ રૂમ ટેમ્પરેચરમાં મહત્વપૂર્ણ ભાગ ભજવે છે. ઉનાળામાં ઘર કે રૂમમાં ઇન્કેન્ડિસન્ટ ટ્યુબ લાઇટ કે બલ્બના બદલે એલઇટી લાઇટ લગાવવી જોઇએ. ઇન્કેન્ડિસન્ટ વધારે ગરમી ઉત્પન્ન કરે છે. એલઇડી લાઇટમાં વીજળી ઓછી વપરાય છે.
બારી દરવાજા ખુલ્લા રાખવા
ઉનાળાની ગરમીમાં ઘર અને રૂમ ઠંડો રાખવા બારી દરવાજા ખુલ્લા રાખવા. હવાની અવરજવર યોગ્ય હશે તો રૂમનું તાપમાન નીચું રહેશે.
બરફના ટુકડાનો દેશી જુગાડ
ઉનાળની ગરમીમાં રૂમ ઠંડો રાખવા માટે આ દેશી જુગાડ પણ ટ્રાય કરી શકાય છે. એક વાસણમાં બરફનો ટુકડો લઇ તેને ટેબલ ફેન સામે મૂકો. ટેબલ ફેનની હવા બરફના ટુકડાથી ઠંડી થતા રૂમનું વાતાવરણ ઠંડુ થશે.
ખસ ટટ્ટી
ઉનાળાની ગરમીમાં ઘર ઠંડુ રાખવાનો આ દેશી પરંપરાગત ઉપાય છે. ઘરના બાર કે દરવાજાની બહાર ખસ ટટ્ટી એટલે કે ખસની ચટાઇ ટીંગાડી દો. તેના પર પાણી છાંડી ભીની કરી દો. હવા ભીની ખસ ટટ્ટી માંથી પસાર થશે ત્યારે ઠંડી થઇ રૂમમાં આવશે.
ધાબા પર પાણી છાંટો
ઉનાળામાં સાંજે ધાબા પર પાણી છાંટવાથી ધાબું ઠંડુ રહેશે. જેનાથી રાતે પંખો ચલાવવાથી રૂમમાં ગરમ હવાના બદલે ઠંડી હવા આવશે. હકીકતમાં ઉનાળાના તડકામાં તપવાથી ધાબું ગરમ થઇ જાય છે. સાંજે પાણી છાંટવાથી ધાબું ઠંડુ થતા રૂમમાં ઠંડક રહે છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us