બ્રેડ ખાવાની સાચી રીત કઇ છે? મોટા ભાગના લોકો કરે છે આ 2 ભૂલ

How to eat bread : આપણામાંથી મોટા ભાગના લોકો બ્રેડને ખાવાની યોગ્ય રીત જાણતા નથી. બ્રેડ ખાવાની યોગ્ય રીત શું છે તેના વિશે વિસ્તારથી જાણીએ

How to eat bread : આપણામાંથી મોટા ભાગના લોકો બ્રેડને ખાવાની યોગ્ય રીત જાણતા નથી. બ્રેડ ખાવાની યોગ્ય રીત શું છે તેના વિશે વિસ્તારથી જાણીએ

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
bread, How to eat bread

How to eat bread : આપણામાંથી મોટા ભાગના લોકો બ્રેડને ખાવાની યોગ્ય રીત જાણતા નથી (તસવીર - ફ્રીપિક)

How to eat bread : ઘણા લોકો સવારના નાસ્તામાં બ્રેડનો ઉપયોગ કરે છે. ખાસ કરીને જ્યારે મોડું થતું હોય ત્યારે બ્રેડ બેસ્ટ ઓપ્શનમાંથી એક છે. પરંતુ આપણામાંથી મોટા ભાગના લોકો તેને ખાવાની યોગ્ય રીત જાણતા નથી. આપણે તેને શેકીને અને પછી ટોસ્ટ કરીને ખાઈએ છીએ. જોકે આ યોગ્ય કારણ નથી અને બ્રેડ ખાવાની યોગ્ય રીત શું છે, તો ચાલો તેના વિશે વિસ્તારથી જાણીએ.

Advertisment

બ્રેડ ખાતી વખતે ઘણીવાર લોકો કરે છે આ 2 ભૂલો

બ્રેડ ટોસ્ટ કરીને ખાવી

બ્રેડ ટોસ્ટ ખાવી એક પ્રકારની ભૂલ છે. બ્રેડને ટોસ્ટ કરવાથી તે પ્રોસેસ્ડ ફૂડમાં ફેરવવાનું શરૂ કરે છે, જે તમને નુકસાન પહોંચાડે છે અને તેના ફાઇબર ઓછા થઇ શકે છે. તેનાથી પોતાના ઇંગ્રીડિએટ્સનું નુકસાન થાય છે. કેલોરીનું નુકસાન થાય છે અને જે પણ તેને તંદુરસ્ત બનાવે તેવા તમામ ઘટકો ગુમાવે છે.

બ્રેડને બટર સાથે શેકીને ખાવી

મોટાભાગના લોકો બ્રેડને શેકીને ખાય છે અને આ ખોટી રીત છે. ખરેખર જ્યારે તમે બ્રેડને બટરથી શેકો છો ત્યારે તેમાં ટ્રાન્સ ચરબીનું પ્રમાણ વધવા લાગે છે અને તે પ્રોસેસ્ડ ફૂડમાં ફેરવાય છે. તેથી તેને ખાવાથી શરીરને બ્રેડ ખાવાનો કે બટર ખાવાનો ફાયદો મળતો નથી.

બ્રેડ ખાવાની સાચી રીત કઇ છે?

  • બ્રેડ ખાવાની સાચી રીત એ છે બ્રેડને શેક્યા વિના કે કુક કર્યા વગર ખાવી. તમારે સીધી રીતે બ્રેડ ખાવી જોઈએ. દાખલા તરીકે જો તમે બ્રેડ સાથે બટર ખાતા હોવ તો બ્રેડ પર બટર નાખીને ખાઓ. બ્રેડ અને બટરને શેકીના ના ખાશો.
Advertisment

આ પણ વાંચો - ઓફિસના લંચ બોક્સમાં સામેલ કરો આ 3 ફૂડ, અનહેલ્ધી વસ્તુઓથી રહેશો દૂર

  • જો તમે બ્રેડ ઇંડા ખાતા હોવ તો પણ બ્રેડને શેકવી ન જોઇએ.
  • બ્રેડને કોઈપણ રીતે તળીને ખાવાનું ટાળો. કારણ કે તેનાથી શરીરને ફાયદો નહીં થાય, પરંતુ નુકસાન વધારે થઈ શકે છે.

હાઈ-ફાઈબરવાળી બ્રેડ ખાઓ

તમારે હંમેશા વધુ ફાઇબરવાળી બ્રેડ પસંદ કરવી જોઈએ અને તેને એવા ખોરાક સાથે ખાવી જોઈએ જે પાચનને ધીમું કરે અને તમને લાંબા સમય સુધી ઉર્જા આપે. જેમ કે ટોસ્ટ પર પીનટ બટર કે અન્ય કોઇ નટ બટર લગાવવાથી તમારું મેટાબોલિઝમ પણ સારું થશે અને પછી તમારા શરીરમાં પ્રોટીનનું પ્રમાણ પણ યોગ્ય રહેશે. તો હવેથી બ્રેડ ખાતી વખતે આ વાતોનું ધ્યાન રાખો.

જીવનશૈલી health tips