Monsoon Wooden Door Repair: વરસાદના દિવસોમાં લાકડાના દરવાજા, ડોરફ્રેમ અથવા બારીઓ ભીનાશને કારણે ઘણીવાર ફૂલી જાય છે. આવી સ્થિતિમાં તેને બંધ કરવા અથવા ખોલવા ખૂબ જ મુશ્કેલ બની જાય છે. આ સમસ્યાને દૂર કરવા માટે જ્યારે કારપેન્ટરને બોલાવવામાં આવે છે. જોકે તમે કેટલાક સ્માર્ટ અને સરળ ઉપાયો અજમાવીને આ સમસ્યાથી છુટકારો મેળવી શકો છો.
વરસાદમાં દરવાજા કેમ ફૂલે છે?
વરસાદી દિવસોમાં વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધી જાય છે. આવી સ્થિતિમાં ભેજ પકડવાના કારણે લાકડાના દરવાજા, ફ્રેમ કે બારીઓમાં પણ ભીનાશને કારણે ફૂલી જાય છે.
વરસાદમાં દરવાજા ફૂલી જાય તો શું કરવું?
ચોમાસા દરમિયાન જ્યારે લાકડાના દરવાજા ફૂલી જાય છે ત્યારે તેને રિપેર કરવા માટે તમારે રસોડામાં રાખેલી કેટલીક વસ્તુઓની જરૂર પડશે. આ માટે તમે સરસવનું તેલ અને લીંબુ લો. પછી એક બાઉલમાં સરસવનું તેલ અને લીંબુનો રસ સરખી માત્રામાં લો. દરવાજા, બારી અથવા ફ્રેમના એવા ભાગો પર લગાવો જ્યાં તમને ભીનાશ અથવા ફુલી ગયું હોય તેવું લાગી રહ્યું હોય. તેને થોડા સમય માટે ખુલ્લા રહેવા દો. આમ કરવાથી ભીનાશ દૂર કરવામાં મદદ મળશે. આ સાથે જ જે દરવાજા અટવાયા હતા તે ફરીથી યોગ્ય રીતે બંધ થવા લાગશે.
આ પણ વાંચો – શું તમે તો નથી પી રહ્યા ને ભેળસેળવાળું દૂધ? ઘરે આવી રીતે કરો અસલી દૂધની ઓળખ
મીણબત્તીનો ઉપયોગ કરો
બારી અને દરવાજાને ભેજ અને ફૂલવાથી બચાવવા માટે મીણબત્તી ઘણી મદદરૂપ સાબિત થઈ શકે છે. મીણબત્તીને ઘસીને અને તેને ફૂલેલી હોય તેવી જગ્યાઓ પર લગાવો અને થોડા સમય માટે તેને ખોલો અને બંધ કરતા રહો. તેનાથી આ સમસ્યા જલ્દી ઉકેલાઈ જશે.
નિયમિતપણે સફાઇ કરો
જો તમે ઘરની બારીઓ અને દરવાજાની નિયમિતપણે સફાઇ કરતા નથી તો ગંદકીની સાથે-સાથે લોકિંગની સમસ્યાઓનો ઘણો સામનો કરવો પડી શકે છે, તેથી તમારે તેને હંમેશા નિયમિતપણે સફાઇ કરવી જોઈએ.
તેલ અને લીંબુ
તેલમાં લીંબુનો રસ ભેળવીને લાકડાના દરવાજા પર લગાવવાથી સમસ્યા ઘણી હદ સુધી હલ થાય છે, તેથી તમારે દર અઠવાડિયે આ કરતા રહેવું જોઈએ. લાકડું અંદરથી પણ ડીપ ક્લીન પણ થઈ જશે.





