શ્રાવણ મહિનામાં કીડીઓને મારશો નહીં, આ ઘરેલું ઉપાયથી કિચન કે ઘરમાંથી દૂર કરો

તમારા ઘરમાં લાલ કે કાળી કીડીઓની લાંબી હરોળ જોવા મળી રહી છે તો ચિંતા કરવાની જરૂર નથી. અહીં અમે તમને આવી જ કેટલીક રીતો વિશે જણાવીશું. જેની મદદથી તમે શ્રાવણમાં કીડીને માર્યા વગર ઘરમાં કાઢી શકશો.

તમારા ઘરમાં લાલ કે કાળી કીડીઓની લાંબી હરોળ જોવા મળી રહી છે તો ચિંતા કરવાની જરૂર નથી. અહીં અમે તમને આવી જ કેટલીક રીતો વિશે જણાવીશું. જેની મદદથી તમે શ્રાવણમાં કીડીને માર્યા વગર ઘરમાં કાઢી શકશો.

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
Chiti bhagane ke upay, કીડી ભગાડવાના ઉપાય

આ ઘરેલું ઉપાયથી કીડીઓને ઘરમાંથી દૂર કરી શકો છો (તસવીર - pinterest)

Chiti bhagane ke upay : વરસાદની સિઝનમાં ઘરમાં કીડીઓ સહિત અનેક જીવજંતુઓ વધુ દેખાવા લાગે છે. ખાસ કરીને કિચન કે બાલ્કનીમાં તેનો ઢગલો જોવા મળે છે. શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે. ધાર્મિક દ્રષ્ટિએ આ મહિનો ખૂબ જ ખાસ માનવામાં આવે છે. લોકો નોનવેજ, આલ્કોહોલનું સેવન કરતા નથી. ઘણા ઘરોમાં લસણ અને ડુંગળીનો ખોરાક પણ ખાવામાં આવતો નથી.

Advertisment

આવી સ્થિતિમાં કીડી સહિત કોઈ જીવજંતુને મારવાનું યોગ્ય માનવામાં આવતું નથી. પરંતુ આજકાલ જો તમારા ઘરમાં લાલ કે કાળી કીડીઓની લાંબી હરોળ જોવા મળી રહી છે તો ચિંતા કરવાની જરૂર નથી. અહીં અમે તમને આવી જ કેટલીક રીતો વિશે જણાવીશું. જેની મદદથી તમે શ્રાવણમાં કીડીને માર્યા વગર ઘરમાં કાઢી શકશો.

કીડી ભગાડવાના ઘરેલું ઉપાય

કીડીને ભગાડવા માટે તમે ઘરે સ્પ્રે બનાવો. આ માટે લગભગ અડધો ગ્લાસ પાણીમાં લગભગ અડધી ચમચી હીંગ પાઉડર નાખો. થોડું ડેટોલ પણ ઉમેરો. બધી વસ્તુઓને બરાબર મિક્સ કરી લો. તેને સ્પ્રે બોટલમાં ભરો. જ્યાં પણ કીડી નજર આવે ત્યાં તેનો છંટકાવ કરો. થોડા જ સમયમાં કીડીઓ ત્યાંથી અદૃશ્ય થઈ જશે. તમે આ સ્પ્રેને પાણીમાં નાખીને પોતું પણ કરી શકો છો. કીડીઓ ગંધથી ઘરમાં નહીં આવે.

આ પણ વાંચો - બદામ સવારે અને અખરોટ સાંજે કેમ ખાવી જોઈએ? એક્સપર્ટે જણાવ્યા કારણ

Advertisment

કીડીઓ તજથી દૂર ભાગે છે

જો તમને કોઈ જગ્યાએ કીડીનું ઝુંડ કે ઘણા બધા ઈંડા દેખાય તો તમે ત્યાં તજનો ટુકડો મૂકી દો. આમ કરવાથી કીડીઓ ત્યાંથી જતી રહેશે. આમ કરવાથી તમે કીડીને માર્યા વગર રસોડામાંથી કાઢી શકશો.

વિનેગરને પાણીમાં ભેળવીને સ્પ્રે બનાવો

તમે વિનેગરથી કીડીને દૂર કરી શકો છો. પાણી લો અને તેમાં સરકો ઉમેરો. કીડી જ્યાં વધુ દેખાય ત્યાં મૂકી દો. થોડા જ સમયમાં કીડીઓ ત્યાંથી અદૃશ્ય થઈ જશે.

જીવનશૈલી