વરસાદની મોસમ પોતાની સાથે ઉત્સાહ અને રાહત લાવે છે. જોકે આ ઋતુમાં ઘરોમાં ભેજ વધવા લાગે છે, જેના કારણે ખાદ્ય પદાર્થોમાં જીવાત, જીવજંતુઓ પણ થાય છે. સાથે જ આ ઋતુમાં ઘઉંમાં જીવજંતુઓ પણ પડવા લાગે છે. જો આ જંતુઓને યોગ્ય સમયે દૂર કરવામાં ન આવે તો તે આખું અનાજ બગાડી નાખે છે. આવી સ્થિતિમાં તમે કેટલાક ઉપાયો કરીને ઘઉંને સુરક્ષિત રાખી શકો છો.
લીમડાના પાંદડા વાપરો
તમે ઘઉંમાં લીમડાના પાનનો પણ ઉપયોગ કરી શકો છો. લીમડામાં એન્ટીબેક્ટેરિયલ અને એન્ટિફંગલ ગુણધર્મો હોય છે, જે જંતુઓ અને જીવાતને નજીક આવવા દેતા નથી. તમે લીમડાના પાંદડા ઘઉંની બોરી અથવા ડબ્બામાં રાખી શકો છો. તમારે દર 15-20 દિવસે પાંદડા બદલતા રહેવું જોઈએ.
લવિંગ અને તમાલપત્રનો ઉપયોગ કરો
લવિંગ અને તમાલપત્ર બંને ઘઉંમાં પડતી જીવોતાને દૂર રાખવામાં મદદ કરે છે. જીવજંતુઓને લવિંગની તીવ્ર વાસ પસંદ નથી હોતી, જેના કારણે જીવાત તેની આસપાસ આવતા નથી. તમે લગભગ 50 કિલો ઘઉંમાં 20-25 લવિંગ અને 4-5 તમાલપત્ર ઉમેરી શકો છો.
ઘઉંને તડકામાં ફેલાવીને સૂકવી નાખો
વરસાદની ઋતુમાં ઘઉંમાં ભેજ રહે છે, જેના કારણે તેમાં જીવજંતુ કે જીવાત દેખાવા લાગે છે. આવી સ્થિતિમાં આ બધાથી બચવા માટે તમારે ઘઉંને દર 15-20 દિવસે થોડા કલાકો માટે તડકામાં ફેલાવીને સૂકવવા જોઈએ. તેનાથી ઘઉંમાંથી ભેજ દૂર થશે, તેથી તેમાંથી જીવજંતુઓ પણ દૂર થશે.
આ પણ વાંચો – વરસાદની સિઝનમાં બાફેલો મકાઇનો ડોડો ખાવાથી થાય છે આ 4 ફાયદા, તમે ખાધો કે નહીં
અનાજને ખુલ્લામાં ન રાખો
વરસાદની ઋતુમાં અનાજ ખુલ્લામાં ન રાખવું જોઈએ. આનાથી તેમાં ભેજ જમા થાય છે. અનાજને ખુલ્લામાં રાખવાને બદલે તમે એરટાઇટ અથવા સીલબંધ ડબ્બાનો ઉપયોગ કરી શકો છો. આ ભેજને અંદર જતા અટકાવે છે અને જીવાતનું જોખમ ઘટાડે છે.
લસણ વાપરો
ઘઉંનો સંગ્રહ કરતી વખતે તમે લસણનો ઉપયોગ કરી શકો છો. જંતુઓથી બચવાનો આ સૌથી અસરકારક માર્ગ છે. લસણમાં રહેલી તીવ્ર ગંધ જંતુઓને દૂર રાખવામાં મદદ કરે છે.





