How To Get Rid Of Mosquitoes At Home : દેશના ઘણા ભાગોમાં ઠંડી ઓછી થવા લાગી છે અને ગરમી વધવા લાગી છે. ગરમી વધવાની સાથે મચ્છરોની સંખ્યા પણ ઝડપથી વધતી જાય છે અને મચ્છરોનો ત્રાસ પણ વધી જાય છે. મચ્છર કરડવાથી ડેન્ગ્યૂ, મેલેરિયા સહિત અનેક રોગો થાય છે અને બીજી ઘણી ગંભીર બીમારીઓ થાય છે.
જો તમે પણ મચ્છરોની ગંભીર સમસ્યાથી પરેશાન છો, તો અમે તમારા માટે કેટલાક દેશી ઉપાય લાવ્યા છીએ, જેને ફોલો કરીને તમે તમારા ઘરે આવેલા મચ્છરોને સરળતાથી ભગાડી શકો છો.
લીમડાનો ધુમાડો
મચ્છરોથી બચવા માટે લીમડાનો ધુમાડો ખૂબ અસરકારક છે. આ માટે તમે સૂકા લીમડાના પાનને બાળીને તેનો ધુમાડો ઘરમાં ફેલાવી શકો છો. લીમડાના તેલથી દીવો પણ પ્રગટાવી શકો છો. રૂમમાં લીમડાના તેલથી સળગતો દીવો પણ રાખી શકો છો. તે રુમનું વાતાવરણ પણ વધુ સારું બનાવે છે.
લસણનો રસ છાંટો
ઘરમાં મચ્છરોથી બચવા માટે સૌથી પહેલા લસણને પાણીમાં ઉકાળો. હવે તમે આ પાણીને તમારા રૂમમાં યોગ્ય રીતે છાંટી દો.
આ પણ વાંચો – ઘરે જરૂર લગાવો આ 5 ઔષધીય પ્લાન્ટ, દવા જેવી કરે છે અસર
ઘરમાં મચ્છર ભગાડનાર છોડ વાવો
તમે તમારા ઘરમાં કેટલાક છોડ વાવીને પણ સરળતાથી મચ્છરોને ભગાડી શકો છો. તમે તમારા ઘરમાં મેરીગોલ્ડના ફૂલો અથવા તુલસીના છોડ લગાવી શકો છો. આ બંને છોડની ગંધથી મચ્છર દૂર રહે છે.
ઘરની સાફ-સફાઈનું ધ્યાન રાખો
મચ્છરોને ઘરની બહાર રાખવા માટે સૌથી પહેલા તમારા ઘરને સ્વચ્છ રાખો અને ઘરમાં પાણી જમા ન થવા દો. ખરેખર, જ્યાં પાણીનો ભરાવો થાય છે, ત્યાં મચ્છર સૌથી વધુ પ્રજનન કરે છે. ઘરમાં કચરો અને ગંદકી બિલકુલ ન રહેવા દો.