મોંઘી પ્રોડક્ટ નહિ, ઘરે જ બનાવો આ વસ્તુની ક્રીમ, ટેનિંગ થી છુટકારો મળશે

જેમ તમે તમારા ફેસનું ધ્યાન રાખો છો, તેમ તમે ટેન અને પિગમેન્ટેશન દૂર કરવા માટે તમારા હાથને બ્લીચ કરી શકો છો. તમારે એના માટે ટેન રિમૂવલ ક્રીમ સ્ટોરમાંથી ખરીદવાની જરૂર નથી. લીંબુનો ટુકડો અને થોડું મધ પૂરતું છે, કેવી રીતે કરશો ઉપયોગ?

Written by shivani chauhan
June 07, 2025 16:09 IST
મોંઘી પ્રોડક્ટ નહિ, ઘરે જ બનાવો આ વસ્તુની ક્રીમ, ટેનિંગ થી છુટકારો મળશે
મોંઘી પ્રોડક્ટ નહિ, ઘરે જ બનાવો આ વસ્તુની ક્રીમ, ટેનિંગ થી છુટકારો મળશે

સ્કિનકેર માત્ર ચહેરાની સંભાળ સુધી મર્યાદિત નથી. શું તમે ક્યારેય દિવસ દરમિયાન વિવિધ પ્રવૃત્તિઓ માટે બહાર નીકળતી વખતે તમારા હાથની સ્કિનના કલરમાં તફાવત જોયો છે? તડકામાં બહાર વધારે રહેવાથી, ધૂળને કારણે અને વાતાવરણમાં ભેજના લીધે આ તફાવત જોવા મળે છે, આ ઉપરાંત અન્ય કારણો પણ હોઈ શકે છે.

બહારથી આવો ત્યારે તમારા હાથ સાફ રાખવા ઉપરાંત તમારે આ ખૂબ જ નાજુક સ્કિનની પણ કાળજી લેવી જોઈએ. તરતજ ઉપયોગમાં લઇ શકાય એવા અને સરળ હોય એવી ક્રીમનો ઉપયોગ કરવાનો પ્રયાસ કરો. કારણ કે તે સંપૂર્ણપણે નેચરલ સામગ્રીથી બનેલા છે, તેની આડઅસરો નથી.

જેમ તમે તમારા ફેસનું ધ્યાન રાખો છો, તેમ તમે ટેન અને પિગમેન્ટેશન દૂર કરવા માટે તમારા હાથને બ્લીચ કરી શકો છો. તમારે એના માટે ટેન રિમૂવલ ક્રીમ સ્ટોરમાંથી ખરીદવાની જરૂર નથી. લીંબુનો ટુકડો અને થોડું મધ પૂરતું છે, કેવી રીતે કરશો ઉપયોગ?

સામગ્રી

  • લીંબુ
  • મધ

કેવી રીતે તૈયારી કરવી

  • તમે થોડા લીંબુના રસમાં થોડું મધ પણ ઉમેરી શકો છો.
  • આ મિશ્રણથી તમે અસરગ્રસ્ત વિસ્તારોને સ્ક્રબ કરી શકો છો.
  • પંદરથી વીસ મિનિટ પછી તેને ધોઈ શકાય છે.
  • લીંબુના એસિડિક ગુણધર્મો સ્કિનને ડ્રાય થવાથી બચાવે છે.
  • તમે તમારું નિયમિત મોઇશ્ચરાઇઝર લગાવી શકો છો.

ફાયદા

  • લીંબુનો રસ એક કુદરતી બ્લીચિંગ એજન્ટ છે.
  • લીંબુમાં રહેલું એસ્કોર્બિક એસિડ સ્કિનના કલરને ઘટાડવામાં મદદ કરે છે. તેમાં ઘણા એન્ટીઑકિસડન્ટ ગુણધર્મો પણ છે.
  • લીંબુના રસમાં રહેલું સાઇટ્રિક એસિડ અને વિટામિન સી સ્કિનને સૂર્યના નુકસાન સામે લડવામાં મદદ કરે છે.
  • મધમાં બળતરા વિરોધી અને એન્ટિમાઇક્રોબાયલ ગુણધર્મો હોય છે, જે હવામાં પ્રદૂષકોને કારણે થતી ત્વચાની સમસ્યાઓ ઘટાડે છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ