Parenting Tips : શું તમારું બાળક જિદ્દી છે? આ 5 પેરેન્ટિંગ ટીપ્સ બાળકને સમજદાર બનાવશે

How To Manage Stubborn Child : બાળક દ્વારા જીદ કરવી સામાન્ય વાત છે. જો કે દરરોજ દરેક વાતમાં જીદ કરવી ખરાબ બાબત છે. અહીં જિદ્દી બાળકને હેન્ડલ કરવાની 5 પેરેન્ટિંગ ટીપ્સ આપી છે, જે તમારા બાળકને સમજદાર બનાવશે.

Written by Ajay Saroya
September 11, 2025 13:20 IST
Parenting Tips : શું તમારું બાળક જિદ્દી છે? આ 5 પેરેન્ટિંગ ટીપ્સ બાળકને સમજદાર બનાવશે
Parenting Tips For Stubborn Child : બાળકની જીદ છોડાવવા માટે પેરેન્ટિંગ ટીપ્સ. (Photo: Freepik)

How To Discipline Child Without Hitting : દરેક બાળકનો સ્વભાવ અને વિચારસરણી અલગ હોય છે. ઘણી વખત બાળકોની વિચારસરણી અને વર્તન ઉછેર પર આધારિત છે. જો કે, કેટલાક બાળકો એવા હોય છે જે નાની નાની બાબતો પર ગુસ્સે થાય છે અને જીદ કરવાનું શરૂ કરે છે. આવી સ્થિતિમાં માતા-પિતા ખૂબ જ પરેશાન થઈ જાય છે.

ખાસ કરીને માતા-પિતાને ત્યારે વધુ મુશ્કેલી પડે છે જ્યારે બાળકો લાખ પ્રયત્નો પછી પણ માનતા નથી અને જિદ્દી રહે છે. આવી સ્થિતિમાં, તેમને સંભાળવું ખૂબ મુશ્કેલ બની જાય છે. જો તમારું બાળક પણ તમને આ રીતે પરેશાન કરે છે, તો તમારે સમજદારીથી વર્તવું જોઈએ. અમે તમારા માટે કેટલીક પેરેંટિંગ ટીપ્સ લાવ્યા છીએ જે તમે તમારા બાળકને સમજદાર બનાવવા માટે અનુસરી શકો છો.

ધીરજ રાખો

જો તમારું બાળક કોઈ વસ્તુની જીદ્દ કરે છે, તો તમારે ધીરજ રાખવી પડશે. ગુસ્સો કરવાથી પરિસ્થિતિ વધુ ખરાબ થઈ શકે છે. આવી સ્થિતિમાં, તમારા શાંત અને સંતુલિત વલણની બાળકના વર્તન પર સારી અસર પડશે. આપણે એને સમજાવીએ કે દરેક વસ્તુની જીદ્દ રાખવી સારી નથી. આ ધીમે ધીમે તમારા બાળકને સમજદાર બનાવશે.

નકારાત્મક બાબતોથી દૂર રહો

બાળકોની સામે નકારાત્મક વાતો કરવાનું ટાળો. આવી બાબતો તેમના સ્વાભિમાનને ઠેસ પહોંચાડે છે, જેના કારણે તેઓ લઘુતાગ્રંથિની લાગણી અનુભવવા લાગે છે. બાળકોનો આત્મવિશ્વાસ વધારવા માટે હંમેશા હકારાત્મક ભાષાનો ઉપયોગ કરો.

બાળકની વાત ધ્યાનથી સાંભળો

ઘણી વખત બાળકો તેમના વિચારો વ્યક્ત કરવા માંગે છે, પરંતુ જ્યારે તેમને સાંભળવા માટે કોઈ ન હોય ત્યારે તેઓ અંદરથી મૌન થઈ જાય છે. આવી સ્થિતિમાં, જ્યારે પણ બાળક તમને કંઇક કહેવા માંગે છે, ત્યારે કામ છોડી દો અને તેની વાત ધ્યાનથી સાંભળો.

બાળકોને આદેશ આપવાનું ટાળો

બાળકોને આદેશ આપવાનું ટાળવું જોઈએ, કારણ કે આ તેમને વધુ ગુસ્સે કરી શકે છે. જો તમે તેમને બે-ત્રણ વિકલ્પ આપશો તો તેમને લાગશે કે હું મારા નિર્ણયો જાતે લઈ રહ્યો છું. તેનાથી તેમનો આત્મવિશ્વાસ પણ વધશે અને તેઓ તમને હકારાત્મક રીતે સાંભળવાનું શરૂ કરશે.

નિત્યક્રમ બનાવો અને અનુસરો

બાળકોની આદત સુધારવા માટે રૂટિન ખૂબ જ જરૂરી છે. આ માટે તેમના અભ્યાસથી લઈને ખાવા સુધીની દરેક વસ્તુ માટે સમય નક્કી કરો. તેનાથી બાળકોમાં શિસ્ત આવે છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ