/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/05/High-Blood-Pressure-Control-Tips.jpg)
હાઈ બ્લડ પ્રેશર ગંભીર સ્વાસ્થ્ય સમસ્યા છે. (Photo - Freepik)
High Blood Pressure Control Tips: હાઈ બ્લડપ્રેશર એક એવી બીમારી છે જેના માટે ખરાબ ડાયટ, બગડતી લાઇફ સ્ટાઇલ અને તણાવ જવાબદાર છે. હાઈ બીપી ખૂબ જ ગંભીર સમસ્યા છે, જેના કારણે અનેક બીમારીઓનો ખતરો વધી જાય છે. જો લાંબા સમય સુધી હાઈ બીપીને કંટ્રોલ ન કરવામાં આવે તો હાર્ટ ડિસીઝ, કિડની અને ફેંફસાને નુકસાન થઈ શકે છે. સ્વસ્થ વ્યક્તિને 120/80નું બીપી હોવું જોઈએ, જ્યારે બીપી લેવલ આના કરતા વધારે હોય તો તે હાઈ બીપીની કેટેગરીમાં આવે છે. બીપીનું રિડિંગ ક્યારેય એકસરખું હોતું નથી, તે હંમેશાં વધતુ ઘટતુ જ રહે છે. બીપી વધવા પાછળ ઘણા કારણો જવાબદાર હોય છે જેમ કે શારીરિક પ્રવૃત્તિ, તણાવ અને લાગણીના કારણે બીપીમાં વધઘટ થાય છે.
હાઈ બ્લડ પ્રેશર ના કારણ
જો બ્લડ પ્રેશર હંમેશા વધારે રહેતું હોય તો તેના માટે ઘણા કારણો જવાબદાર હોય છે જેમ કે ખરાબ લાઇફ સ્ટાઇલ, તણાવ, ખરાબ ડાયટ, સિગરેટનું વધુ પડતું સેવન, બેઠાડું જીવન અને સ્થૂળતા જેના કારણે બીપી વધવાની શક્યતા વધારે રહે છે. બીપી વધારવામાં ઉંમર પણ ખૂબ અસરકારક છે. ડાયાબિટીઝ અને કિડનીની સમસ્યાઓ જેવા અમુક લાંબી બીમારીવાળા લોકોમાં હાઈ બીપીનું જોખમ વધારે હોય છે. હાઈ બીપી માટે ફેમિલી હિસ્ટ્રી પણ મહત્વપૂર્ણ હોય છે.
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/12/winter-health-special-.jpg)
હાઈ બીપીની બીમારીની જાણ થતાં જ ડોક્ટર તેને કંટ્રોલ કરવાની દવા આપે છે, જે હંમેશા ખાવી પડે છે. તમે જાણો છો કે હાઈ બીપીથી કાયમ માટે છુટકાળો મેળવી શકાય છે. હાઈ બીપીને કંટ્રોલ કરવા માટે તેનું કારણ શોધવું જરૂરી છે. હાઈ બીપી કોઈ એક કારણથી નહીં પરંતુ ઘણા કારણોસર થાય છે. જો તમે પણ હાઈ બીપીને કંટ્રોલ કરવા માંગો છો તો તમારે બીપી વધારનારા કારણોનું વિશ્લેષણ કરવું પડશે. ચાલો આપણે જાણીએ કે હાઈ બીપીની સમસ્યાને જડમૂળથી દૂર કરવા માટે કઈ બાબતો પર ધ્યાન આપવાની જરૂર છે.
લાઇફ સ્ટાઇલમાં ફેરફાર કરો
જો તમે હાઈ બીપીને કન્ટ્રોલ કરવા માંગો છો, તો પહેલા તમારી લાઇફ સ્ટાઇલમાં સુધારો કરો. નિષ્ક્રિય જીવનશૈલી એ હાઈ બીપીનું સૌથી મોટું કારણ છે. તમારી લાઇફ સ્ટાઇલમાં સુધારો કરો અને શરીરને સક્રિય રાખો. શરીરને સક્રિય રાખવા માટે તમારે દરરોજ ઓછામાં ઓછી ૪૫ મિનિટ કસરત કરવી પડશે. આ કસરતમાં તમે ચાલવું, સીડી ચઢવી અને સ્વિમિંગ કરી શકાય છે.
જંક ફૂડથી દૂર રહો
જો તમે હંમેશા હાઈ બીપીને કંટ્રોલ કરવા માંગો છો તો જંક ફૂડથી દૂર રહો. જંક ફૂડ, પ્રોસેસ્ડ ફૂડમાં સોડિયમની માત્રા વધુ હોય છે, જે હાઈ બીપીનું કારણ બને છે. બ્લડ પ્રેશરને કન્ટ્રોલ કરવા માટે તંદુરસ્ત જીવનશૈલી એ એકમાત્ર વિકલ્પ છે.
વજન ઘટાડો
હાઈ બીપી સ્ટ્રોક, હાર્ટ એટેક અને હાર્ટ ડિસીઝનું જોખમ વધારે છે. જો તમારું વજન વધારે છે તો દરેક પરિસ્થિતિમાં તમારું બ્લડ પ્રેશર વધારે રહેશે. જો તમે બીપીને સામાન્ય રાખવા માંગો છો તો વજનને કંટ્રોલ કરો. વજનને કંટ્રોલ કરીને તમે તમારું બીપી ઘટાડી શકો છો, જે સમગ્ર હેલ્થ માટે સારું રહે છે.
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/12/Health-Tips-High-blood-pressure-controlling-tips-.jpg)
મીઠાના સેવનને મર્યાદિત રાખો
જો તમે બ્લડ પ્રેશરને હંમેશા સામાન્ય રાખવા માંગો છો, તો મીઠાનું સેવન ઓછું કરો. હાઈ બ્લડ પ્રેશરમાં વધુ પડતા મીઠાનું સેવન ઝેર જેવું કામ કરે છે. સોડિયમ મીઠામાં પુષ્કળ પ્રમાણમાં હોય છે, જે બ્લડપ્રેશર વધારવાનું કામ કરે છે. જો તમે હાઈ બીપીની સમસ્યાનો સામનો કરી રહ્યા છો, તો મીઠાના સેવનને મર્યાદિત કરો.
પુરતી ઊંઘ લો
જો તમે ઈચ્છો છો કે તમારું બીપી હંમેશા સામાન્ય રહે તો તમારે રાત્રે 7-8 કલાક સૂવું જોઈએ. જે લોકો છ કલાક કે તેથી ઓછી ઊંઘે છે તેમને બ્લડપ્રેશર વધી શકે છે. જો તમને પહેલેથી જ હાઈ બીપી હોય તો સારી ઊંઘ ન લેવાથી તમારું બીપી ખરાબ થઈ શકે છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us