/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/01/How-to-increase-calcium-levels-1.jpg)
Calcium : દૂધ પીવું નથી પસંદ? તો શરીરમાં કેલ્શિયમની ઉણપ દૂર કરવા આ ફૂડનું કરો સેવન
How To increase Calcium Levels : કેલ્શિયમ (Calcium) નું સેવન શરીર માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. શરીરમાં કેલ્શિયમની ઉણપ (Deficiency of calcium) ને કારણે ઘણી શારીરિક સમસ્યાઓ થાય છે. કેલ્શિયમની માત્રા વધારવા માટે આપણને વારંવાર દૂધ પીવાની સલાહ આપવામાં આવે છે. કારણ કે- દૂધ કેલ્શિયમનો ખૂબ જ સારો સ્ત્રોત છે. કેટલાક લોકોને દૂધ પીવું ગમતું નથી. તેથી તેઓ વારંવાર દૂધ પીવાનું ટાળે છે. આવા લોકોમાં કેલ્શિયમની ઉણપ હોય છે. જો તમે દૂધ પણ પીતા નથી, તો તમે તમારા કેલ્શિયમના સેવનને અલગ રીતે વધારી શકો છો. પરંતુ તે પહેલા આવો જાણીએ કે કેલ્શિયમ આપણા શરીર માટે કેમ જરૂરી છે. આ સંદર્ભે નવી મુંબઈની એપોલો હોસ્પિટલના ન્યુટ્રિશનિસ્ટ વર્ષા ગોરે ધ ઈન્ડિયન એક્સપ્રેસ સાથે વાત કરતાં વિગતવાર માહિતી આપી હતી કે, "કેલ્શિયમ હાડકાં અને દાંતને મજબૂત રાખવામાં ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે''
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/01/How-to-increase-calcium-levels.jpg)
હેલ્થ એક્સપર્ટે કહ્યું કે, "સામાન્ય રીતે, તમને નિયમિત ધોરણે 1000 થી 13000 મિલિગ્રામ કેલ્શિયમ મળવું જોઈએ, દૂધ કેલ્શિયમનો શ્રેષ્ઠ સ્ત્રોત છે. એક કપ દૂધમાં 300 મિલિગ્રામ કેલ્શિયમ હોય છે. દૂધમાંથી કેલ્શિયમ શોષવાની શરીરની ક્ષમતા વધારે છે. કારણ- દૂધમાં લેક્ટોઝ અને અન્ય પોષક તત્વો વધુ હોય છે. વધુમાં, દૂધમાં વિટામિન ડી હોય છે,જે કેલ્શિયમનું શોષણ વધારે છે.”
આ પણ વાંચો: Breast Cancer : સ્તન કેન્સર વિષે ઘણી ગેરસમજ છે, અહીં એક્સપર્ટે કહ્યું..
નિયમિતપણે દૂધ પીવાથી મહિલાઓમાં ઓસ્ટિયોપોરોસિસથી બચી શકાય છે. ઓસ્ટીયોપોરોસીસ એટલે હાડકાં નબળા પડવાની સમસ્યા. આ સમસ્યા મહિલાઓમાં વધુ અનુભવાય છે. દૂધમાં કેલ્શિયમનું સેવન કરવાથી હાડકાં મજબૂત થાય છે. શરીર સ્વસ્થ અને સંતુલિત રહે છે.
આ પણ વાંચો: Lemon And Honey Water : લીંબુ અને મધ મિક્ષ કરી પીવું આટલું ગુણકારી! જાણો કેટલાક ગેરફાયદા
અન્ય વિકલ્પો
- દૂધ અથવા ડેરી ઉત્પાદનોને ટાળવાનો અર્થ એ નથી કે કેલ્શિયમ સાથે સમાધાન કરવું. દૂધ પીધા વિના તમે તમારી કેલ્શિયમની જરૂરિયાતો પૂરી કરી શકો છો. તમે બદામ, સોયા મિલ્ક પી શકો છો. આ દૂધમાં ગાયના દૂધ જેટલું જ કેલ્શિયમ હોય છે.
- લીલા પાંદડાવાળા શાકભાજી, સારી ગુણવત્તાવાળા નારંગીનો રસ, જરદાળુ, સોયા મિલ્ક ચીઝ કેલ્શિયમના ઉત્તમ સ્ત્રોત છે.
- અમુક પ્રકારની ફિશમાં કેલ્શિયમ પણ વધુ હોય છે. તેથી તમે કેલ્શિયમની ઉણપ પુરી કરવા ડાયટમાં ફિશ લઇ શકો છો.
- આ ઉપરોક્ત વિકલ્પો કેલ્શિયમની જરૂરિયાતોને પહોંચી વળવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. પરંતુ, તે જ સમયે, સંતુલિત આહાર (Balanced Diet) લેવો જરૂરી છે. આ વિકલ્પો, અન્ય પોષક તત્વો સાથે, હાડકાંને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે અને જે લોકો દૂધ પીતા નથી તેમના માટે શરીરને કેલ્શિયમ પ્રદાન કરે છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us