Roti Dough Recipe : રોટલી સવાર થી રાત સુધી નરમ રહેશે, દરરોજ ફુલેલી રોટલી બનાવવા આ 5 ટીપ્સ અનુસરો

Roti Dough Recipe Tips In Gujarati : રોટલી વગર થાળી અધુરી હોય છે. દરેક વ્યક્તિને ગરમ રોટલી ખાવી ગમે છે પરંતુ ઘણી વખતે થોડાક સમય બાદ રોટલી કઠણ થઇ જાય છે. આવી સ્થિતિમાં રોટલી દડા જેવી ફુલેલી બનાવવા અને ત્યાર પછી લાંબા સમય સુધી નરમ અને તાજી રાખવા આ સરળ ટીપ્સ અનુસરવી જોઇએ.

Written by Ajay Saroya
September 10, 2025 13:47 IST
Roti Dough Recipe : રોટલી સવાર થી રાત સુધી નરમ રહેશે, દરરોજ ફુલેલી રોટલી બનાવવા આ 5 ટીપ્સ અનુસરો
How To Make Roti Soft For Long Time : રોટલી નરમ મુલાયમ રહે તેની માટે લોટ નરમ બાંધવો જોઇએ. (Photo: Canva)

How To Make Roti Soft For Long Time : રોટલી વગર ભારતીય ભોજનની થાળી અધુરી છે. મોટાભાગના લોકોને ગરમા ગરમ રોટલી ખાવી ગમે છે. ગરમ રોટલી ખાવામાં સારી લાગે છે, પરંતુ તેને થોડા સમય સુધી રાખ્યા પછી કડક થઈ જાય છે. કેટલાક લોકો ફરિયાદ કરે છે કે, તેમની રોટલી દડા જેવી ફુલતી નથી. આવી સ્થિતિમાં, અહીં અમે તમારા માટે કેટલીક ટિપ્સ લાવ્યા છીએ જે તમારી રોટલીને લાંબા સમય સુધી તાજી અને નરમ રાખશે.

રોટલી નરમ રાખવાની ટીપ્સ

લોટને સારી રીતે મસળી લો

નરમ રોટલી બનાવવા માટે, સૌથી પહેલા લોટને મસળીને નરમ બનાવો. લોટ મસળતી વખતે, થોડું નવશેકું પાણી અથવા થોડું દૂધ ઉમેરો. રોટલી માટે લોટ હંમેશા નરમ હોવો જોઈએ. કઠણ લોટની રોટલી સારી રીતે બનતી નથી.

લોટ બાંધી તરત જ રોટલી ન બનાવો

લોટ મસળ્યા પછી તરત જ રોટલી બનાવશો નહીં. હંમેશા લોટ બાંધ્યા પછી તેને ભીના કપડાથી ઢાંકી દો અને તેને ઓછામાં ઓછા 20 મિનિટ સુધી રાખી મૂકો. આમ કરવાથી ઘઉંના લોટમાં રહેલું ગ્લૂટન ઘટે છે, જેનાથી રોટલી નરમ બને છે. ઉપરાંત, રોટલી વણવામાં પણ સરળતા રહે છે. આમ કરવાથી, નરમ અને મુલાયમ રોટલી બને છે. રોટલી તવા પર સારી રીતે શેકાય છે.

ધીમે ધીમે અને એક સમાન વણો

રોટલી બનાવતી વખતે વેલણ પર વધારે ભાર આપવું નહીં. હળવા, એક સમાન રીતે રોટલી બનાવો. આમ કરવાથી રોટલીઓ સારી રીતે ફુલે છે. રોટલી વચ્ચે થી અને કિનારી એક સમાન હોવી જોઇએ. તેનાથી રોટલી સારી શેકાશે અને અંદરથી નરમ રહેશે.

યોગ્ય તાપે રોટલી શેકો

રોટલી બનાવતી વખતે, તવાને મધ્યમ ઉંચા તાપ પર ગરમ કરો. ખુબ ગરમ તવો પર રોટલી ઝડપી બની જાય છે. પણ આવી રોટલીઓ ઠંડી થાય ત્યારે કઠણ બની જાય છે. આવી સ્થિતિમાં યોગ્ય તાપે તવા પર રોટલી શેકવી જોઇએ, વરાળ અંદર રહેવાથી રોટલી નરમ રહે છે.

લોટ બાંધવતી વખતે ઘી કે તેલનું મોણ ઉમેરો

રોટલી માટે લોટ બાંધતી વખતે મોણ માટે એક ચમચી તેલ અથવા ઘી ઉમેરો. આમ કરવાથી ભેજ જળવાઈ રહે છે. સાથે જ રોટલી લાંબા સમય સુધી નરમ રહે છે. ઉપરાંત રોટલી બનાવ્યા બાદ તેના પર થોડુંક ઘી લગાવો. આમ કરવાથી રોટલી લાંબા સમય સુધી નરમ અને તાજી રહે છે.

તરત જ હવાચુસ્ત કન્ટેનરમાં મૂકો

રોટલી બનાવ્યા પછી તરત જ રોટલીને ચોખ્ખા કપડામાં લપેટી હવાચુસ્ત પાત્રમાં મૂકો. આમ કરવાથી વરાળ અંદર રહે છે. આવી રોટલીઓ કઠણ થતી નથી.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ