How To Get Rid Of Spider Webs Outside Naturally : દરરોજ સફાઈ કર્યા પછી ઘરના કેટલાક ભાગો બાકી રહી જાય છે. તેના કારણે કરોળિયાના જાળા ઘણીવાર ઘરોમાં દેખાય છે. આમ તો સ્વચ્છતા નિયમિત થતી હોય છે, પરંતુ દિવાળી પર દરેક ઘરમાં સ્વચ્છતા અભિયાન ચાલી રહ્યું હોય તેવું લાગે છે. તમને જણાવી દઇયે કે, 20 ઓક્ટોબરે દિવાળીની ઉજવણી કરવામાં આવશે.
આવી સ્થિતિમાં, ઘરની સફાઈ માટે બહુ ઓછા દિવસ બચ્યા છે. જો તમે પણ કરોળિયાને તમારા ઘરથી દૂર રાખવા માંગતા હો, તો તમારે અહીં જણાવેલા સુચનોનું પાલન કરવું જોઈએ. આનાથી માત્ર કરોળિયાથી છુટકારો મળશે એટલું જ નહીં, પરંતુ તમારી દિવાલો અથવા ઘરના ખૂણાઓ પણ સ્વચ્છ દેખાશે.
કરોળિયાના જાળ સાફ કરવાની રીત
ઘરની દિવાલો પરથી કરોળિયાના જાળ દૂર કરવા માટે, સૌ પ્રથમ ચકાસો કે, જાળામાં કોઈ કરોળિયું છે કે નહીં. કારણ કે જો તમે જાળ તોડી નાખશો તો કરોળિયા બીજી જગ્યાએ જાળું બનાવશે. તેથી, જો કરોળિયા દેખાય છે, તો સૌ પ્રથમ, તેને મારી નાખતી દવા સ્પ્રે કરો.
કરોળિયા ભગાડવા માટે ઘરે સ્પ્રે તૈયાર કરો
કરોળિયાથી છુટકારો મેળવવા માટે, તમે ઘરે લીંબુ અથવા નારંગી અથવા ફુદીનાના પાંદડા માંથી સ્પ્રે તૈયાર કરી શકો છો. કરોળિયાને તેની ગંધ ગમતી નથી. જ્યાં કરોળિયા જાળા બનાવે છે, તે જગ્યા પર આ સ્પ્રેનો છંટકાવ કરવો જોઈએ.
સરકો કે તજ માંથી સ્પે બનાવો
કરોળિયાને મારવા માટે સરકો અથવા તજ માંથી પણ સ્પ્રે તૈયાર કરી શકાય છે. આ બંને વસ્તુઓની ગંધ બહુ જ તીવ્ર હોય છે. તેના એસિટિક એસિડ ગુણધર્મને કારણે કરોળિયા આ સ્પ્રે દ્વારા મારી શકાય છે.