Summer Tips: ઉનાળામાં ટાંકીનું પાણી રહેશે બફર જેવું ઠંડુ, તપતી ગરમીમાં કરો આ 3 જુગાડ

Summer Tips For Keep Water Tank Cool: ઉનાળામાં તાપમાન વધવાની સાથે ટાંકીનું પાણી પણ ગરમ થઇ જાય છે. અહીં આપેલી 3 સરળ ટીપ્સ વડે તમે ટાંકીનું પાણી ઠંડુ રાખી શકો છો.

Summer Tips For Keep Water Tank Cool: ઉનાળામાં તાપમાન વધવાની સાથે ટાંકીનું પાણી પણ ગરમ થઇ જાય છે. અહીં આપેલી 3 સરળ ટીપ્સ વડે તમે ટાંકીનું પાણી ઠંડુ રાખી શકો છો.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
water tank | roof water tank | how to keep water tank cool in summer | rooftop water tank | water tank tips | summer tips for water tank | rooftop water tank tips | water tank on terrace

Rooftap Water Tank Cool Tips: ઉનાળામાં ટાંકીનું પાણી ઠંડુ રાખવા અમુક ટીપ્સ અપનાવી શકાય છે. (Photo - Unsplash)

Summer Tips For Keep Water Tank Cool: ઉનાળામાં ગરમીનો પારો દિવસેને દિવસે વધી રહ્યો છે. ગુજરાત, રાજસ્થાન અને દિલ્હી સહિત દેશના ઘણા શહેરોમાં તાપમાન 49 ડિગ્રી સુધી પહોંચી ગયું છે. આવી સ્થિતિમાં, લોકો કાળઝાળ ગરમીથી બચવા માટે તમામ પ્રકારના માર્ગો શોધવાનો પ્રયાસ કરી રહ્યા છે. મોટા ભાગના લોકો પાણી પર આધાર રાખે છે.

Advertisment

ઉનાળામાં લોકો દિવસમાં 2થી 3 વાર સ્નાન કરવાનું પસંદ કરે છે, તેનાથી શરીરની ગરમીથી રાહત મળે છે અને તમને સારું લાગે છે. જો કે, આ સમસ્યા ત્યારે વધી જાય છે જ્યારે ધાબા પર રાખેલી પાણીની ટાંકી પણ કાળઝાળ તડકાના કારણે ખૂબ જ ગરમ થઈ જાય છે, જેના કારણે ટાંકીનું પાણી પણ ઉકળવા લાગે છે અને આવી સ્થિતિમાં લોકો આ પાણીથી નહાવાનું તો ઠીક, હાથ ધોવાનું પણ ટાળે છે.

water tank | roof water tank | how to keep water tank cool in summer | rooftop water tank | water tank tips | summer tips for water tank | rooftop water tank tips | water tank on terrace
Summer Tips For Water Tank: ઉનાળામાં તાપમાન વધતા ટાંકીનું પાણી ગરમ થઇ જાય છે. (Photo - Unsplash)

જો તમે પણ આ પ્રકારની સમસ્યા સામે ઝઝૂમી રહ્યા છો તો આ આર્ટીકલ તમારા માટે ખૂબ ઉપયોગી સાબિત થઇ શકે છે. અહીં અમે તમને કેટલીક ખૂબ જ સરળ ટિપ્સ જણાવી રહ્યા છીએ, જે ફોલો કરી તમે ધોમધખતા તાપમાં પણ છતની ટાંકીનું પાણી ઠંડુ રાખી શકો છો.

Advertisment

પાણીની ટાંકી પર પેઇન્ટ અને માટી લગાડો

જો તમારી પાણીની ટાંકી કાળા રંગની હોય તો તેનાથી પાણી વધારે ગરમ પણ થઇ શકે છે. હકીકતમાં કાળો રંગ ગરમી વધુ શોષી લે છે. આવામાં ગરમી ઓછી કરવા માટે સૌ પ્રથમ ટાંકીને સફેદ કલર લગાવો. ત્યારબાદ તમે પાણીની ટાંકી પર માટીનું લિંપણ પણ કરી શકો છો. માટીનું જાડું પડ ટાંકીનું પાણી ઠંડુ રાખવામાં મદદ કરશે.

water tank | roof water tank | how to keep water tank cool in summer | rooftop water tank | water tank tips | summer tips for water tank | rooftop water tank tips | water tank on terrace
Roof Water Tank Tips: ઉનાળામાં ટાંકીનું પાણી બહુ ઝડપથી ગરમ થાય છે. (Photo - Unsplash)

પાણીની ટાંકી પર થર્મોકોલ શીટ લગાવો

ટાંકીનું પાણી ઠંડુ રાખવા માટે તમે થર્મોકોલ શીટનો ઉપયોગ કરી શકો છો. થર્મોકોલ ગરમીને રોકવામાં પણ મદદરૂપ થાય છે. આવી સ્થિતિમાં, ટાંકી પર માટીનું લિંપણ કર્યા બાદ તમે ટાંકીની આસપાસ થર્મોકોલની શીટ બાંધી શકો છો.

આ પણ વાંચો | એસી બ્લાસ્ટ કેમ થાય છે? એર કન્ડિશનરના ઉપયોગ વખતે આટલી બાબત ધ્યાનમાં રાખો, દૂર્ઘટનાથી બચો

પાણીની ટાંકી પર શણ લપેટો

ઉનાળા માં પાણીની ટાંકીને ઠંડી રાખવા માટે શણનો સહારો પણ લઈ શકો છો. આ માટે પાણીની ટાંકીને જાડા શણ વડે ઢાંકી દો. શણ પણ ગરમી સામે રક્ષણ આપે છે. તમે ઇચ્છો તો સમયાંતરે શણ પર પાણી છાંટી ભીનું કરી શકો છો. શણ પાણીને શોષી લેશે, અને ટાંકીની અંદરનું પાણી ગરમ થવાથી પણ અટકાવી શકે છે. આ 3 સરણ નુસખા અપનાવીને તમે કાળઝાળ ગરમી વચ્ચે પણ છતની ટાંકીનું પાણી ઠંડુ રાખી શકો છો.

ઉનાળો જીવનશૈલી ટ્રેન્ડિંગ ન્યૂઝ