દ્રાક્ષની ચટણી કેવી રીતે બનાવવી? ઘરે તમારે ચોક્કસ ટ્રાય કરવી જોઈએ

Angoor Chutney Recipe: શું તમે ક્યારેય દ્રાક્ષની ચટણી ખાધી છે? જો નહીં, તો તમારે ચોક્કસ ટ્રાય કરવી જોઈએ. આજકાલ તમને દ્રાક્ષ બધે જ જોવા મળશે.

Angoor Chutney Recipe: શું તમે ક્યારેય દ્રાક્ષની ચટણી ખાધી છે? જો નહીં, તો તમારે ચોક્કસ ટ્રાય કરવી જોઈએ. આજકાલ તમને દ્રાક્ષ બધે જ જોવા મળશે.

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
angoor chutney recipe, angoor chutney

Angoor chutney recipe: દ્રાક્ષની ચટણી બનાવવાની રીત

Angoor Chutney Recipe: શું તમે ક્યારેય દ્રાક્ષની ચટણી ખાધી છે? જો નહીં, તો તમારે ચોક્કસ ટ્રાય કરવી જોઈએ. આજકાલ તમને દ્રાક્ષ બધે જ જોવા મળશે. કાળી હોય કે લીલી લોકો દ્રાક્ષ ખૂબ પસંદ કરે છે. લોકો તેને સ્મૂધી બનાવીને પીવે છે, તો કોઇ જામ બનાવીને ખાય છે. કેટલાક લોકો તેનો રસ પણ પીવે છે. પરંતુ આજે આપણે વાત કરીશું દ્રાક્ષની ચટણી, શું છે તેની રીત વિશે. આપણે તેનો સ્વાદ કેવી રીતે અલગ બનાવી શકીએ, આવો જાણીએ આ વિશે વિસ્તારથી.

Advertisment

દ્રાક્ષની ચટણીની સામગ્રી

  • કાળી દ્રાક્ષ
  • લીલી દ્રાક્ષ
  • આમચૂર પાઉડર
  • લીલા મરચાં
  • ગોળ
  • જીરું
  • સરસવનું તેલ
  • વરિયાળી
  • મેથી

દ્રાક્ષની ચટણી બનાવવાની રીત

  • દ્રાક્ષની ચટણી બનાવવા માટે પહેલા કાળી દ્રાક્ષ અને લીલી દ્રાક્ષને પાણીથી ધોઇ લો.
  • બરછટ રીતે દરેક વસ્તુને પીસી લો.
  • હવે એક કડાઇમાં થોડું સરસવનું તેલ નાખો.
  • તેમાં જીરું, રાઈ, વરિયાળી, મેથીના દાણા અને લીલા મરચાં ઉમેરો.
  • તેમાં દ્રાક્ષની પેસ્ટ ઉમેરો.
  • તેમાં મીઠું, ગોળ અને આમચૂર પાવડર ઉમેરો.
  • દરેક વસ્તુને એક સાથે મિક્સ કરો અને પછી આ ચટણી તૈયાર કરો.
  • આ રીતે તમે દ્રાક્ષની ચટણી બનાવીને ખાઈ શકો છો.

આ પણ વાંચો - ખાટા દહીંને ફરી પાછું મીઠું કેવી રીતે બનાવવું? આ ટ્રિકથી આવશે પહેલા જેવો ફ્રેશ ટેસ્ટ

Advertisment

દ્રાક્ષનું રાયતું કેવી રીતે બનાવવું

આ સિવાય તમે દ્રાક્ષનું રાયતું બનાવીને પણ ખાઈ શકો છો. આ માટે તમારે માત્ર કાળી અને લીલી દ્રાક્ષને બરછટ રીતે પીસીને પછી તેને દહીંમાં ભેળવી દો. ત્યારબાદ તેમાં થોડી ખાંડ, મીઠું, કાળું મીઠું, જીરું પાવડર, કાળા મરીનો પાવડર ઉમેરો અને પછી કોથમીરના પાનને કાપીને મિક્સ કરો. બધું મિક્સ કર્યા બાદ રાયતાને સર્વ કરો. આ રાયતાને તમે પરાઠા સાથે આરામથી પણ ખાઈ શકો છો.

આ ઉપરાંત તમે દ્રાક્ષની ચટણી બનાવીને બીજી પણ ઘણી રીતે ખાઈ શકો છો. તમે દ્રાક્ષની ચટણીમાં દહીં મિક્સ કરીને અથવા કોથમીર ફુદીનો ઉમેરીને પણ ચટણી બનાવી શકો છો અને પછી તેને ખાઈ શકો છો. આ સિવાય તમે આ ચટણીને અન્ય શાકભાજી સાથે પણ બનાવી શકો છો. જો બીજું કંઈ નહીં, તો તમે દ્રાક્ષમાંથી સૂપ પણ બનાવી શકો છો.

રેસીપી જીવનશૈલી