ગાલને ગુલાબી બનાવવા માટે બીટરૂટમાંથી આ રીતે બનાવો ચિક ટિંટ, કુદરતી ગુલાબી રંગ આપશે

Beetroot Cheek Tint at Home : ગુલાબી ગાલ ચહેરાની સુંદરતાને અનેકગણો વધારે છે. બીટરૂટમાંથી બનેલા લિપ અને ચીક ટિંટ એક આદર્શ વિકલ્પ હોઈ શકે છે. ઘરમાં તમે બીટમાંથી સરળતાથી ટિંટ તૈયાર કરી શકો છો.

Beetroot Cheek Tint at Home : ગુલાબી ગાલ ચહેરાની સુંદરતાને અનેકગણો વધારે છે. બીટરૂટમાંથી બનેલા લિપ અને ચીક ટિંટ એક આદર્શ વિકલ્પ હોઈ શકે છે. ઘરમાં તમે બીટમાંથી સરળતાથી ટિંટ તૈયાર કરી શકો છો.

author-image
Ashish Goyal
New Update
Beetroot Cheek Tint

ગુલાબી ગાલ ચહેરાની સુંદરતાને અનેકગણો વધારે છે. Photograph: (Pinterest)

Beetroot Cheek Tint at Home : ગુલાબી ગાલ ચહેરાની સુંદરતાને અનેકગણો વધારે છે. બીટરૂટમાંથી બનેલા લિપ અને ચીક ટિંટ એક આદર્શ વિકલ્પ હોઈ શકે છે. ઘરમાં તમે બીટમાંથી સરળતાથી ટિંટ તૈયાર કરી શકો છો. આ તમને કુદરતી ગુલાબી રંગ આપશે. આવી સ્થિતિમાં તમારે મોંઘા બ્યુટી પ્રોડક્ટ્સ ખરીદવાની જરૂર રહેશે નહીં અને સાઇડ ઇફેક્ટનો ડર પણ રહેશે નહીં.

Advertisment

આ વસ્તુઓની જરૂર પડશે

ચિક ટિંટ બનાવવા માટે તમારે તાજા બીટરૂટની જરૂર પડશે. આ સિવાય એક વાસણ, ચારણી અને સ્ટોર કરવા માટે બરણીની જરૂર પડશે.

બીટરૂટની છાલ કાઢી લો

ટિંટ બનાવવા માટે તમે બીટરૂટની છાલ કાઢી લો અને પછી તેને નાના-નાના ટુકડાઓમાં કાપી લો. આ એટલા માટે છે કે તેનો રસ સરળતાથી નીકળી જાય.

બીટ ઉકાળો

બીટરૂટને પાણીથી ધોયા પછી તમે કાપલા બીટને એક વાસણમાં રાખો. ત્યારબાદ તેમાં પાણી ઉમેરો. આ પછી તેને નરમ થાય ત્યાં સુધી 10-15 મિનિટ સુધી ઉકાળી લો.

Advertisment

હવે રસ કાઢો

બીટરૂટને ઉકાળ્યા પછી તમારે હવે તેનો રસ કાઢવાની જરૂર છે. ટુકડાઓમાંથી રસ કાઢો અને એક બાઉલમાં લઇ લો.

ઘેરો રંગ મેળવવા માટે આ વસ્તુઓ કરો

જો તમે ટિંટનો કલર ડાર્ક કરવા માંગતા હોય તો રસને ધીમા તાપ પર ત્યાં સુધી પકાવો જ્યાં સુધી તે સહેજ ઘટ્ટ ના થઇ જાય.

ઠંડુ થવા દો

જ્યારે આ રસ થોડો ઘટ્ટ થઇ જાય ત્યારે ગેસ બંધ કરી દો. હવે ઉપયોગ કરતા પહેલા બીટરૂટના રસને ઓરડાના તાપમાને ઠંડુ થવા દો.

આ પણ વાંચો - દરરોજ એક ગ્લાસ પાલકનું જ્યુસ પીવો, બનાવવાની આસાન રીત જાણો

એલોવેરા જેલ ઉમેરો

ટિંટને મુલાયમ અને અપ્લાય કરવા લાયક બનાવવા માટે રસમાં થોડી માત્રામાં એલોવેરા જેલ ઉમેરો. આમ કરવાથી તે તદ્દન યોગ્ય થઈ જશે.

બરણીમાં સંગ્રહ કરો

તૈયાર થયેલા મિશ્રણને સ્વચ્છ બરણી અથવા ડબ્બામાં રેડી સ્ટોર કરો.

કેવી રીતે ઉપયોગ કરવો?

તમારી આંગળીઓ અથવા મેકઅપ સ્પોન્જથી સારી માત્રામાં લો. હવે તેને તમારા ગાલ પર હળવા હાથેથી ઉપર તરફ સ્ટ્રોક લગાવતા લગાવો. તમે તેને ટ્રાન્સલૂસેંટ પાવડરથી સેટ કરી શકો છો. આમ કરવાથી તેનો રંગ આખો દિવસ રહેશે.

જીવનશૈલી