Coconut Oil : નારિયેળ તેલનો ઉપયોગ લગભગ દરેક ઘરમાં થાય છે. વાળની સંભાળ માટે લોકો વાળમાં નાળિયેરનું તેલ લગાવે છે, તે ત્વચા માટે કુદરતી મોઇશ્ચરાઇઝર માનવામાં આવે છે. આ ઉપરાંત ઘણા લોકો રસોઈ માટે નારિયેળ તેલનો પણ ઉપયોગ કરે છે.
જો કે આજના સમયમાં ભેળસેળયુક્ત ઉત્પાદનો બજારમાં વધુ મળે છે. એવામાં તમારા નારિયેળના તેલમાં પણ ભેળસેળ થઇ શકે છે. અહીં અમે તમને ઘરે નારિયેળ તેલ બનાવવાની ખૂબ જ સરળ રીત જણાવી રહ્યા છીએ. વધુ આશ્ચર્યજનક વાત એ છે કે આ માટે તમારે ફક્ત તાજા નારિયેળની જરૂર પડશે. તમે માત્ર નારિયેળની મદદથી ઘરે જ 100 ટકા શુદ્ધ તેલ બનાવી શકો છો. ચાલો જાણીએ તેની સ્ટેપ બાય સ્ટેપ પદ્ધતિ.
100% શુદ્ધ નારિયેળ તેલ ઘરે બનાવવાની રીત?
- આ માટે સૌથી પહેલા 6-7 તાજા નારિયેળ લો.
- નાળિયેરને ફોડી અને પાણીને અલગ કરો અને નાળિયેરને છાલથી અલગ કરો.
- આ પછી નાળિયેરને સારી રીતે ધોઈને તેને સાફ કરી લો અને તેના નાના-નાના ટુકડા કરી લો.
- આ ટુકડાઓને મિક્સરની જારમાં થોડા પાણી સાથે મૂકી ખૂબ જ બારીક પેસ્ટ બનાવી લો.
- તૈયાર કરેલી પેસ્ટને કપડાની મદદથી સારી રીતે ફિલ્ટર કરો અને નાળિયેર દૂધને અલગ કરો.
- તમારે પેસ્ટને સારી રીતે નિચોવીને તેનાથી દૂધ અલગ કરી લેવાનું છે.
- હવે તૈયાર થયેલા નાળિયેરના દૂધને ફરી એક વાર ગરણીની મદદથી ગાળી લો.
- તાણેલા નાળિયેર દૂધને એક મોટી કઢાઇમાં મૂકો અને તેને ક્લિંગ રેપથી ઢાંકી દો અને તેને આખી રાત ગરમ જગ્યાએ છોડી દો.
- સવારે તમે જોશો કે નારિયેળનું દૂધ ફર્મેટેડ થઇ ગયું હશે. આ પછી તેને લગભગ 30 મિનિટ માટે ફ્રિજમાં રાખો.
- હવે ચમચીની મદદથી ફર્મેટેડ થઇ થયેલા નારિયેળનો નક્કર ભાગ કાઢી લો.
આ પણ વાંચો – સ્માર્ટફોન આંખો સાથે મગજ ઉપર પણ કરે છે અસર, જાણો કેટલા દૂરથી ફોન ચલાવવો સુરક્ષિત
- આ નક્કર ભાગને ફરી ક્લિંગ રેપથી સારી રીતે ઢાંકી દો અને તેને 8 કલાક અથવા આખી રાત માટે ગરમ જગ્યાએ છોડી દો.
- નિર્ધારિત સમય બાદ તમે જોશો કે બાઉલમાં 3 અલગ અલગ લેયર બની ગયા હશે.
- તેમાં બીજું પડ નાળિયેર તેલનું હશે.
- આવામાં પ્રથમ લેયરને અલગ કરો. આ પછી ચમચીની મદદથી બીજા પડ પરનું તેલ કાઢી લો.
- તેને એક વખત ગળી લો અને થોડા સમય માટે ફ્રિજમાં રાખી દો. આમ કરવાથી તમારું 100 ટકા શુદ્ધ નારિયેળ તેલ તૈયાર થઈ જશે.
- તમે તેનો જુદી જુદી રીતે ઉપયોગ કરી શકો છો.





