Garlic Fried Rice : સાંજે કંઈક ટેસ્ટી અને ચટપટી વસ્તુ ખાવાની તલપ લાગે છે. આવી સ્થિતિમાં લોકોને બહારનો અનહેલ્ધી ખોરાક ખાવો પડે છે. જો તમે પણ આ લોકોમાંથી એક છો તો આ આર્ટીકલ તમારા માટે છે. ભૂખને ઓછી કરવા માટે તમે બહારનું બિનઆરોગ્યપ્રદ ખાવાને બદલે ઘરે જ હેલ્ધી અને ટેસ્ટી વાનગીઓ બનાવી શકો છો. અહીં અમે તમારા માટે આવી જ એક ટેસ્ટી ગાર્લિક ફ્રાઇડ રાઇસની રેસીપી લઇને આવ્યા છીએ.
તમે ઇચ્છો તો હેલ્ધી અને ટેસ્ટી ગાર્લિક ફ્રાઇડ રાઇસ બનાવીને ઘરે જ ખાઇ શકો છો. શેફ કુણાલ કપૂરે તાજેતરમાં જ તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક ખૂબ જ સરળ રેસીપી શેર કરી છે. આ રેસીપી બનાવવા માટે સરળ તો છે જ, પરંતુ તેનો અદ્ભુત સ્વાદ દરેકને પસંદ આવે છે. ખાસ કરીને જો તમારી પાસે વધેલા ભાત હોય, તો આ રેસીપી તેને એક ટેસ્ટી ટ્વિસ્ટ આપવા માટે પરફેક્ટ છે.
લસણનો તીખો ફ્લેવર, હળવા મસાલાની સુગંધ અને ક્રિસ્પી શાકનું સંયોજન તેને વધુ ખાસ બનાવે છે. તો આવો જાણીએ આ ટેસ્ટી વાનગી બનાવવા માટે તમારે કઈ કઈ વસ્તુઓની જરૂર પડશે. અહીં ફ્રાઇડ રેસીપી બનાવવાની સ્ટેપ બાય સ્ટેપ રીત જણાવી રહ્યા છીએ.
ગાર્લિક ફ્રાઇડ રાઇસ રેસીપી બનાવવાની સામગ્રી
- 3 મોટી ચમચી તેલ
- 2 સૂકા લાલ મરચાં
- 2 મોટી ચમચી ઝીણું સમારેલું લસણ
- 1/4 કપ ઝીણી સમારેલી ડુંગળી
- 1/4 કપ ઝીણું સમારેલું કેપ્સિકમ
- 1/4 કપ ખમણેલું ગાજર
- 1/4 કપ બ્રોકલી
- મશરુમ
- 1/4 કપ ઝીણા સમારેલા બીન્સ
- 3 કપ રાંધેલા સફેદ ચોખા
- સ્વાદ પ્રમાણે મીઠું
- એક ચપટી દળેલા કાળા મરી
- 1 મોટી ચમચી ગ્રીન ચિલી સોસ
- 1/2 મોટી ચમચી સોયા સોસ
- એક મુઠ્ઠી ઝીણી સમારેલી લીલી ડુંગળી
ગાર્લિક ફ્રાઇડ રાઇસ રેસીપી બનાવવાની રીત
આ પણ વાંચો – નાસ્તામાં બનાવો ટેસ્ટી કોબી પરાઠા, આની સામે ઝાંખા પડી જશે દરેક પરાઠાનો સ્વાદ
- આ માટે સૌથી પહેલા એક પેનમાં થોડું તેલ નાખીને ગરમ કરો.
- જ્યારે તેલ ગરમ થઈ જાય ત્યારે તેમાં સૂકા લાલ મરચાં અને સમારેલું લસણ ઉમેરો અને ધીમા તાપે શેકાય ત્યાં સુધી રાંધો.
- બંને વસ્તુઓ સારી રીતે શેકી લીધા પછી પેનમાં એક પછી એક બધી શાકભાજી એટલે કે ડુંગળી, કેપ્સિકમ, ગાજર, બ્રોકોલી, મશરૂમ અને બીન્સ ઉમેરો અને ઉંચા તાપ પર 2 મિનિટ સુધી રાંધો.
- નિયત સમય બાદ કઢાઈમાં ચોખા નાખીને બરાબર હલાવો.
- હવે છેલ્લે તેમાં મીઠું, મરી, લીલા મરચાંની ચટણી, સોયા સોસ અને લીલી ડુંગળી મેળવી સારી રીતે મિક્સ કરી લો.
- થોડીવાર રાંધો અને આમ કર્યા પછી તમારા સ્વાદમાં તૈયાર થઈ જશે ગાર્લિક ફ્રાઇડ. તેને ગરમ ગરમ પીરસો અને આનંદ માણો.





