/indian-express-gujarati/media/media_files/2026/01/20/how-to-make-matar-sandwich-for-kids-2026-01-20-08-06-05.jpg)
બાળકો માટે હેલ્ધી મટર સેન્ડવીચ રેસીપી। How to make matar sandwich for kids helathy recipe in gujarati Photograph: (Freepik)
સવારની ઉતાવળમાં મોટાભાગની ગૃહિણી બાળકો માટે એવા નાસ્તા પસંદ કરે છે જે થોડીવારમાં બની જાય, સાથે તે સ્વાદિષ્ટ અને હેલ્ધી પણ હોય. આવા નાસ્તાની વાત આવે ત્યારે, મટર સેન્ડવિચ એક બેસ્ટ ઓપ્શન છે. જેઓ એક જ નાસ્તાથી કંટાળી ગયા છે તેમના માટે પણ તે એક બેસ્ટ છે.
મટર સેન્ડવિચ બનાવવા માટે તાજા લીલા વટાણા, થોડા મસાલા અને ક્રિસ્પી વીટ બ્રેડ (ઘઉંના લોટની બ્રેડ) નો ઉપયોગ કરીને બનાવામાં આવે છે. બાળકોના નાસ્તા અથવા ટિફિન બોક્સ માટે મટર સેન્ડવિચ એક સારો વિચાર છે, અહીં જાણો ક્રિસ્પી મટર સેન્ડવિચ રેસીપી
મટર સેન્ડવિચ રેસીપી
મટર સેન્ડવિચ રેસીપી સામગ્રી
1 કપ બાફેલા લીલા વટાણા
6-8 બ્રેડ સ્લાઈસ
1 નાની બારીક સમારેલી ડુંગળી
2 બારીક સમારેલ લીલા મરચાં
1 ચમચી છીણેલું આદુ
2 ચમચી બારીક સમારેલા કોથમીરના પાન
1 ચમચી લીંબુનો રસ
અડધી ચમચી કાળા મરી પાવડર
મીઠું - સ્વાદ મુજબ
શેકવા માટે માખણ અથવા ઘી
સ્વાદ માટે ચીઝ અથવા મેયોનેઝ - જો ઇચ્છા હોય તો
મટર કચોરી રેસીપી, ક્રિસ્પી અને ચટાકેદાર બધાને ભાવશે!
મટર સેન્ડવીચ બનાવવાની રીત
મટર અથવા વટાણાની સેન્ડવિચ બનાવવા માટે પહેલા બાફેલા વટાણાને એક બાઉલમાં હળવા હાથે મેશ કરો. ધ્યાન રાખો કે તેમને મેશ કરીને પેસ્ટ ન બનાવો,
હવે તેમાં સમારેલી ડુંગળી, લીલા મરચાં, આદુ, ધાણાજીરું, મીઠું અને મરી ઉમેરો અને સારી રીતે મિક્સ કરો. છેલ્લે, મિશ્રણને તાજું અને મસાલેદાર બનાવવા માટે લીંબુનો રસ ઉમેરો.
ત્યારબાદ બ્રેડનો ટુકડો લો અને જો ઈચ્છો તો તેની કિનારીઓ કાપી નાખો. એક ટુકડા પર તૈયાર કરેલા વટાણાના મિશ્રણને ફેલાવો. જો તમે સેન્ડવીચને વધુ ક્રીમી બનાવવા માંગતા હો, તો તમે થોડું ચીઝ અથવા મેયોનેઝ ઉમેરી શકો છો. પછી, તેને બ્રેડના બીજા ટુકડાથી ઢાંકી દો.
હવે એક તવા અથવા સેન્ડવીચ મેકર ગરમ કરો, થોડું માખણ અથવા ઘી લગાવો, અને પછી સેન્ડવીચને બંને બાજુ સોનેરી અને ક્રિસ્પી થાય ત્યાં સુધી બેક કરો.
ગરમાગરમ મટર સેન્ડવીચને લીલી ચટણી, ટામેટાની ચટણી અથવા ચા સાથે પીરસો. આ વાનગી બાળકોના લંચ બોક્સ માટે એક બેસ્ટ ઓપ્શન છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us