15 મિનિટમાં બનાવો ડુંગળી અને લીલા મરચાનું મસાલેદાર અથાણું, સાદા ખોરાકને પણ બનાવશે ટેસ્ટી

Onion Chilli Pickle : અહીં અમે તમને ડુંગળી અને મરચાનું મસાલેદાર અથાણું વધુ મહેનત કર્યા વિના બનાવવાની ખૂબ જ સરળ રીત જણાવી રહ્યા છીએ. ખાસ વાત એ છે કે આ અથાણું બનાવવામાં તમને ફક્ત 15 મિનિટનો સમય લાગે છે.

Written by Ashish Goyal
November 09, 2024 18:08 IST
15 મિનિટમાં બનાવો ડુંગળી અને લીલા મરચાનું મસાલેદાર અથાણું, સાદા ખોરાકને પણ બનાવશે ટેસ્ટી
Onion Chilli Pickle : અથાણું સાદા ખોરાકનો સ્વાદ પણ સ્વાદિષ્ટ બનાવી નાખે છે (P.C- @meghnasfoodmagic/Instagram)

Onion Chilli Pickle : અથાણું સાદા ખોરાકનો સ્વાદ પણ સ્વાદિષ્ટ બનાવી નાખે છે. આ જ કારણ છે કે આપણે ભારતીયો અથાણાં ખાવાનું પસંદ કરીએ છીએ. જોકે આમાં સમસ્યા એ છે કે અથાણાં બનાવવા માટે ઘણી મહેનત અને સમય લાગે છે, જ્યારે બજારમાં મળતા અથાણાંમાં તે સ્વાદ હોતો નથી. આવી સ્થિતિમાં મોટાભાગના લોકોને તે અથાણાં પસંદ પડતા નથી.

જો તમે પણ આ લોકોમાંના એક છો તો આ લેખ તમારા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે. અહીં અમે તમને ડુંગળી અને મરચાનું મસાલેદાર અથાણું વધુ મહેનત કર્યા વિના બનાવવાની ખૂબ જ સરળ રીત જણાવી રહ્યા છીએ. ખાસ વાત એ છે કે આ અથાણું બનાવવામાં તમને ફક્ત 15 મિનિટનો સમય લાગે છે.

ડુંગળી અને મરચાંના અથાણાં બનાવવાની આ અદ્ભુત રેસીપી પ્રખ્યાત શેફ મેઘના કામદારે તેમના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર શેર કરી છે. ચાલો જાણીએ તેને બનાવવાની સ્ટેપ બાય સ્ટેપ રીત-

આ વસ્તુઓની જરૂર પડશે

  • ડુંગળી અને લીલા મરચાંનું અથાણું બનાવવા માટે તમારે મધ્યમ કદની 3 ડુંગળીની જરૂર પડશે
  • 1.5 ચમચી સરસવ
  • 1 ચમચી મેથીના દાણા
  • 1 ચમચી વરિયાળ
  • મીઠું
  • 1.5 મોટી ચમચી લીંબુનો તાજો રસ
  • તાજા લીલા મરચાં
  • આદું
  • ઝીણી સમારેલા ધાણા
  • લાલ મરચાંનો પાવડર
  • તેલ
  • હીંગ
  • કલોંજી

આ પણ વાંચો – આ વસ્તુ નાખવાથી નહીં ફાટે દૂધ? માસ્ટર શેફ પાસેથી જાણો અનોખો નુસખો

ડુંગળી-મરચાનું અથાણું કેવી રીતે બનાવવું?

  • આ માટે સૌ પ્રથમ એક કઢાઇમાં રાઈ, મેથીના દાણા અને વરિયાળી નાખીને શેકી લો.
  • હલકા હાથે શેક્યા પછી ત્રણેય વસ્તુઓને બરછટ પીસી લો.
  • હવે એક બાઉલમાં 3 લાંબી સમારેલી ડુંગળી લો અને તેમાં સ્વાદ મુજબ મીઠુ અને 1.5 મોટી ચમચી લીંબનો રસ મેળવો.
  • હવે ડુંગળીમાં સમારેલા લીલા મરચા, ધાણા, લાંબા સમારેલા આદુ અને લાલ મરચાનો પાવડર ઉમેરીને હાથની મદદથી બરાબર મિક્સ કરી લો.
  • આ પછી ડુંગળીમાં પહેલેથી જ તૈયાર કરેલો ક્રશ કરેલો મસાલો ઉમેરો અને તેને હલાવો.
  • એક કઢાઇમાં થોડું સરસવનું તેલ ગરમ કરી તેમાં હીંગ, કલૌંજી નાખીને વઘાર કરો.
  • આ વઘારને ગરમા ગરમ ડુંગળી વાળા એક બાઉલમાં નાખો અને ચમચીની મદદથી સારી રીતે મિક્સ કરો.

આટલું કરવાથી તમારી ડુંગળી અને મરચાનું અથાણું તૈયાર થઈ જશે. તમે તેને તમારી પસંદગીની કોઈપણ વાનગી સાથે ખાઇ શકો છો.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ