ORS Health Tips: ઓઆરએસ સ્વાસ્થ્ય માટે સંજીવની સમાન, ઘરે ORS બનાવવાની રીતે અને ફાયદા જાણો

Health Benefits Of ORS: ઓઆરએસ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. ઉનાળાની ગરમીમાં ચક્કર આવે કે થાક લાગે ત્યારે ઓઆરએસ પીવાથી શરીર હાઇડ્રેટ રહે છે. જાણો ઘરે ઓઆરએસ બનાવવાની રીતે અને ફાયદા

Health Benefits Of ORS: ઓઆરએસ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. ઉનાળાની ગરમીમાં ચક્કર આવે કે થાક લાગે ત્યારે ઓઆરએસ પીવાથી શરીર હાઇડ્રેટ રહે છે. જાણો ઘરે ઓઆરએસ બનાવવાની રીતે અને ફાયદા

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
ORS | Oral Rehydration Solution | how to make ors at home | ors ingredients | ors process | health benefits of ors

Health Benefits Of ORS: ઓઆએસનું પુરું નામ ઓરલ રિહાઇડ્રેશન સોલ્યુશન છે. (Photo - Freepik)

Health Benefits Of ORS: ઉનાળાના તડકા અને ગરમીથી લોકો પરેશાન છે. ગુજરાત સહિત ઉત્તર ભારતની સ્થિતિ ખુબ જ ખરાબ છે. ગરમીના કારણે લોકોને ચક્કર આવવા, લૂ લાગવી અને સ્ટ્રોક આવવા જેવી ઘટનાઓ બની રહી છે. આવી સ્થિતિમાં, દરેક વ્યક્તિએ ડિહાઇડ્રેશનથી બચવાનો પ્રયાસ કરવો જોઈએ.

Advertisment

જો તમને તમારા શરીરમાં ડિહાઇડ્રેશનના કોઇ લક્ષણો દેખાય તો તમારે સતર્ક રહેવું જોઇએ. તડકામાંથી આવતા જ ગરમીથી ચક્કર આવવા લાગે છે કે પછી આંખો સામે અંધારું છવાઇ જાય તો તરત જ શરીરને ફરીથી હાઇડ્રેટ કરો. ઓઆરએસ તમને આ કામમાં મદદ કરી શકે છે. આવો જાણીએ ઓઆરએસ શું છે. તેને ઘરે કેવી રીતે બનાવવી શકાય (ડિહાઇડ્રેશન માટે ઘરે બનાવેલ ઓઆરએસ) અને તે પીવાથી શું ફાયદા થાય છે.

ઓઆરએસ શું છે? (What Is ORS)

ઓઆરએસ એટલે કે ઓરલ રિહાઇડ્રેશન સોલ્યુશન (ઓઆરએસ). તેને વિજ્ઞાનની ભાષામાં ઓરલ રીહાઇડ્રેશન સોલ્ટ તરીકે ઓળખવામાં આવે છે. તે સોડિયમ ક્લોરાઇડ, ટ્રાઇસોડિયમ સાઇટ્રેટ, પોટેશિયમ ક્લોરાઇડ અને ગ્લુકોઝ એમ ચાર ઘટકોથી બનેલું છે.

ઓઆરએસ કયા રોગોમાં કામ કરે છે? (Health Benefits Of ORS)

ઓરલ રિહાઇડ્રેશન સોલ્યુશન (ઓઆરએસ)નો ઉપયોગ ઝાડાને કારણે થતા ડિહાઇડ્રેશનની સારવાર માટે થાય છે. વાસ્તવમાં ઓઆરએસ ક્ષારો ડિહાઇડ્રેશનમાંથી ઝડપથી સાજા થવામાં મદદરૂપ થાય છે. ઉપરાંત તરસ લાગે, થાક લાગવો, પેશાબ ઓછો થવો કે માંસપેશીઓમાં ખેંચાણ, ચક્કર આવવા, માથાનો દુખાવો કે અસ્થિરતા જેવા લક્ષણો હોય તો પણ ઓઆરએસનું સેવન કરી શકાય છે. ઓઆરએસ પીવાથી શરીરને ઘણા ફાયદા થાય છે.

Advertisment

ઓઆરએસ કેવી રીતે બનાવવું? (How To Make ORS At Home)

  • એક સ્વચ્છ વાસણ લો અને તેમાં 1 લિટર પીવાનું ચોખ્ખું પાણી ઉમેરો.
  • તેમાં 1 કે 2 ચમચી મીઠું નાખો.
  • હવે આ પાણીમાં 4 ચમચી ખાંડ નાખો.
  • મીઠું અને ખાંડને ત્યાં સુધી હલાવો જ્યાં સુધી તે પાણીમાં ઓગળી ન જાય.
  • હવે તમને જ્યારે તમને થાક લાગે કે શરીરમાં પાણીની અછત જેવું અનુભવાય ત્યારે આ ઓઆરએસ પીવો.

ઓઆરએસ પીવાના સ્વાસ્થ્ય લાભ (Health Benefits Of ORS)

આ પણ વાંચો | સફરજન ખાવાથી વજન વધે કે ઘટે? જાણો ફળ ખાવાની સાચી રીત અને સમય

હવે તમને ડિહાઇડ્રેશન જેવું લાગે તો તરત જ તમારે એક કપ આ મિશ્રણ નું સેવન કરો. આ પછી, તેને દિવસમાં 5 વખત પીવો અને 24 કલાકમાં એક લિટર પીવાનું સમાપ્ત કરો. આ રીતે ઓઆરએસ સોલ્યુશન પીવાથી તમે શરીરને સંપૂર્ણપણે રિહાઇડ્રેટ કરી શકો છો. તમને લાગશે કે તેને પીવાથી શરીર ડિહાઇડ્રેશનના લક્ષણોમાંથી બહાર આવવા લાગે છે. તેથી શરીરમાં ડિહાઇડ્રેશનના લક્ષણોને અવગણશો નહીં અને ડોક્ટરને બતાવો પરંતુ તે પહેલાં તરત જ ઓઆરએસ પીવો.

રેસીપી ઉનાળો જીવનશૈલી health tips