દૂધ નહીં પણ આ વસ્તુથી બનાવો મુલાયમ પનીર, ઘરે આવી રીતે આસાનીથી તૈયાર કરો

How To Make Paneer Without Milk : મોટાભાગના લોકો બજારમાંથી દૂધમાંથી તૈયાર કરેલું પનીર ખરીદીને શાકભાજી બનાવતા હોય છે. જોકે શું તમે જાણો છો કે તમે ચોખામાંથી પણ પનીર સરળતાથી તૈયાર કરી શકો છો

How To Make Paneer Without Milk : મોટાભાગના લોકો બજારમાંથી દૂધમાંથી તૈયાર કરેલું પનીર ખરીદીને શાકભાજી બનાવતા હોય છે. જોકે શું તમે જાણો છો કે તમે ચોખામાંથી પણ પનીર સરળતાથી તૈયાર કરી શકો છો

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
paneer, પનીર

પનીર સ્વાસ્થ્ય માટે ઘણું સારું છે અને તેમાં ઘણા જરૂરી પોષક તત્વો છે (Pics : Freepik)

How To Make Paneer Without Milk : પનીર વિના ભારતીય વાનગીઓની કલ્પના કરવી ખૂબ મુશ્કેલ છે. લગ્ન પ્રસંગ હોય કે તહેવાર દરેક ઉજવણી પનીરની શાકભાદી કે પનીરની અન્ય કોઈ રેસીપી વગર અધૂરી છે.

Advertisment

દૂધથી નહીં પણ ચોખાથી બનાવો સોફ્ટ પનીર

પનીર સ્વાસ્થ્ય માટે ઘણું સારું છે અને તેમાં ઘણા જરૂરી પોષક તત્વો છે. પનીર ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે અને તે બનાવવામાં પણ ખૂબ જ સરળ હોય છે. આમ જોવા જઈએ તો મોટાભાગના લોકો બજારમાંથી દૂધમાંથી તૈયાર કરેલું પનીર ખરીદીને શાકભાજી બનાવતા હોય છે. જોકે શું તમે જાણો છો કે તમે ચોખામાંથી પણ પનીર સરળતાથી તૈયાર કરી શકો છો? અહીં તમને ભાતમાંથી ઘરે જ પનીર બનાવવા વિશે જણાવીશું.

ચોખામાંથી પનીર બનાવવા માટેની સામગ્રી

  • 2 કપ ચોખા
  • 5 કપ પાણી
  • 1 લીંબુ

ચોખા સાથે પનીર કેવી રીતે બનાવવું?

ચોખામાંથી પનીર બનાવવા માટે સૌથી પહેલા તમે રાત્રે ચોખાને પાણીમાં પલાળી રાખો. હવે સવારે પલાળેલા ચોખાને મિક્સરમાં પાણી સાથે પીસીને ગાળીને દૂધને બહાર કાઢી લો. હવે આ ચોખાના દૂધને ધીમી આંચ પર ગરમ કરો. જ્યારે ચોખા ઉકળવા લાગે છે, ત્યારે તમે તેમાં ધીમે ધીમે લીંબુનો રસ ઉમેરો અને તેને હલાવતા રહો. થોડા સમય પછી દૂધ ફાટી જશે અને ચીઝ જેવું દેખાશે. હવે તેને કપડાથી ગાળીને તેના પર વજન રાખો અને બેથી ત્રણ કલાક માટે રહેવા દો. આ રીતે થોડા સમય પછી તમને દૂધ જેવું પનીર તૈયાર મળશે. હવે તમે આ પનીરથી તમારી મનપસંદ રેસીપી બનાવી શકો છો.

આ પણ વાંચો - હોળી પર બનાવો સ્વાદિષ્ટ કોળાની બરફી, ચાખ્યા પછી ભૂલી જશો માર્કેટની મીઠાઈ

Advertisment

ચોખામાંથી બનેલા પનીરના ફાયદા

ચોખામાંથી બનેલું પનીર 100 ટકા વીગન અને લેક્ટોઝ-ફ્રી હોય છે. જમ્યા પછી તે સરળતાથી પચી પણ જાય છે. તેમાં પ્રોટીન અને ફાઇબર વધારે પ્રમાણમાં હોય છે.

ડિસ્ક્લેમરઃ લેખમાં લખેલી સલાહ અને સૂચનો સામાન્ય માહિતી જ છે. કોઈપણ પ્રકારની સમસ્યા કે સવાલ માટે ડોક્ટરની સલાહ લો.

રેસીપી જીવનશૈલી