Protein Powder Recipe: ઘરે બનાવો હેલ્ધી પ્રોટીન પાઉડર, બજાર કરતા સસ્તુ અને શરીર માટે સુરક્ષિત

Homemade Protein Powder Recipe: શરીર સ્વસ્થ રાખવા અને મસલ્સ વધારવા માટે બજારના મોંઘા અને હાનિકારક પ્રોટીન પાઉડરના બદલે ઓછા ખર્ચે ઘરે પ્રોટીન પાઉડર બનાવી શકો છો. જે શરીર માટે સુરક્ષિત છે. જાણો ઘરે હેલ્ધી પ્રોટીન પાઉડર બનાવવાની સરળ રીત

Homemade Protein Powder Recipe: શરીર સ્વસ્થ રાખવા અને મસલ્સ વધારવા માટે બજારના મોંઘા અને હાનિકારક પ્રોટીન પાઉડરના બદલે ઓછા ખર્ચે ઘરે પ્રોટીન પાઉડર બનાવી શકો છો. જે શરીર માટે સુરક્ષિત છે. જાણો ઘરે હેલ્ધી પ્રોટીન પાઉડર બનાવવાની સરળ રીત

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
lifestyle tips | protein powder | homemade protein powder recipe | Healthy Protein Powder | best Protein Powder | how to make protein powder at home | best protein source | protein rich diet

Protein Powder: પ્રોટીન પાઉડર પ્રતિકાત્મક તસવીર (Image: Freepik)

Homemade Protein Powder Recipe: શરીર સ્વસ્થ અને મજબૂત રાખવા માટે કસરત કરવી જોઇએ. ઘણા લોકો જીમમાં વર્કઆઉટ કરવા જાય છે. જો કે ઘણી વખત જીમ ટ્રેઇનર શરીર મજબત કરવા અને મસલ્સ વધારવા માટે પ્રોટીન પાઉડર કે પ્રોટીન સપ્લિમેન્ટ્સ નું સેવન કરવાની ભલામણ કરે છે. પરંતુ બજારમાં મળતા પ્રોટીન પાઉડરથી શરીરને નુકસાન થવાની ચિંતા રહે છે. જો તમે જીમ વર્કઆઉટ કરો છો તેમજ શરીરને મજબૂત બનાવવા અને મસલ્સ વધારવા પ્રોટીનનું સેવન કરવાનું વિચારો છો અહીં તમારી માટે ઘરે પ્રોટીન પાઉડર બનાવવાની રેસીપી જણાવી છે. જે જરૂરી પોષણ આપી શરીરને સ્વસ્થ અનં તંદુરસ્ત રાખશે.

Advertisment

થોડા સમય અગાઉ જર્નલ ઓફ મેડિસિનમાં પ્રકાશિત એક રિસર્ચ રિપોર્ટમાં ખુલાસો થયો છે કે ભારતમાં સેવન કરવામાં આવતા પ્રોટીન સપ્લિમેન્ટ પ્રોડક્ટ્સમાંથી 70 ટકા નકલી સાબિત થઇ છે, જ્યારે 14 ટકામાં હાનિકારક ટોક્સિન અને 8 ટકા પ્રોડક્ટમાં જંતુનાશક દવાઓ મળી આવી છે. આવી સ્થિતિમાં, આવા પ્રોટીન સપ્લિમેન્ટ્સના સેવનથી સ્વાસ્થ્યને ગંભીર નુકસાન થઈ શકે છે. આ એપિસોડમાં અમે તમને જણાવી રહ્યા છીએ ઘરે જ હેલ્ધી પ્રોટીન પાવડર બનાવવાની ખાસ રેસીપિ.

પ્રોટીન પાઉડર બનાવવાની સામગ્રી

  • અળસીના બીજ - 1/2 કપ
  • ચિયા સીડ્સ - 1/2 કપ
  • કોળાના બીજ (પમ્પકીન સીડ્સ) - 1/2 કપ
  • સૂર્યમુખીના બીજ - 1/2 કપ
  • મખાના - 1 કપ
  • તલ - 1/4 કપ
  • બદામ કે સીંગદાણા - 1/4 કપ

ઘરે પ્રોટીન પાઉડર બનાવવાની રીત (How To Make Protein Powder At Home)

  • પ્રોટીન પાઉડર બનાવવા માટે સૌ પ્રથમ તમામ સામગ્રીઓ અલગ અલગ શેકી લો
  • હવે બધી સામગ્રી ઠંડી થવા દો
  • તમામ સામગ્રી ઠંડી થયા બાદ તેને મિક્સરમાં એકદમ બારીક પાઉડર જેવી દળી લો
  • આ પાઉડર કાચી કે પ્લાસ્ટિકના એર ટાઈટ ડબ્બામાં પેક કરી લો
  • લો તમારો હેલ્ધી અને ટેસ્ટી પ્રોટીન પાઉડર તૈયાર છે
  • હવે જ્યારે તમારે જરૂર હોય ત્યારે દૂધમાંથી આ પાઉડર નાંખી સેવન કરો
Advertisment

પ્રોટીનની માત્રા કેટલી હોય છે?

  • 1/2 કપ અળસી બીજમાં લગભગ 5-6 ગ્રામ પ્રોટીન હોય છે
  • 1/2 કપ ચિયા બીજમાં લગભગ 5-6 ગ્રામ પ્રોટીન પણ હોય છે
  • 1/2 કપ કોળાના બીજમાં લગભગ 7-8 ગ્રામ પ્રોટીન હોય છે
  • 1/2 કપ સૂર્યમુખીના બીજમાં લગભગ 11-12 ગ્રામ પ્રોટીન હોય છે

આ પણ વાંચો | બ્રેકફાસ્ટ અને ડિનર માટે બેસ્ટ સમય ક્યો? જાણો સવારના નાસ્તા અને રાતના ભોજન વચ્ચે કેટલા સમયનો અંતર રાખવો

  • 1 કપ મખાનામાં લગભગ 15-20 ગ્રામ પ્રોટીન હોય છે
  • 1/4 કપ તલમાં લગભગ 7-8 ગ્રામ પ્રોટીન હોય છે
  • 1/4 કપ બદામમાં લગભગ 8-10 ગ્રામ પ્રોટીન હોય છે
  • 1/4 કપ સીંગદાણામાં લગભગ 10-12 ગ્રામ પ્રોટીન હોય છે

આ રીતે ઘરે પ્રોટીન પાઉડર બનાવી તેનું સેવન કરવાથી શરીર સ્વસ્થ અને તંદુરસ્ત રહે છે.

રેસીપી જીવનશૈલી health tips