રેસ્ટોરન્ટ સ્ટાઇલ ગ્રીન ચટણી કેવી રીતે બનાવવી? પકોડા કે કોઇપણ સ્ટાર્ટર માટે છે બેસ્ટ કોમ્બિનેશન

Green Chutney recipes : લીલી ચટણીનો સ્વાદ દરેકને ખૂબ જ પસંદ હોય છે અને પછી તેને ઘરે કેવી રીતે બનાવવી તે સમજાતું નથી. પરંતુ આજે અમે તમારા માટે લાવ્યા છીએ આ ચટણીની રેસીપી જે ખૂબ જ ટેસ્ટી છે

Green Chutney recipes : લીલી ચટણીનો સ્વાદ દરેકને ખૂબ જ પસંદ હોય છે અને પછી તેને ઘરે કેવી રીતે બનાવવી તે સમજાતું નથી. પરંતુ આજે અમે તમારા માટે લાવ્યા છીએ આ ચટણીની રેસીપી જે ખૂબ જ ટેસ્ટી છે

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
green chutney recipes, green chutney

Green Chutney : લીલી ચટણીનો સ્વાદ દરેકને ખૂબ જ પસંદ હોય છે (તસવીર - ફ્રીપિક)

Green Chutney : શું તમે લીલી ચટણી ટ્રાય કરી છે? હોટલમાં તો ખાધી જ હશે જે તમામ સ્ટાર્ટર્સ સાથે મળે છે અને લોકો પકોડા અને અન્ય વસ્તુઓ સાથે ખાય છે. લીલી ચટણીનો સ્વાદ દરેકને ખૂબ જ પસંદ હોય છે અને પછી તેને ઘરે કેવી રીતે બનાવવી તે સમજાતું નથી. પરંતુ આજે અમે તમારા માટે લાવ્યા છીએ આ ચટણીની રેસીપી જે ખૂબ જ ટેસ્ટી છે અને જેને ખાવાથી તમારું મન ખુશ થઇ જશે. ખાસ વાત એ છે કે તેને બનાવવી બહુ મુશ્કેલ નથી, તમે તેને ઝડપથી બનાવીને ખાઇ શકો છો. તો ચાલો જાણીએ તેની રેસીપી.

Advertisment

લીલી ચટણી સામગ્રી

  • ધાણા
  • ફુદીનો
  • ચાણા દાળ
  • લસણ
  • આદુ
  • ખાંડ
  • અમચૂર પાઉડર
  • મીઠુ
  • સંચર
  • દહીં
  • જીરું
  • લીલા મરચા
  • લીંબુનો રસ
  • બરફનો ટુકડો

ગ્રીન ચટણી કેવી રીતે બનાવવી

  • સૌ પ્રથમ થોડી ચણાની દાળ પલાળી રાખો.
  • ધાણા અને ફુદીનાને ધોઇ લો-
  • હવે લસણની 8 થી 10 કળી લો.
  • આદુ અને લીલા મરચાં ઉમેરો.
  • હવે આ બધાને મિક્સરના મિક્સ કરો.
  • તેમાં અમચૂર પાવડર, મીઠું, સંચર, જીરું, લીંબુનો રસ, ખાંડ, દહીં અને પછી બરફના ટુકડા ઉમેરો અને તે બધાને પીસી લો.
  • આ રીતે ગ્રીન ચટણી તૈયાર થઇ જશે.

આ ચટણીને તમે પનીર ટિક્કાથી કે પકોડા સાથે પણ ખાઈ શકો છો. તે ઘણી બધી વાનગીઓ સાથે બનાવી અને ખાઈ શકાય છે.

Advertisment

આ પણ વાંચો - વર્કઆઉટ કરવાનો સૌથી ખોટો સમય છે આ, એક્સપર્ટના મતે ફાયદાના બદલે થવા લાગશે નુકસાન

લાંબા સમય સુધી કેવી રીતે રાખશો ચટણી

ચટણીને લાંબા સમય સુધી સ્ટોર કરવા માટે તમારે માત્ર ચટણીને ઠંડી અને અંધારી જગ્યાએ રાખવાની જરૂર છે. સૌથી સારી રીત છે કે આ ચટણી બનાવીને ફ્રિજમાં રાખવી. આ માટે ચટણી બનાવ્યા બાદ તેને કાચની શીશીમાં ભરીને ફ્રિજમાં રાખી દો. તમે ચટણીને આઇસ ટ્રેમાં પણ સ્ટોર કરી શકો છો જેથી તમે તેને એક અઠવાડિયા સુધી ખાઇ શકશો.

રેસીપી જીવનશૈલી