Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/06/Samosa-Recipe.jpg)
Samosa Recipe: સમોસા બનાવવાની રેસીપી (Image: Freepik)
Samosa Recipe For Evening Snacks: તમે સાંજના નાસ્તામાં કંઇક ટેસ્ટી અને હેલ્ધી બનાવવાનું વિચારી રહ્યા છો તો મિની સમોસા ટેસ્ટ કરી શકો છો. ખાસ વાત એ છે કે તેમા મેંદાના લોટનો ઉપયોગ કરવામાં આવતો નથી. ઉપરાંત જો તમારા ઘરે મહેમાનો આવવાના હોય તો ઝડપથી આ સમોસા બની જાય છે. તેને બનાવવા માટે જરૂરી વસ્તુઓ પણ તમને તમારા ઘરમાં જ મળી જશે. તો તમે ઝડપથી નોંધી લો આ સમોસાની રેસીપી.
Advertisment
આટા સમોસા રેસીપીની સામગ્રી (Samosa Recipe Ingredients)
- ઘઉંનો લોટ
- સોજી
- લીલા મરચા
- મીઠું સ્વાદ અનુસાર
- ઘી - લોટમાં મોણ માટે
- અજમો
- ડુંગળી - લસણની પેસ્ટ
- હળદર, મરચું અને ધાણા પાઉડર
- લીલી કોથમીર
- તેલ
- પાણી
- બાફેલા બટાકા
સમોસા બનાવવાની રેસીપી (Samosa Recipe)
- સૌ પ્રથમ સમોસાનો લોટ તૈયાર કરો
- એક વાસણમાં ઘઉંનો લોટ લો અને તેમા સોજી, અજમો, ઘી અને નમક ઉમેરો
- હવે હાથ વડે બધી સામગ્રી બરાબર મિક્સ કરી લો
- ત્યારબાદ ગરમ પાણી વડે લોટ બાંધો અને તેને 10 મિનિટ માટે રહેવા દો.
- આ દરમિયાન ડુંગળી, લીલા મરચા અને કોથમરી ઝીણા સમારી લો
- બટાકા બાફી લો અને છાલ ઉતારીને રાખો
- હવે એક પેનમાં થોડું તેલ નાંખો, હવે તેમા ડુંગળી, લીલા મરચાં, લસણ અને આદુની પેસ્ટ ઉમેરો
- ત્યારબાદ બાફેલા બટાકા મિક્સ કરી તેમાં બધા મસાલા અને મીઠું નાખો.
- હવે દરેક સામગ્રી બરાબર મિક્સ કરી તેના પર થોડીક કોથમીર ભભરાવો.
આ પણ વાંચો | ઘરે માઇક્રોવેવ વગર માત્ર 10 મિનિટમાં બનવો પિત્ઝા, બજાર કરતા વધુ ટેસ્ટી અને હેલ્થ માટે બેસ્ટ
Advertisment
સમોસા બનાવવાની અને ફ્રાય કરવાની રીત
- હવે સમોસાના લોટ માંથી નાના-નાના બોલ બનાવો અને તેને રોટલી જેમ વણી લો
- રોટલીને વચ્ચે થી બે ભાગમાં કાપી લો
- હવે આ રોટલીમાંથી સમોસા જેમ આકાર આપી વચ્ચે બટાકાનો મસાલો ભરો
- આ સમોસાની કિનારી પર તેલ કે પાણી લગાડી તેને બરાબર બંધ કરી લો
- સમોસાને 5 થી 10 મિનિટ રહેવા દો
- હવે એક પેનમાં તેલ ગરમ કરી સમોસા ફ્રાય કરો
- આ સમોસાને તમે ગ્રીન અને રેડ ચટણી સાથે સર્વ કરો
- જો તમે ઇચ્છો તો છોલે સાથે પણ સમોસા ખાઇ શકો છો


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us