Vegetable soup Recipe: શિયાળાની ઋતુમાં ઠંડીથી બચવા માટે લોકો વિવિધ પ્રકારની વસ્તુઓનું સેવન કરે છે. તે જ સમયે, આ ઋતુમાં મોટાભાગના લોકો એવી ડાયેટનું સેવન કરે છે જે શરદીથી બચાવવાની સાથે-સાથે સરળતાથી પચી પણ જાય. આવામાં તમે વેજીટેબલ સૂપને ડાયેટમાં સમાવેશ કરી શકો છો.
વેજિટેબલ સૂપમાં ઘણા પોષક તત્વો હોય છે
વેજીટેબલ સૂપમાં વિટામિન, મિનરલ્સ, ફાઇબર અને ઘણા પ્રકારના એન્ટિઓક્સિડન્ટ્સ જોવા મળે છે, જે રોગપ્રતિકારક શક્તિ વધારવાની સાથે સાથે પાચનમાં સુધારો કરવામાં અને વજનને નિયંત્રણમાં રાખવામાં મદદ કરે છે. તેનું સેવન કરવાથી શરીરમાં હાજર હાનિકારક તત્વો પણ દૂર થાય છે. તમે તેને ઓછા સમયમાં સરળતાથી ઘરે તૈયાર કરી શકો છો.
વેજીટેબલ સૂપ બનાવવાની સામગ્રી
- 1 કપ ઝીણું સમારેલું ગાજર
- અડધો કપ બીન્સ
- અડધો કોબી
- 1 ટામેટું
- અડધો કપ સ્વીટ કોર્ન
- અડધો કેપ્સિકમ
- એક ટુકડો આદુ
- 1 ચમચી કાળા મરી
- મીઠું
- પાણી
- કોથમીર
- ઘી
વેજીટેબલ સૂપ બનાવવાની રીત
સ્ટેપ 1
વેજીટેબલ સૂપ બનાવવા માટે પહેલા એક પેનમાં થોડું ઘી નાખી ગરમ કરો. હવે તેમાં ક્રશ કરેલું આદુ ઉમેરો. તેને થોડા સમય સુધી ફ્રાય કરી લીધા પછી તેમાં ગાજર, બીન્સ, કેપ્સિકમ અને કોબી મેળવી 3-4 મિનિટ સુધી ફ્રાય કરી લો.
આ પણ વાંચો – સિંગ ભજીયા શાક રેસીપી, શિયાળામાં મજા પડી જશે
સ્ટેપ 2
જ્યારે તે ફ્રાય થઇ જાય ત્યારે તમે ટામેટાં અને સ્વીટ કોર્ન ઉમેરો છો અને એક મિનિટ સુધી પકાવો. આ રીતે આ તમામ શાકભાજી થોડા સમયમાં નરમ થઈ જશે. હવે તેમાં પાણી અને મીઠું ઉમેરો અને લગભગ 10 મિનિટ સુધી પકાવો. ત્યારબાદ તેની ઉપર કાળા મરી ઉમેરો. થોડા સમય પછી, સૂપ ઘટ્ટ થઈ જશે. આ પછી તમે તેના પર લીલા કોથમીર પણ ઉમેરી શકો છો. આ રીતે મિક્સ્ડ વેજીટેબલ સૂપ ઘરે સરળતાથી તૈયાર થઈ જશે.





