અનિચ્છનીય વાળને દૂર કરવા માટે લીંબુ અને ખાંડથી ઘરે આ રીતે વેક્સ બનાવો, પાર્લરનો ખર્ચ બચશે

DIY Homemade Sugar Wax : ઘરે હોમમેઇડ વેક્સ તમારા પૈસા બચાવશે. આ સિવાય તમારી ત્વચાને નુકસાન પહોંચાડી શકે તેવા હાનિકારક કેમિકલ્સથી પણ બચાવવામાં મદદ કરશે.. લીંબુ અને ખાંડમાંથી વેક્સ કેવી રીતે બનાવવું તે વિશે જણાવી રહ્યા છીએ.

DIY Homemade Sugar Wax : ઘરે હોમમેઇડ વેક્સ તમારા પૈસા બચાવશે. આ સિવાય તમારી ત્વચાને નુકસાન પહોંચાડી શકે તેવા હાનિકારક કેમિકલ્સથી પણ બચાવવામાં મદદ કરશે.. લીંબુ અને ખાંડમાંથી વેક્સ કેવી રીતે બનાવવું તે વિશે જણાવી રહ્યા છીએ.

author-image
Ashish Goyal
New Update
Homemade Sugar Wax

લીંબુ અને ખાંડમાંથી વેક્સ કેવી રીતે બનાવવું તે વિશે જણાવી રહ્યા છીએ Photograph: (Pinterest)

DIY Homemade Sugar Wax : અનિચ્છનીય વાળને દૂર કરવા માટે લોકો પાર્લરમાં જાય છે અને વેક્સ કરાવે છે. તમે ઘરે લીંબુ અને ખાંડમાંથી કેમિકલ ફ્રી કુદરતી વેક્સ તૈયાર કરી શકો છો. ઘરે બનાવવામાં આવેલ વેક્સ કુદરતી સામગ્રીમાંથી બનાવવામાં આવે છે. તેથી તે ત્વચા માટે વધુ સલામત છે. આ બળતરા, ફોલ્લીઓ અને એલર્જીની શક્યતાઓ ઘટાડે છે.

Advertisment

હોમમેઇડ વેક્સ તમારા પૈસા બચાવશે. આ સિવાય તમારી ત્વચાને નુકસાન પહોંચાડી શકે તેવા હાનિકારક કેમિકલ્સથી પણ બચાવવામાં મદદ કરશે. તમે તમારી સ્કિન ટાઇપ અનુસાર વેક્સમાં અન્ય સામગ્રી ઉમેરીને તેને તમારી જરૂરિયાત અનુસાર પણ તૈયાર કરી શકો છો. 

અહીં અમે તમને લીંબુ અને ખાંડમાંથી વેક્સ કેવી રીતે બનાવવું તે વિશે જણાવી રહ્યા છીએ. લીંબુ તમારી ત્વચાને ક્લિન કરવાનું કામ કરશે. જ્યારે ખાંડમાં એક કુદરતી એક્સ્ફોલિએટર છે, જે ડેડ સ્કિનને દૂર કરે છે અને ત્વચાને સ્મૂધ બનાવે છે.

લીંબુ અને ખાંડમાંથી વેક્સ બનાવવાની સામગ્રી

  • પાણી - 1 કપ
  • ખાંડ - 1 કપ
  • લીંબુનો રસ - 1/4 કપ
  • મધ - 2 ચમચી
  • વેક્સ સ્ટ્રિપ્સ - જરૂર પ્રમાણે
Advertisment

ઘરે વેક્સ આવી રીતે બનાવો 

વેક્સ બનાવવા માટે સૌપ્રથમ નોન-સ્ટીક પૅન લો. પછી ઉપર જણાવેલ માત્રા પ્રમાણે તેમાં વસ્તુઓ ઉમેરો. બધું સારી રીતે મિક્સ કરો અને તે ઉકળે ત્યાં સુધી ધીમા તાપ પર ચડવા દો. વચ્ચે વચ્ચે તેની હલાવતા રહો. જ્યાં સુધી પાણી જાડી ચાસણી ન બની જાય ત્યાં સુધી તેને ચડવા દો. આ પછી એક કાચની બરણી અથવા કન્ટેનર લો અને તેમાં ભરો. ત્યારબાદ બરફના પાણીમાં ઠંડુ થવા માટે રાખી લો. તમારું વેક્સ તૈયાર છે.

આ પણ વાંચો - શુઝમાંથી આવી રહી છે ભયંકર દુર્ગંધ, ધોયા વગર આ 5 ટિપ્સથી છુટકારો મેળવો

વેક્સ બનાવવાની અન્ય એક રીત

  • ખાંડ,
  • લીંબુનો રસ,
  • ટી ટ્રી ઓઇલ(થોડા ટીપાં) 
  • સોસપેન
  • કાચનું બાઉલ/બરણી,
  • ગરમી સહન કરી શકે તેવા વાસણ
  • પોપ્સિકલ / લાકડાની સ્ટીક

ખાંડ-લીંબુ અને ટી ટ્રી ઓઇલથી આવી રીતે બનાવો મેક્સ 

એક પેનમાં 2 કપ ખાંડ, 1/4 કપ લીંબુનો રસ અને 1/4 કપ પાણી ઉમેરો. તેમાં ટી ટ્રી ઓઇલના 1-2 ટીપાં ઉમેરો. તે પછી તેને ગેસ પર મૂકી સતત હલાવતા રહો. જ્યારે મિશ્રણ ગોલ્ડન બ્રાઉન થાય અને ઘટ્ટ થાય ત્યારે ગેસ બંધ કરી દો. તૈયાર વેક્સને કાચની બરણીમાં કાઢી નાખો અને તેને ઠંડુ થવા દો.

જીવનશૈલી