શિયાળામાં હૃદયની બીમારી થાય તે પહેલા કરો આ 8 તૈયારી, હાઈ કોલેસ્ટ્રોલ ઓછું થશે અને હાર્ટ એટેકનું જોખમ ઘટશે

Winter Health tips for Heart Disease : શિયાળામાં હૃદયની બીમારીઓ ખાસ કરીને હાર્ટ એટેક અને કાર્ડિયાક અરેસ્ટનું જોખમ વધી જાય છે. હાર્વર્ડ મેડિકલના આ 8 પગલાં અનુસરીને તમે હૃદયને તંદુરસ્ત અને મજબૂત રાખી શકો છો

Written by Ajay Saroya
October 23, 2023 23:12 IST
શિયાળામાં હૃદયની બીમારી થાય તે પહેલા કરો આ 8 તૈયારી, હાઈ કોલેસ્ટ્રોલ ઓછું થશે અને હાર્ટ એટેકનું જોખમ ઘટશે
શિયાળામાં હાર્ટ એેટેક્ અને કાર્ડિયાક અરેસ્ટથી હૃદયને સુરક્ષિત રાખવાના 8 ઉપાય. (Photo - Canva)

Winter Health tips for Heart Disease And High Cholesterol : શિયાળામાં હાઈ કોલેસ્ટ્રોલથી બચવા માટેની ટિપ્સઃ જેમ જેમ શિયાળો નજીક આવે છે તેમ તેમ કેટલાક રોગોનું પ્રમાણ વધી જાય છે, ઉદાહરણ તરીકે, શિયાળાની ઋતુમાં શ્વાસ સંબંધી સમસ્યાઓ અને હૃદયરોગનું જોખમ સૌથી વધુ હોય છે. તમે શિયાળાની ઋતુમાં હાર્ટ એટેક અને કાર્ડિયાક અરેસ્ટના ઘણા કિસ્સાઓ સાંભળ્યા હશે. ખરેખર, શિયાળામાં શરીરનું તાપમાન ઘટવા લાગે છે, આ સ્થિતિમાં શરીરના મહત્વપૂર્ણ અંગોને ગરમ કરવા માટે લોહીના પરિભ્રમણની ગતિ વધી જાય છે. આવી સ્થિતિમાં, જે લોકોને પહેલાથી જ કોલેસ્ટ્રોલની સમસ્યા હોય છે તેમના હાર્ટને નુકસાન થવાની શક્યતા વધુ હોય છે.

હૃદયની સમસ્યાઓ માટે હાઈ બ્લડ પ્રેશર, હાઈ કોલેસ્ટ્રોલ અને સ્ટ્રોક મુખ્યત્વે જવાબદાર છે. સિઝનની સાથે કોલેસ્ટ્રોલના લેવલમાં નોંધપાત્ર વધઘટ થાય છે, તેથી ખાસ કરીને શિયાળાની ઋતુમાં સાવચેત રહેવાની જરૂર છે. હાર્વર્ડ હેલ્થે શિયાળામાં હૃદયરોગના આકસ્મિક જોખમોથી બચવા માટે અનેક ઉપાયો સૂચવ્યા છે, આ ઉપાયો ખૂબ જ ઉપયોગી છે. ચાલો જાણીએ કે શિયાળામાં હૃદયને સ્વસ્થ રાખવા માટે કયા ઉપાયો અપનાવી શકાય.

નિયમિત કસરત કરવી (Daily Workout Plan In Winter)

શિયાળાની ઋતુ નજીક આવતાં હવેથી નિયમિતપણે કસરત કરો. કસરત કરવા માટે જીમમાં જવાની જરૂર નથી, બલ્કે તમે ઝડપી કસરત કરીને હૃદયરોગનું જોખમ ઘટાડી શકો છો. આ માટે ચાલવું, દોડવું, સાયકલ ચલાવવું, સ્વિમિંગ કરવું પૂરતું છે પણ આ કસરતો ઝડપથી કરવી જોઈએ. એટલે કે જો તમે ચાલતા હોવ તો તેની સ્પીડ ઓછામાં ઓછી 6 કિલોમીટર પ્રતિ કલાક હોવી જોઈએ.

માછલીનું સેવન કરો (Fish)

જે લોકો નોન વેજીટેરિયન છે તેઓ માછલીનું સેવન કરીને હાર્ટ એટેકનું જોખમ ઘટાડી શકે છે. હાર્વર્ડ હેલ્થ અનુસાર, સેલમન, ટુના, ટ્રાઉટ જેવી માછલીઓમાં ઓમેગા-3 ફેટી એસિડ ભરપૂર માત્રામાં હોય છે જે હૃદયના સ્વાસ્થ્યને મજબૂત રાખવામાં ખૂબ મદદરૂપ છે. આ માછલીઓમાં હેલ્ધી ફેટ જોવા મળે છે જે હૃદયને સ્વસ્થ રાખે છે.

બદામ-અખરોટ જેવા ડ્રાયફુટનું સેવન કરો (Dryfruits)

અખરોટ, બદામ અને અખરોટ જેવા ડ્રાય ફ્રુટ્સનું નિયમિત સેવન કરવાથી પણ હૃદયરોગનું જોખમ ઓછું થઈ શકે છે. આ ડ્રાયફ્રુટ્સમાં મલ્ટી વિટામીન અને એન્ટીઓક્સીડેન્ટ હોય છે. આ સાથે તેમાં ઓમેગા 3 ફેટી એસિડ પણ હોય છે. આ બધા મળીને હૃદયના સ્નાયુઓને મજબૂત અને તંદુરસ્ત બનાવે છે.

ફણગાવેલા કઠોળનું સેવન કરો

શિયાળામાં ફણગાવેલા કઠોળનું સેવન કરવાથી અનેક રોગોનો ખતરો ઓછો થઈ જાય છે. ચણા, મગ, બ્રાઉન રાઈસ વગેરેને આખી રાત પલાળી રાખો અને તેની સાથે સલાડ મિક્સ કરીને સવારે તેનું સેવન કરો.

સીડ્સ (Seeds)

આજકાલ વિવિઘ પ્રકારના સીડ્સ સુપરફૂડ બની ગયા છે. કોળાના બીજ, ચિયા સિડ્સ, રાગી, અળસીના બીજ, જુવાર, બાજરી જેવા સીડ્સનું સેવન હૃદયના સ્વાસ્થ્ય, બ્લડ સુગર અને કિડની માટે ખૂબ જ ફાયદાકારક છે. તેમાં ઘણા પ્રકારના એન્ટીઓક્સીડેન્ટ હોય છે જે શરીરમાં ફ્રી રેડિકલને બનવા દેતા નથી. તેનાથી હ્રદય રોગનો ખતરો ઓછો થાય છે.

સિઝનલ લીલા પાંદડાવાળા શાકભાજી (Green Vegetables)

શિયાળામાં સિઝનલ શાકભાજીનું પુષ્કળ પ્રમાણમાં સેવન કરો. પાલક, કોબીજ, ફ્લાવર, ટામેટા વગેરે હૃદયરોગનું જોખમ ઘટાડે છે. ઉપરાંત આ શાકભાજી ઘણા રોગો માટે રામબાણ છે.

આ પણ વાંચો | વિટામિન ડીની ઉણપથી ડિપ્રેશનનો શિકાર બની શકો, ઉંમર પ્રમાણે શરીરને વિટામિન ડીની આટલી જરૂર છે, જુઓ ચાર્ટ

પૂરતી ઊંઘ લેવી અને તણાવમુક્ત રહેવું

એક સંસોધન અનુસાર, શરીરમાં 1600 પ્રકારની કેમિકલ રિએક્શન માટે વધુ પડતો તણાવ જવાબદાર છે, તેથી જો તમે ઈચ્છો છો કે તમારું હૃદય સ્વસ્થ રહે અને કોઈપણ રોગનો ભોગ ન બનો, તો ચિંતા કરવી નહીં અને રાત્રે પૂરતી ઊંઘ લો. 7 થી 8 કલાકની ઊંઘ જરૂરી છે.

ખરાબ ટેવ છોડી દો

આલ્કોહોલ અને સિગારેટ જેવી ખરાબ ટેવો છોડી દો, આની હાર્ટ પર ખરાબ અસર પડે છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ