/indian-express-gujarati/media/media_files/2026/02/26/holi-eye-care-tips-2026-02-26-20-17-18.jpg)
હોળી રમતી વખતે ત્વચા, વાળ અને આંખોનું ખાસ ધ્યાન રાખવાની જરૂર છે Photograph: (પેક્સેલ્સ)
Holi Eye Care Tips : હોળી રંગોનો તહેવાર છે. આ અવસર પર લોકો સવારે એકબીજા પર રંગ ફેંકે છે. પરંતુ માર્કેટમાં આજકાલ ભેળસેળ અને કેમિકલ વાળા રંગો પણ વેચાય છે. કેમિકલવાળા રંગો ત્વચા, વાળ અને આંખોને નુકસાન પહોંચાડી શકે છે. આવી સ્થિતિમાં હોળી રમતી વખતે ત્વચા, વાળ અને આંખોનું ખાસ ધ્યાન રાખવાની જરૂર છે.
બજારમાં જોવા મળતા મિલાવટી અને કેમિકલ વાળા રંગોમાં ઘણીવાર લેડ, મરકરી, ક્રોમિયમ અને કાચના સૂક્ષ્મ કણો હોય છે, જે ત્વચા તેમજ આંખોમાં બળતરા , લાલાશ, ખંજવાળ અને અન્ય ઘણી સમસ્યાઓનું કારણ બની શકે છે. આવી સ્થિતિમાં ચાલો જાણીએ હોળી પર તમારી આંખોનું ધ્યાન કેવી રીતે રાખવું.
ચશ્મા પહેરો
હોળીના અવસર પર રંગ રમતા પહેલા ચશ્મા પહેરો. સનગ્લાસ અથવા પારદર્શક ગોગલ્સ પહેરો. ચશ્મા પહેરવાથી આંખોમાં રંગ, ગુલાલ અને પાણી આવવાનું જોખમ ઘણી હદ સુધી ઓછું થાય છે.
તેલ લગાવો
કલર અને ગુલાલથી બચાવવા માટે આંખોની આસપાસ નાળિયેર અથવા બદામનું તેલ લગાવો. આ તેલ રંગને સીધો આંખોમાં આવતા અટકાવી શકે છે. તે સુરક્ષા કવચ તરીકે કામ કરી શકે છે.
કોન્ટેક્ટ લેન્સ કાઢી નાખો
જો તમે કોન્ટેક્ટ લેન્સ પહેરો છો, તો હોળી રમતા પહેલા તેને દૂર કરો. કારણ કે લેન્સ પર રંગ પડતાની સાથે જ તે આંખોમાં ફસાઇ શકે છે, જેના કારણે બળતરા અને ખંજવાળ આવી શકે છે. તેના બદલે સનગ્લાસ સાથે હોળી રમવી વધુ સારું રહેશે.
આ પણ વાંચો - 3 માર્ચે ચંદ્રગ્રહણ તો કયા દિવસે થશે હોલિકા દહન, જ્યોતિષે બતાવી સાચી તારીખ, જાણો મુહૂર્ત અને ભદ્રાનો સમય
જો રંગ જતો રહે તો શું કરવું
જ્યારે રંગ આંખોમાં જાય છે ત્યારે લોકો હંમેશા ઘસીને સાફ કરવાનું શરૂ કરે છે. પરંતુ તે ખતરનાક સાબિત થઈ શકે છે. તમારી આંખોને ઘસવાને બદલે સ્વચ્છ પાણીથી ધોઈ લો. આ રંગોને સરળતાથી કાઢી શકે છે.
આ સિવાય આંખો સાફ કરવા માટે ઠંડા ગુલાબજળ અને સ્વચ્છ કપડાનો ઉપયોગ કરી શકાય છે. જો હજુ પણ કોઈ રાહત ન મળે તો તરત જ ડોક્ટરનો સંપર્ક કરો.
શું કરવું
હોળી પર હંમેશા હર્બલ અથવા નેચરલ કલર્સનો ઉપયોગ કરવો જોઈએ. તેઓ આંખોની સાથે સાથે ત્વચા અને વાળને નુકસાન પહોંચાડતા નથી.
ડિસ્ક્લેમર - લેખમાં લખેલી સલાહ અને સૂચનો ફક્ત સામાન્ય માહિતી છે. કોઈપણ પ્રકારની સમસ્યા અથવા પ્રશ્ન માટે, ચોક્કસપણે નિષ્ણાતની સલાહ લો


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us