Monsoon special : ચોમાસાની ઋતુ દરમિયાન પાણીજન્ય બીમારીઓ ટાળવા એક્સપર્ટએ આપી આટલી હેલ્થ ટિપ્સ

Monsoon special : દૂષિત પાણી વિવિધ પ્રકારના ઇન્ફેક્શન ફેલાવી શકે છે જેના કારણે કોલેરા, ટાઇફોડ, હીપેટાઇટિસ A અને ગેસની તકલીફ જેવી બીમારીઓ થઈ શકે છે. અહીં ચોમાસાની ઋતુ દરમિયાન પાણીજન્ય બીમારીઓને ટાળવામાં તમને મદદરૂપ થવા કેટલાક મહત્વના સૂચનો આપવામાં આવ્યાં છે

Monsoon special : દૂષિત પાણી વિવિધ પ્રકારના ઇન્ફેક્શન ફેલાવી શકે છે જેના કારણે કોલેરા, ટાઇફોડ, હીપેટાઇટિસ A અને ગેસની તકલીફ જેવી બીમારીઓ થઈ શકે છે. અહીં ચોમાસાની ઋતુ દરમિયાન પાણીજન્ય બીમારીઓને ટાળવામાં તમને મદદરૂપ થવા કેટલાક મહત્વના સૂચનો આપવામાં આવ્યાં છે

author-image
shivani chauhan
New Update
Waterborne disease during monsoon

Monsoon special : ચોમાસાની ઋતુ દરમિયાન પાણીજન્ય બીમારીઓ ટાળવા એક્સપર્ટએ આપી આટલી હેલ્થ ટિપ્સ

Monsoon Special : ચોમાસા (Monsoon) ની ઋતુ ગરમીથી રાહત આપીને તાજગી આપે છે. ચોમાસા દરમિયાન વરસાદ ખેડૂતો માટે પણ જરૂરી છે. પરંતુ વરસાદના ભરાતા પાણી અને ભેજ વાળા વાતાવરણના લીધે આ સીઝન દરમિયાન પાણીજન્ય બીમારીઓ થવાનું જોખમ વધી જાય છે. દૂષિત પાણી વિવિધ પ્રકારના ઇન્ફેક્શન ફેલાવી શકે છે, તેથી આવી બીમારીઓથી બચવા શું કરવું? ન્યુબર્ગ લેબોરેટરીના નેજિંગ ડિરેક્ટર, ડૉ. અજય શાહએ પાણીજન્ય બીમારીઓને ટાળવા આટલી ટિપ્સ આપી છે, જાણો

Advertisment

દૂષિત પાણી વિવિધ પ્રકારના ઇન્ફેક્શન ફેલાવી શકે છે જેના કારણે કોલેરા, ટાઇફોડ, હીપેટાઇટિસ A અને ગેસની તકલીફ જેવી બીમારીઓ થઈ શકે છે. અહીં ચોમાસાની ઋતુ દરમિયાન પાણીજન્ય બીમારીઓને ટાળવામાં તમને મદદરૂપ થવા કેટલાક મહત્વના સૂચનો આપવામાં આવ્યાં છે, જાણો એક્સપર્ટની હેલ્થ ટિપ્સ

જાણો એક્સપર્ટની હેલ્થ ટિપ્સ

  • પીવા ઉકાળીને પીવો : પીવાનું દૂષિત પાણીએ પાણીજન્ય બીમારીઓના પ્રાથમિક સ્રોતોમાંથી એક છે. પાણીને ઉકાળોને પીવો, ઓછામાં ઓછી એક મિનિટ સુધી પાણીને ઉકાળવાથી મોટાભાગના રોગાણુઓ નાશ પામે છે.
  • વોટર પ્યુરિફાયરોનો ઉપયોગ કરો : વોટર પ્યુરિફાયર ઇન્સ્ટોલ કરવાથી બેક્ટેરિયા, વાઇરસ અને અન્ય પ્રદૂષકોને દૂર કરવામાં ઘણી મદદ મળી રહે છે.
  • બરફ અને ઠંડા પાણી પીવાનું ટાળો : દૂષિત પાણીમાંથી બનાવેલા બરફને કારણે પણ ઇન્ફેક્શન લાગી શકે છે. પ્યુરિફાઈ કરેલા પાણીમાંથી બનાવેલા બરફ અને પાણીનો જ ઉપયોગ કરો.
  • વ્યક્તિગત સ્વચ્છતા જાળવો : સારી વ્યક્તિગત સ્વચ્છતા જાળવવી એ પાણીજન્ય બીમારીઓને ટાળવામાં મહત્વની ભૂમિકા ભજવે છે.
  • વારંવાર હાથ ધોવોઃ સાબુ અને સ્વચ્છ પાણી વડે હાથને સંપૂર્ણપણે સાફ કરો, ખાસ કરીને જમતાં કે ભોજનને સ્પર્શતા પહેલાં અને શૌચાલયનો ઉપયોગ કર્યા બાદ હાથ ધોવાનું રાખો.
  • હેન્ડ સેનિટાઇઝરનો ઉપયોગ કરોઃ જ્યારે સાબુ અને પાણી ઉપલબ્ધ ના હોય ત્યારે આલ્કોહોલમાંથી બનાવવામાં આવેલા હેન્ડ સેનિટાઇઝરનો ઉપયોગ કરો.
  • તાજો રાંધેલો ખોરાક ખાઓઃ તાજા રાંધેલા ખોરાકને તરત તાજો જ ખાઓ.
  • બહારનું ખાવાનું ટાળોઃ બહારનું ભોજન પાણી અને અસ્વચ્છ ચીજોથી દૂષિત થયેલું હોઈ શકે છે.
  • ફળો અને શાકભાજીને ધોવોઃ ફળો અને શાકભાજીને ખાતા પહેલાં તેને સ્વચ્છ, પ્યુરિફાઈ કરેલા પાણીથી ધોવો.
  • આસપાસનો વિસ્તાર સાફ રાખોઃ તમારી આસપાસનું પર્યાવરણ સ્વચ્છ હોય અને કચરો ના હોય તેની ખાતરી કરો.
  • પાણીને જમા થતું અટકાવોઃ બંધિયાર પાણીમાં મચ્છરો અને બેક્ટેરિયાનું સંવર્ધન થાય છે. તમારા ઘરની આસપાસ પાણીનો યોગ્ય રીતે નિકાલ થાય તેની ખાતરી કરો.
  • ડિસઇન્ફેક્ટન્ટ્સનો ઉપયોગ કરોઃ જીવાણુંઓના નાશ કરવા માટે સપાટીઓ અને ઘરગથ્થુ ચીજોને નિયમિતપણે ડિસઇન્ફેક્ટ કરો.
  • પૂરના પાણીના સંપર્કમાં આવવાનું ટાળો : પૂરના પાણી અતિશય દૂષિત હોઈ શકે છે અને તમારા આરોગ્ય પર નોંધપાત્ર જોખમ પેદા કરી શકે છે.
  • વોટરપ્રૂફ બૂટ અને ગ્લોવ્સ પહેરોઃ જો તમારે પૂરના પાણીમાં થઈને જવું પડે તેમ હોય તો, આવું દૂષિત પાણી શક્ય એટલું ઓછું ચામડીના સંપર્કમાં આવે તે માટે વોટરપ્રૂફ બૂટ અને ગ્લોવ્સ પહેરો.
  • શરીર અને કપડાં સ્વચ્છ અને ડિસઇન્ફેક્ટ કરોઃ પૂરના પાણીના સંસર્ગમાં આવ્યાં બાદ તમારા શરીર અને કપડાંને સારી રીતે ધોઈ નાંખો અને ડિસઇન્ફેક્ટ કરો.
  • સ્વચ્છ પૂલનો જ ઉપયોગ કરોઃ જે પૂલની નિયમિતપણે સફાઈ થતી હોય અને તેમાં ક્લોરિન નાંખવામાં આવતું હોય તેમાં જ સ્વિમિંગ કરો.
  • કુદરતી જળાશયોમાં તરવાનું ટાળોઃ ચોમાસાની ઋતુ દરમિયાન નદી અને તળાવો જેવા કુદરતી જળાશયોમાં તરવાનું ટાળો, કારણ કે, તે દૂષિત હોઈ શકે છે.

આ પણ વાંચો: Monsoon Special : ચોમાસા દરમિયાન બીમારીઓથી દૂર રાખશે આ પીણાં, ઇમ્યુનીટી વધશે

Advertisment

રસીકરણ (Vaccination)

હેલ્થ એક્સપર્ટ ડૉ. અજય શાહ અનુસાર, કેટલીક પાણીજન્ય બીમારીઓને રસીકરણ દ્વારા ટાળી શકાય છે.

હીપેટાઇટિસ A અને ટાઇફોડની રસીઓઃ હીપેટાઇટિસ A અને ટાઇફોડની રસી લઈ લો, ખાસ કરીને જો તમે વધારે જોખમ ધરાવતા વિસ્તારમાં રહેતા હો કે આવા વિસ્તારમાં મુસાફરી કરી રહ્યાં હો તો લેવી આવશ્યક છે.

આ સૂચનોનું પાલન કરીને તમે ચોમાસાની ઋતુ દરમિયાન પાણીજન્ય બીમારીઓના સંપર્કમાં આવવાનું જોખમ નોંધપાત્ર રીતે ઘટાડી શકો છો. સચેત રહીને તથા યોગ્ય સ્વચ્છતા અને સફાઈ જાળવીને તમે તમારૂ ચોમાસામાં આરોગ્ય જાળવી અને સલામત રહી શકો છો.

જીવનશૈલી health tips